પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૯૪ સુદર્શન ગાવલિ. નહિ કે એ વ્યવહાર પાશ્ચાત્ય સંસગોંથી ઉત્પન્ન થયે છે પણ ઢોંગી ધર્મપ્રવર્તકેએ સ્વાર્થ અને અનાચાર માટે ઉપજાવે છે; તેને પાશ્ચાત્ય અસરથી ધર્મપર ચાલતા અંધારામાં ટેકા મળે છે; અને તે પણ આર્યભાવનાને વિધ્વંસ કરવામાં સહાય થાય છે. પતિ એજ સ્ત્રીને પૂજય છે, દેવ છે, એમ નિશ્ચય છતાં, સ્ત્રીએ ગુરુ, દેવ, દેવતા, કરતી રખડે એ રોચનીય વાત પાશ્ચાત્ય સ્વાતંત્રયના વિચારોને પ્રમાણુ કરવા જેવી લાગતી હશે પણ અમને તે સર્વથા આર્યનીતિથી વિરુદ્ધ અને આર્યકુટુંબભાવનાનો વિનાશ કરનારી લાગે છે. આમ જ્યાં જોઈએ ત્યાંથી આર્ય કુટુંબ ભાવનાને તાડનારી અસર પાશ્ચાત્ય સંસગો. માંથી પેદા થઈ છે. કુટુંબભાવના ગઈ તો આખું આયત્વ ગયું, અને આપણે આપણા પ્રાચીન ઇતિહાસનું અભિમાન ખાયું–કે આપણી એક પ્રજા રૂપે ગણતરી પણ ગઈ, અને આખા દેશની મહત્તા જે ઐકય ઉપર આધાર રાખે છે તે પણ પરવાર્યું. પ્રાચીન વાતોના વિનાશ થવામાં જેને હર્ષ થતા હોય તેણે વિચારવું જોઇએ કે જે મહકાય એ ભાવનાઓથી સધાયાં છે તે સધાય છે, તેવાં પુનઃસાધી શકાય તેવું તે ભાવનાને ઠેકાણે બીજું કાંઈ આવી શકે છે ? પાશ્ચાત્ય અને અત્રત્ય અસરોને માટે સંધઃ ગૃહમાંજ ચાલે છે. ત્યાં કોનો વિજય થાય છે એ કહેવું એક માણસના ટુંકા જીવનના અવલોકનથી બની શકે એમ નથી; આવું વિવેચન કરી આપવાથી જે સારાસાર સમજાય તેને અનુસરી વિવેકીએ પોતાનાં કુટુંબ સંભાળે, પોતાનાં બાળકને સાચવે, આભાપણ કરી પ્રેમભાવથી પરસ્પરને સહાય થાય તો લાભ થવાનો સંભવ છે. | આટલે સુધી આપણે મૃત્યુ અને શાલા એ બે વિભાગને તપાસી જોતાં પૂર્વની રીતિ સ્થિતિ અને પરંપરા ઉપર પશ્ચિમના સંસર્ગોથી કેવી અસર થઈ છે તે જોયું; તથા તેની સાથે એ પણ કેટલેક અંશે જોયું કે હવે પછી કેવા પ્રસંગ બનવાનો સંભવ છે, ને કેવી સ્થિતિમાં ઉભય અસરેનું યોગ્ય સંમિશ્રણ થઈ શકશે. હવે આપણે ચતુષ્પથ એ નામથી જે વિભાગ પાડ્યા છે તે તપાસવાના બાકી છે. ચતુગથ એટલે ચાટુ, બજાર; પણ એના અર્થમાં એકલા વ્યાપાર રોજગાર સમાસ કરવા ઉપરાંત, લેક એવું જે કાંઇ મનાય છે અને તેમના અભિપ્રાય (public opinion ) ની જે અસર હોઈ શકે છે તે વિષે, એકંદર નીતિના સમષ્ટિ. ગત અને વ્યક્તિગત સ્વરૂપ વિશે, અને તે નીતિના આધારભૂન ધર્મસ્વરૂપના પ્રકાર વિષે, આપણે વિચાર કરીશું. ત્યારે આ વિભાગના પાછા ચાર પેટાવિભાગ પડેછે: ધર્મ, નીતિ, લેકમત, વ્યાપાર. આવા ઉલટા કમથીજ એ ચાર વિભાગને વિલકવા ઉચિત છે, કેમ કે ધર્મ એ સર્વથી પ્રથમ છે નીતિનો આધાર છે. ધર્મની વ્યાખ્યાજ આપણે એવી માનતા આવ્યા છીએ કે “નિયસુખસ્વરૂપનો તાવિક વિચાર; ” એટલે તે સુખની પ્રાપ્તિના માર્ગરૂપ નીતિ, અને તે નીતિને અનુસરીને ચાલતે લાકમત, તથા તે સર્વના એકત્ર સ્વરૂપથી નિયમાતે વ્યાપાર રોજગાર અને તેને અંગે થતી દેશની ઉન્નતિ, એ બધાનો વિચાર આવા ઉલટા ક્રમથીજ કરવો ઠીક પડશે. ' આપણા દેશમાં એક ધર્મ છે એમ કહેવાનું અશકય જેવું છે; તથાપિ હિંદુધર્મ એ એકજ ધર્મ છે એમ કહેવાને બાધ નથી. જૈન અને બૌદ્ધ પણ એ શબ્દમાં સમાય તે કાંઇ વિરોધ આવવાનો સંભવ નથી, કેમકે અન્ય મત મતાંતરને બાજુએ રાખતાં જથી ભિન્ન એવા ચૅ. તન્યનો સ્વીકાર, પુનર્જન્મ કુમદિ વ્યવસ્થા, અને તે બે સિદ્ધાંન્તાનુસાર પ્રવર્તની નીતિ, એટલું" તે “ હિંદુ ” એ નામધારી સર્વ ધર્મવાળાને ગ્રાહ્ય છે એમ મારું માનવું છે. અનેક ધર્મ, andhi Heritage ortal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50