પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુદર્શન ગદ્યાવલિ. એ ભાવના બન્યા છે ? પોતાના જ્ઞાનપ્રદેશના કયા ભાગ પથરે જણાય છે ? પોતે કેવી રીતે ક્ષણભર પથરે’ થયો છે ? એજ પથરા સાથેની તન્મયતા છે, તન્મયતાથીજ તે બધું સમજાય છે. તમયતા એજ અભ્યાસ એવું પથરાના સંબંધે કહીએ કે ગણિતના સંબંધે કહીએ તો પણ કાંઈ ખોટું નથી, ઉલટું તત્ત્વ સમજવાનું અભ્યાસ પરમ સાધન છે એ વાતનું રહસ્ય સમજાય છે. જ્ઞાનીઓ કહે છે કે જ્યાં દષ્ટિ કરે ત્યાં તત્ત્વજ છે, ત્યાં પોતેજ બરાબર છે, એ વાત ખોટી નથી, કેમકે હરકોઈ એક પદાર્થ માં પણ એવી તન્મયતા પ્રાપ્ત કરે એટલે તેનું સ્વરૂપ પ્રત્યક્ષજ છે. એવી તન્મયતા એક વાર થઈ એટલે જાણે તમે તન્મયતાની પાઠશાલાની એમ. એ. ની પદવી મેળવી, અને તન્મયતાના માર્ગ માં તમે દેડયા જાઓ: કદાપિ કહીક બે ચાર દશવાર પાંચમીનીટ કોઈ તમારી પદવી તપાસવા ઉભા રાખે તો રાખે, બાકી ચાલ્યાજ જાઓ. એમ ચાલીને કયાં જાઓ ? સર્વત્ર એવી તન્મયતા પામે, દૃષ્ટિપાત થતાની સાથે તન્મય થઈ રહ:-એમ આખા વિશ્વથી અભેદ અનુભવે, ને બધે પોતે પેતાનેજ જોઈ તેની સાથે રમ્યાં કરે. એનેજ ઉપનિષદમાં એક જ્ઞાનથી સર્વ જ્ઞાન” થવાનું કહે છે, ત્યાં જે “ એક ” સમજવાનું છે તે આ તન્મયતા તેજ એ “ એક ” છે, એના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય છે. તન્મયતા અભ્યાસથી આવે છે, જ્ઞાન અભ્યાસથી આવે છે, આ વાત નિર્વિવાદ થઈ ગઈ, એટલે હવે આપણે પૂછીએ કે નિશાળે અને પાઠશાલાઓમાં ભણનારમાંના કેટલા પરીક્ષા પાસ કરવા કરતાં બીજી તન્મયતાથી ભણ્યા છે કે ભણે છે ? વ્યવહારમાં ફરનારા કેટલા ઉદરનિર્વાહ કરતાં બીજી વાત સાથે તન્મય થઇને વ્યવહાર કરે છે ? પુરતક વાચનારમાંના "કેટલા એક કલાક ગાળા, કે જરા જાણપણું બતાવવા માટે ચાલતા જમાનાની કાંઈ થૈ થૈ વાતચીત જાણી રાખવી, એ કરતાં બીજી વાત સાથે તન્મયતા રાખી ને વાચન ચલાવે છે ? શાસ્ત્રાને અભ્યસનારામાંના કેટલા પંડિત કહેવાના અભિમાનની લાલસા કે વાદવિવાદમાં પરાક્રમ બતાવવાની લાલસા કરતાં બીજી વાત સાથે તન્મય થઈને શાસ્ત્રોને વિલાકે છે ? અને મારા દેવદર્શન ભટકનારા, માલા પૂજા કરનારા, અને નિત્ય કોઈ પાઠ કરવાના નિયમ રાખનારા, લાકમાંના કેટલા ધર્મિક, પ્રતિષ્ઠિત, નૈદિક, સાત્વિક, કહેવરાવવા કરતાં બીજી ઈચ્છા સાથે તન્મય થઈને તે તે વ્યવહાર કરે છે ? પ્રાર્થનામાલાને હાથમાં લેઈ દર અઠવાડીએ સમાજમાં જનારામાંના કેટલા ‘ ફેશન’ કરતાં બીજી વાત સાથે તન્મય થઈ પ્રાર્થના ગાય છે ? ઉપનિપ૬, ભાગવત, બ્રહ્મસૂત્ર, ગીતા, વિચારસાગર, વૃત્તિમભાકર, ઇત્યાદિ શાસ્ત્રવિષયોને વાચનારામાંના કેટલા, ** વેદાન્તી છીએ” એ કરતાં બીજી કંઈ વૃત્તિ સાથે તમય થઈને અભ્યાસ ચલાવે છે ? યોગ સમાધિ આદિની વાતો કરનારા, તે માટે ઘેર ઘેર અને ગુરુ ગુરની પાછળ ભટકાં મારનારા, તેમાંના કેટલા બૈરાં છોકરાં સુખ સંપત્તિ વિજય ઇત્યાદિ વિના બીજી આ કાંક્ષા સાથે તન્મય થઈ જિજ્ઞાસા કરી રહ્યા છે ? અને અત્યારે આ લેખને વાચનારમાંના પણ કેટલા * આ શું લખ્યું છે ? એમાં તો અમુક રીલેકસૈારે આમ કહ્યું છે ને અમુકે આમ કહ્યું છે, આ કાંઇ બરાબર નથી, એનો જવાબ છે' એ કરતાં બીજી વૃત્તિ સાથે તન્મય થઈને આ શબ્દો વાચે છે ? sanahi age Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50