પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૧૨ સુદર્શન ગદ્યાવલિ, નિષ્કર્ષ કાઢવા એ તે “ નિહિલીસ્ટ ” કે “ફેનીઅન ” નાસ્તિકના જેવી અધોગતિજ થઈ. તત્ત્વ એ છે કે બાઘ એવા જે જે નૈસર્ગિક કે કૃત્રિમ ભેદ જણાય છે, આંતર એવા તૈસર્ગિક કે કૃત્રિમ વૃત્તિ ઉમિ આદિના ભેદ જણાય છે, તે બધા વિશ્વમાત્રના નિર્વાહ કરનાર જે પ્રકૃ. તિ અથવા સ્વભાવ તેનાંથી થયેલા છે; જે ચૈતન્ય એ સર્વ ભેદનું અધિષ્ઠાન છે, ભેદમાં ભેદ પામે છે. અમેદમાં અભેદ અનુભવે છે, ને ભેદાભેદ સર્વનું નિવહક હાઈ પોતાના સ્વભાવથીજ નિરંતર ભેદમય ભાસતા વિવત પામી સર્વદા સ્વરૂપમાં પરાવર્તન પામે છે, તેના એ ભેદમાત્ર કલ્પિત પ્રકાર માત્ર છે, સર્વથા ભેદજ નથી, અભેદમાત્ર છે, એટલે રાગદેષ કલહાદિનાં વિષય કોઈ રહેતાં નથી. એકરસ ચૈતન્ય પિતે પિતાને આનંદે સર્વત્ર ભિન્ન પ્રકારે વિલસે છે તેમાં સર્વત્ર પ્રેમભાવ અને આનંદરૂપ અભેદ વિના બીજી વૃત્તિનો અવકાશજ નથી. હું-તું એ વ્યક્તિને નિર્વાહ અને તે તે વયક્તિસંબદ્ધ જે કર્તયતા તેમાં આવી ભાવનાથી કશે વિક્ષેપ પડનાર નથી એ વાત કૃષ્ણનું નસંવાદથી શ્રીમદ્ભગવદ્ગીતામાં અનેક પ્રકારે સ્પષ્ટ થયેલી છે. અભેદભાવનાનું આવું તત્ત્વ છે, એ તત્ત્વમાં અવગાહન કર્યા પછી. દિવ્યચક્ષ પ્રાપ્ત થાય છે, જેથી દૃષ્ટિપાત થતાની સાથે સર્વત્ર અભેદનું જ દર્શન થયા વિના રહેતું નથી. વિરાટનું દર્શન કરાવવાને કૃષ્ણ અર્જુનને એટલાજ માટેજ દિવ્યચક્ષુ આપ્યાં હતાં. | આ અભેદભાવના જ્યારે આપણા અને મનુષ્યમાત્રના રુધિરની સાથે રુધિરરૂપ થઈ જીવનમાં અને શ્વાસમાં પણ અનુભવાશે; એનો અનુભવ કરીએ છીએ; એનો અનુભવ થાય છે કે થયે, એ આદિ આયાસના વિચારમાં કતકરણનું અનુસંધાન તે ભુલી જવાય એવા સ્વભાવસિધ્ધ સહજાનંદ અનુભવાશે; ત્યારે જગત માત્રનું પરમકલ્યાણ થશે, પૂર્વ અને પશ્ચિમના જે અત્યંત વિરોધ છે તે મટી જઈ પ્રેમાશ્લેષમય સંધિ થઈ રહેશે.' પ્રથમ રાજ્યભાવનાનેજ જોઈએ, અભેદભાવનાને પ્રજાસત્તાક તેમ એક વ્યક્તિ પ્રાધાન્ય ઉભયે રાજ્યક૫ના ઈષ્ટ છે. જે સમષ્ટિપ્રધાન કુટુંબભાવના છે તેને તે વિસ્તાર હોય એટલે પૂર્ણ છે. વર્તમાન સમયમાં તે પાશ્ચાત્ય રાજ્યકર્તાઓના લાભ અને અત્રય પ્રજાવર્ગના લાભ ઘણી વાતોમાં પરસ્પર વિરૂધ્ધ દેખાય છે. એ વિરોધ ટાળવા એજ કર્તવ્ય છે. એ અર્થે આપણે આપણામાં જે સમષ્ટિભાવના છે તેને દૃઢ કરી આપણું સ્થૂલ તેમ સૂમ ઐકય સાધી આપણા રાજ્યકર્તાઓને એ ભાવનાનું બલ સમજાવવું અને એ ભાવનાને માન આપતા કરવા એજ આપણું કર્તગ્ય છે, એમાં ન્યાય, સ્વાર્પણ અને નીડરતાના માર્ગનો આશ્રય કરવામાંજ આપણું અને આપણા રાજયકર્તાઓનું ઐકય થવાનો સંભવ છે. વ્યવહારમાં આપણે આપણી જે કુટુંબભાવના છે તેનેજ સર્વથા અનુસરવું એ શ્રેયસ્કર છે. કુટુંબમાં તેમ ગામમાં અને આખા દેશમાં કે દુનીયામાં એ ભાવનાને અનુસારે આપણે આપણુ વર્તન રાખવું ઉચિત છે. વ્યાપાર, રોજગાર, વ્યવહાર, જ્ઞાતિ, મિત્ર, સર્વત્ર અમેદની સરલ વૃત્તિથી આચાર પાડવામાં અભેદભાવનાનું સંરક્ષણ છે, અને કર્તવ્ય વિચાર, અને વાણીનો જાણી જોઈને અભેદ રાખો એ ઉત્તમોત્તમ નીતી છે. કોઈ પણ પ્રસંગ એવો નથી કે જેને આ નીતિ અને આ ભાવનાને સિધ્ધાન્ત લાગુ કરીને તુરત વ્યા વહારિક નિર્ણય કરી ન શકાય. એક ભુલ વ્યવહાર પર અભેદાનુયાયીઓ પણું વારંવાર કરે છે. જેના વિષે થોડીક ચેતવણી આપવી આવશ્યક છે. મનુષ્ય અભેદભાવનાને સમ ન્યા પછી વ્યવહારના પ્રસંગોમાં તે ભાવનાથી નીકળતી નીતિને લાગુ કરતાં બહુવાર ભુલ Gandhi feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850