પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, ૪૩૩ બધી વાતનાં મુખ્ય તાત્પર્ય માત્ર બેજ માનીએ તો પણ ચાલેઃ (૧) પ્રાચીન આર્યો ધર્મનેજ મુખ્ય માની તે પ્રમાણે સર્વ વ્યવહાર રચતા. ' (૨) તેમના વ્યવહાર અને ધર્મના સ્વરૂપમાં એકભાવ—અભેદ—મુખ્ય હતા, જેથી અહંતાને બદલે સર્વમયતાનું ધારણ તેઓ સર્વ બાબતમાં સ્વીકારતા. e પ્રાચીન આર્યો કીએ ધારો પિતાનો વ્યવહાર–રાજય, કુટુંબ, ધર્મ-સર્વ રચતા તે આ પણ જોયું. જેટલો વિસ્તાર એ વિષય ઉપર કરવો જોઈએ તેટલે આ પ્રસંગે બને તેમ નથી. તોપણ જે કહેવામાં આવ્યું છે તેમાંથી એ બાબતનું મુખ્ય સ્વરૂપ દૃષ્ટિગોચર થયા વિના રહ્યું નહિ હોય. હવે આપણે પાશ્ચાત્ય ધોરણના સ્વરૂપ વિષે વિચાર કરવાની જરૂર છે, કે એ બે ધારણાના મુકાબલે કરવાથી પૂર્વ અને પશ્ચિમની સર્વ બાબતોના મુકાબલે કર સુતર પડે. ' in ધર્મને મુખ્ય માનવે એ વાત કોઈ પ્રજામાં ન હોય એમ નથી, એ વાત સર્વત્ર મનાય છે, સર્વત્ર પળાય છે, કેમકે જગતની ભવ્યતાના દર્શનથી અને પિતાને થતાં દુ:ખલેશાદિથી, માણસને કોઇ કારણરૂપ ઇશ્વર અથવા તેવીજ યોજના કરવાની સાહજિક પ્રેરણા થાય છે. અને મૂલ ધર્મનું સ્વરૂપ તેટલેજ વિરમે છે. એવી પ્રરણાજન્ય જે એકેશ્વર-તટસ્થેશ્વર-ભાવના તેજ ધર્મભાવનાનું અંત્ય અને ઉત્તમ રૂપ છે એ મત હું પોતે સ્વીકારી શકતો નથી; તેનાં કારણ અત્રે આપવાં અપ્રાસંગિક છે. અર્થાત મૂલ ધર્મસ્વરૂપમાં કાઈ ઈશ્વરાદિ કર્તાની કલ્પના થાય છે, ને તેને લેક અનુસરે છે. એ પ્રમાણે યુરોપમાં પણ હતું જ. જેરૂસલેમમાંથી પ્રકાશ પામેલા ફ્રીશ્રીઅન ધર્મની છાયા આખા યુરોપ દેશ ઉપર વિરતરી અને તે ધર્મના સ્થાપનાર મહામા શ્રીક્રાઈસ્ટના પ્રતિનિધિ રૂપે જ પાપ ( મહાધર્મગુરુ ) રામ નગરમાં રહી આખા યુરોપ ઉપર પોતાનો અમલ ચલાવવા લાગ્યા. એ સમય દેશપર પણ અવ્યવસ્થાનો હતો એટલે તેવામાં બલનેજ સર્વ નમતું હતું. એટલે જેમ અધિકાર વધારે, જેમ સામર્થનું એક એક સ્થાને કેન્દ્રિત થવું અધિક, તેમ તેમ બલવત્તાનું સિદ્ધ થવું અને સુખને સંભવ એ ધારણ તે વખતના વ્યવહારનું નિયામક હતું તેથી તે વખતમાં આર્યકુટુંબભાવના જેવીજ ભાવના રાજ્યાદિભાવનાની પણ નિયામક હતી, અને એનેજ વધારે સારી રીતે સિદ્ધ કરવા છેક વારસા સુધીના નિયમ પણ જ્યેષ્ઠ પુત્રજ વારસ થાય એવો હતો, જે અદ્યાપિ પણ યુપમાં ઘણે સ્થાને પળાય છે. પરંતુ આ સમય બદલાઈ જતાં વાર લાગી નહિ. યુરોપ દેશના ઉત્તર ભાગની ઠંડી હવામાં બહુ સ્વતંત્ર અને બુદ્ધિમાન પ્રકૃતિના લેક પેદા થાય છે તેમ થવા લાગ્યા; અને સમુદ્રયાનઠારા, યુદ્ધકલામાં સુધારો થવાને વેગે પરદેશ જવાના સંભથી પાલેસ્ટાઈનમાં થતા ધર્મયુદ્ધમાં વિદેશીય પ્રસંગને બલે, તથા ગ્રીક ભાષાના પ્રાચીન ગ્રંથા ઠામ ઠામ વેરાયા તે ઉપરથી, આખા દેશને લાકિક અસર થઈ અને ઉત્તમ બુદ્ધિમત્તાનાં પ્રદેશમાં એક વીર જાગ્રસ્ત થયા. તે વીર તે લ્યુથર. એણે પાપ અથવા મુખ્ય ધમષ્પક્ષ જેક્રાઈસ્ટના પ્રતિનિધિ તેના અધિકાર વિષે શંકા ઉઠાવી, અને મહા પાતકામાંથી પણ તે પાપ પોતાના વચનમાત્રથી માણુસાને મુક્ત કરાવી શકવાને દા રાખતા તે વાત તદન ખેાટી ઠરાવી. આ ધીરે ધમેમાં આવા સુધારા દાખલ કરી ધર્મગુરુઓની અસર તેડી તેની સાથેજ એક બીજા પ્રકારનો ફેરકાર પણ એજ કેન્દ્ર તરફ પોતાનુ’ બલ એકત્રિત કરી આવવા લાગ્યા હતા. પદાર્થવિજ્ઞાન શાસ્ત્રના શેાધા પણ આ સમયમાં ધમધોકાર વધતા ચાલ્યા હતા, અને ખગોળશાસ્ત્રને અsanani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50