પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

Fundamental Works: સુદર્શન ગધાવલી ૪૫ર સુદર્શન ગઘાવલિ, કામ કરવાની દૃષ્ટિથી થયેલું હતું. કેળવણી ખાતાની આપણા દેશમાં સ્થાપના થયાને ચાળીશેક વર્ષ થયાં છે, તે સમયે રચાયેલાં ધારણ અને પુસ્તકો સુધારાને પાત્ર છે કે નહિ એ વિયની તકરાજ આજ પંદરેક વર્ષ થયાં ચાલે છે, પરંતુ સંતોષકારક ફલ થતું નથી એટલું જ નહિ, પણ સુધારે અવશ્ય કરવા જેવો છે એટલી વાત પણ સ્પષ્ટ રીતે સ્વીકારાતી નથી. તેવામાં આ સમાજે સ્પષ્ટ રીતે ધારણાને સુધારવાની અને નવી વાચનમાલા યોજવાની અગત્ય' સ્વીકારી છે એજ સર્વ શુભેચ્છકોને સંતોષ પામવા જેવું છે, બાલકનાં મનને ખીલવી વિચાર કરતાં શીખવવાને માટે કે ક્રમ રાખવો જોઈએ એ વિષયનો વિવેક બહુ સૂક્ષ્મ તર્ક અને વિશાશ અનુભવ વિના થઈ શકે તેમ નથી. તેમાં પણ પરંપરાથી ચાલી આવતા ક્રમમાં આપણું મન બંધાઈ રહેલું હોય એટલે તે ક્રમને મૂકીને નવીન યેજના ઉપર લક્ષ જવું એ બહુ કઠિન છતાં આ સમાજે ધારણા સંબંધે વિચાર કરીને જે ધરણેની યોજના કરી છે તેમાં વર્તમાન સમયે પ્રસિદ્ધિમાં આવેલા વિચારમાત્રને બાલાને આપી શકાય તેટલે સંગ્રહ કરવાને મન થયું છે એમાં સંશય નથી. પરંતુ એવું વારંવાર થઈ આવે છે કે બહુ લેવા જતાં કાંઇજ મળતું નથી, અને વિયેનાં નામમાત્ર સમરણમાં રહી એકે વિષયનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. આ ધોરણની યોજનામાં પણ અમને તેવું જ કાંઇક ભય રહે છે. એટલાજ માટે વાચન, લેખન, ગણિત, ઇતિહાસ ભૂગેલ, એ કરતાં બીજા જે જે વિષય છે તે ચેથા ધારણુથી માંડીને વાચનનાં પુસ્તકમાંજ ભેળવી દેવામાં આવે અને એમ એક પ્રયત્ન ઉભય અર્થ સિદ્ધ થાય તે માર્ગ અને વધારે અચિકર અને સરલ લાગે છે. વાચનમાલાની યોજના થઈ તે સમયે અક્ષરજ્ઞાન અને પદાર્થજ્ઞાન એ ઉભય ઉપર લક્ષ અપાયું છે ખરું, પરંતુ જે જે પદાર્થોની ચર્ચા એ સાતે ચેપડીઓમાં થઈ છે તેમાંના ઘણુક પદાર્થો હવે આપણને દિવસ અને રાત જેવા અતિ પરિચિત થઈ ઉપદેશકૅટિમાં રહેવાને પાત્ર રહ્યા નથી, ઘણાક પદાર્થોના સ્વરૂપવર્ણનમાં નવા શોધ અને નવા વિચારે અનેક ફેરફારે ઉપજાવ્યા છે, અને એ સાતે પુસ્તકમાં તે સમયે દાખલ ન કરેલા કે ન થઈ શકેલા એવા અનેક પદાર્થો, વિચારે, તરંગે, આજ જનસમાજ આગળ રમી રહેલા છે. ભાષાપરત્વે પણ સાતે પુસ્તકાની ભાષા એક સરખી છે, ચઢ ઉતરતો ક્રમ નથી તેમ વિવિધ શલીનો પરિચય નથી. ત્યારે બાલકોને સામાન્યજ્ઞાન આપતી પ્રાથમિક કેળવણીમાં સર્વ વિષયને થોડે થોડે ધોરણના વિષયરૂપે ગેહવતા જઈએ તે ગુચવણુ અને અગવડ. પેદા થાય, એકે વિષયના સ્વરૂપનું પ્રાથમિક પણ યથાર્થજ્ઞાન ન થાય, અને ભણનારને ભાર લાગે, એ કરતાં પ્રાથમિક કેળવણીના વાચન, લેખન, ગણિત અને લેક (ઇતિહાસ ) તથા દેશ (ભૂગલ ) નું જ્ઞાન, એ કરતાં વધારે વિષયે ને રાખતાંચોથા ધોરણથી અથવા જ્યાંથી અક્ષરજ્ઞાન પૂર્ણ થયું મનાતું હોય અને કાંઈક વિચારશક્તિને આરંભ ગણાતો હોય ત્યાંથી તે તે વિપ વાચનમાલામાંજ ગુંથાવા જોઈએ. અને જૂનાગઢ દરબારે રૂ. ૫૦૦૦ ) નવી વાચનમાલા યોજવા માટે આપેલા છે, તેની વ્યવસ્થા શા પ્રકારે થવાની છે તે યદ્યપિ અમારા જાણવામાં નથી, તથાપિ તે સંબંધે પણ આટલી સૂચના કરવી અસ્થાને ગણાશે નહિ. - પુસ્તકેના સંબંધમાં એક બીજી ખામી પણ નજરે આવે છે અને તે વાત સમાજના લક્ષમાં આવી જણાતી નથી. ભૂગેલા વિષય રસિક અને ઉપયોગી કરવાને રા. સા. ગણપતરામે પ્રયત્ન કર્યો છે, તે પ્રયન ઇતિહાસને માટે હજી થયા નથી, તેમજ પદાર્થવિજ્ઞાન જેવા sandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2/50