પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2013/13 ૫૧૧ પૂર્વ અને પશ્ચિમ, અપેક્ષા છે. લાભ હાનિ, રાગદેષ, જય પરાજ્ય, લોક પરલેક, આદિ જે જે ચિંતાઓ હૃદયને વિષુબ્ધ કરી સર્વ સ્થિતિમાં સમતાના આનંદ ભેગવવામાંથી તેને પાછું હઠાવે છે તે બધાં ત્યારે જ નીકળી જાય છે કે જ્યારે વ્યવહારમાત્ર, પ્રવૃત્તિમાત્ર, નિવૃત્તિમાત્ર, હૃદય સાથે અને હૃદયદ્રારા તથા હૃદયમાં થાય છે. હું એમ ધારું છું કે વ્યક્તિપ્રધાન નીતિવાળા પાશ્ચાત્ય અને સમષ્ટિપ્રધાન નીતિવાળા અત્રે એ ઉભયના સંધટનું શુભ પરિણામ હૃદયની ભૂમિકા ઉપર પહોચ્યા વિના આવવાનું નથી. ત્યાંજ ઉભયના ભેદ વિદ્યમાન સતે અવિદ્યમાનવત થઈ રહેશે. પછી એજ્યમાં ભંગ થવાના પ્રસંગ નહિ જેવાજ થવા જોઈએ. પણ એ દિવસ કયાં ? કોણ જાણે કેટલે યુગે આવશે. હાલ તુરત આપણું કર્તવ્ય આપણે આપણાપણું સાચવવું એટલું જ છે. એ આપણાપણું શું છે ? કયાં છે? ઇત્યાદિ મુની સહજે થશે, અને આટલે સુધી હૃદય, ઐકય, આદિ જે જે વાર્તાએ કથવામાં આવી છે તે વાતોના અન્યથાપ્રહ થવાના પણુ કવચિત્ સંભવ જણાશે. પણ સ્પષ્ટતાને અર્થે કહેવું આવશ્યક છે કે આપણાપણું આપણા ધર્મમાં છે; આપણી પ્રાચીન અભેદભાવનામાં છે, ને તેને વળગી રહેવામાંજ આપણું પરમ ક૯યાણ છે; આપણું જ નહિ સર્વનું પરમકલ્યાણ છે. આ વિષયની ચર્ચા થતે થતે એ વાત અનેક વાર પ્રતિપ્રાદિત થઈ ગઈ છે, અને સૂક્ષ્મ દૃષ્ટિથી વિલકનારને સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ છે કે અભેદભાવના અને ભેદભાવનાની તુલના કરવાના ધોરણથીજ આ આખે વિષય ચર્ચા છે. અધિક સ્પષ્ટતા થવાને અર્થે આપણે અભેદભાવનાના સિદ્ધાન્તને અર્વાચીન એવી કેટલીક વ્યાવહારિક વાતોને લાગુ કરી એમ બતાવવા યત્ન કરીશું કે એ ભાવનાને અનુસારે કયે સ્થાને કેટલા અને કેવા ફેરફાર ઇષ્ટ અને લાભપ્રદ છે. એમ કરવાથી આ વિષયની છુટતા સારી થતાં શું કર્તવ્ય છે તેનો પણ કાંઈક તાદશ ગ્રહ થવાનો સંભવ છે. એટલું કહેવા સાથે આ વિષયની પણ સમાપ્તિ છે. અભેદભાવનાના સિદ્ધાન્ત લક્ષમાં રાખી જનસમૂહના વ્યવહારમાત્રની વ્યવસ્થા અને સમાપ્તિ થવી આવશ્યક છે તે એટલા માટે કે કેવલ અત્રત્ય એટલે પૂર્વે અથવા આર્યાવર્તન નું જ નહિ પણ પશ્ચિમ એટલે ઇંગ્લેંડ આદિ દેશનું ને સમગ્ર દુનિયાનું કલ્યાણ એ ભાવનાના આશ્રયમાં છે. જ્યાંસુધી ભેદની ભાવનાને વળગી રહી હું અને મારું તેને મનુષ્ય વધારે વળગતું' જશે ત્યાં સુધી ઈર્ષ્યા, ષ, કલહ, કુટિલતા, પ્રતારણા, વ્યસન, વ્યભિચાર અને દ્રોહ, વિના બીજી નીતિ પ્રવર્તનાર નથી, જો કે તેને ગમે તેવાં ભવ્ય નામે આપીને આપણે વ્યર્થ સંતોષ માનીએ તે જુદી વાત છે. વર્તમાનકાલના અંતઃકરણમાં સલપરિવર્ત થઈ ગયા વિના બાહ્ય શિષ્ટાચાર અને વચનવિનોદનો વિસ્તાર કરવામાં પ્રતારણ વિના બીજુ" કાંઈ જ નથી, ને તેનું મૂલ કારણ ભેદભાવનાને આશ્રય એજ છે. અભેદ ભાવનાને આશ્રય કરો એમ કહેનારા એવું કહેવા ઈચ્છતા નથી કે નાત જાત દેશવિદેશ આદિ સમગ્ર ભેદસંસ્થાને નિમ્ લ કરી નાખે, રાજ્યવ્યવસ્થા ઉંધી વાળા, કે કુટુંબ અને યુક્તિનાં જે અનંત તારતમ્ય છે તેને ઉડાવી દે, કે વિદ્યમાન એવી ભૈતિક સૃષ્ટિના ભેદ ઉપર અભેદ મંત્રની પૂંક મારી તેમને ઓગાળી નાંખે, પ્રાકૃત લોકો અદૈત, અભેદ, આદિ સમષ્ટિભાવનાઓનું તત્ત્વ સમજવા વિના આવા ક્ષુદ્ર - ક્ષેપ કરી તે ભાવનાનું વ્યાધાતરવરૂપ કે તેની અશકયતા અથવા મૂર્ખતા સિદ્ધ કરવાનું નિઃસાર પાંડિત્ય કરતા જણાય છે, પણ એ બધા અજ્ઞાનજન્ય હૃમમાત્રજ છે. એ anani Heri srita 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી Il/50