પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ, ને ઘણો મહટ ભાગ માને છે, નવીન અસર અમુક સંસ્કારવાળા અતિ વિરલ જનમાં જણાય છે, પણ એ બેનો વિરોધ આપણા આખા સંસારમાં, આપણા ગામમાં, આપણા દેશમાં, ને આપણું ધરમાં પણ વ્યાપવા લાગ્યા છે. જેજે આચાર અને વિચારને ધર્મનું અંગ માનવામાં આવે છે તેમના એકાન્તમાં ભંગ કરો અને બહાર તેમને વળગી રહી પ્રાચીન અસરથી નિમું ક્ત ન થયેલા જનસમૂહની રુચિથી વિરુદ્ધ ન જવું એ વ્યવહાર પણ વારંવાર દીઠામાં આવે છે. હૃદયબલના અતિ અ૯૫વનું જ આ પરિણામ છે. ધર્મ નિશ્ચય ન હોવાથીજ હૃદયબલ આવું ક્ષીણ રહે છે; અને ધર્મ નિશ્ચય ન થવા દેવામાં પાશ્ચાત્ય અસરાના વેગને તથા અત્રત્ય જ્ઞાનની પરિપૂર્ણતાના અભાવને કારણુ માનવાં પડે છે. એવો પણ સમય હતા કે કપાલમાં ભસ્મ ટીલું આદિ કરીને, કે પગમાં બુટ મોજા પહેર્યા વિના, કે કસો વાળા ડગલા પહેરીને, સાહેબ લોકેાની મંડલીમાં જવામાં માણસે કાંઇક ક્ષોભ માનતા હતા, વખતે સાહેબ અરચિ કરશે એમ ધારતા હતા; આજ એ પણ વખત ધીમે ધીમે જણાય છે કે એની એ વાત એ ને એવે પ્રસંગે કરવામાં પણ કાંઈ ક્ષોભ કે ડર લાગતો નથી. એવું પરિણામ આપણને જે હૃદયબલ પ્રાપ્ત થયું હોય તેનું જ છે, ને તે હૃદયબલ આપણે આપણા શાસ્ત્રાદિના પર્યાલચનથી કે તદ્વિપરીત પાશ્ચાત્ય જડવાદના પરિશીલનથી જે નિશ્ચય પ્રાપ્ત કર્યા હોય તેમાંથીજ ઉદ્ભવ્યું છે એમ પણ કહેવામાં બાધ નથી. ત્યારે પાશ્ચાત્ય અને અત્રય ધર્મસંસ્કારના સંધમાંથી ધર્મબુદ્ધિ શિથિલ પડતાંજ હૃદયબલ ક્ષીણ થયું, અને ક્ષીણું હૃદયબલને લીધે ગૂઢ પ્રતારણા પ્રકારનો પ્રચાર થયો. એમ કહેવામાં બાધ નથી. પ્રતારણુાના પણ વિવિધ ક્રમ છે, ને જેમ કાયદાએ તેમ એકંદર નવીન પદ્ધતિના સાક્ષરોએ ખાનગી અને જાહેર નીતિ એવા બે વિભાગ પાડ્યા છે તેમાં તેના અનેકરૂપે પ્રસાર થવાનો સંભવ છે. જે પાશ્ચાત્ય અસરે પ્રાચીન ધર્મનિશ્ચય ઉપર જોર કરી, રહી છે, તેને અંગે પ્રાચીન આરતાવાળા લોકોનું હૃદયબલ ક્ષીણ થઈ ગયું છે, અને તેમણે ધર્મ અને વ્યવહાર વચ્ચે એવા મહેતા વિરોધનો સ્વીકાર કર્યો છે કે વ્યવહારમાં ને ધર્મમાં નીતિનું સ્વરૂપજ જુદું માન્યું હોય એમ થઈ ગયું છે. જેને વ્યવહારમાં નીતિ કહેવાય તેને ધર્મ અનીતિ કહે છે, ધર્મમાં નીતિ કહેવાય તેને વ્યવહાર અનીતિ કહે છે, ને પાછું એ વિરોધનું સમાધાન ધર્મમાંથીજ તે લોકો કરી લે છે. સાક્ષી પૂરવામાં, વેપાર કરવામાં, વ્યાજ ગણવામાં, હારજીતના પ્રસંગમાં, સહેજ સહજ જુઠ, અન્યાય, મેગ્યતા, તેનો ઉપયોગ કરવામાં જાણે કાંઈજ પાપ નથી એમ માનનારા માણસો પણ સુકવેલા દાણા ખાઈ જતી ગાયને લાકડી મારવામાં અનર્થ થયો માને છે, તુલસીને પગ અડકે તે દશવાર પગે લાગે છે, અને એમ વ્યવહારમાં કરેલા અનર્થના નિર્વાહ પણ ધર્મની કોઈ યજ્ઞયાગાદિ, બ્રાહ્મણ ભેજનાદિ, કે દશાંશ અર્પણુ આદિ ક્રિયાથી કરી લે છે. કર્મના અચુક નિયમ જે આપણા ધર્મના સ્તંભ છે તે ઉપરથી નિશ્ચય ખસી જવાને લીધે આવું જ પરિણામ આવે છે તેના જેવું જ પરિણામ, પુરુષાર્થસાધ્ય જ્ઞાન એજ પરમાનદ છે, મોક્ષ છે, એ સિદ્ધાન્ત શિથિલ પડવાથી, ગુરુઆચાર્યાદિને અનેક જાતનાં કત્રિત સ્વાર્પણ પયેતને ભાળે અનાચાર વિરતારે છે. ધાર્મિક-પ્રાચીન અાસ્તાનુસાર ધાર્મિકકહેવાતા ને કહેવરાવતા લોકેાનાં હદય જુઓ તો એટલાં સાંકડાં કે તેમાં પોતાના પાડોશીના ખાટલે પિતાના બારણુ આગળ અર્ધા કલાક તડકે મૂક્યો હોય તે તેની પણ જગા મળે નહિ, એટલાં નીચ કે કોઈની પતા કરતાં અધિક ઉન્નતિ સહન કરી શકે નહિ, તે છતાં andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450