પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાજ્ય અને ધર્મ, ૫૧૯ ક્રીસ્થીઅન કોઈએ ધર્મ મૂલમાં આ ભાવનાથી ભિન્ન નથી, તે તે ધર્મ પ્રવર્તાવવાનાં સાધનોએ કરીને ભિન્ન થઈ ગયા છે, અને એ સાધનાની પ્રકૃતિ ઉપરથી તે તે ધર્મનું આયુષ બંધાયું છે. ધર્મભાવનાનું શુદ્ધ સ્વરૂપ કેવલ ભાવગમ્ય છે અને તે ભાવને સ્કૂલબુદ્ધિમાં ઉતારવાનાં સાધનોને યોગે તે તે ધર્મની ભિન્નતા થઈ છે એ વાત કદાપિ ભુલવા જેવી નથી. જે ધર્મપ્રવર્તકને જેવાં જનોને ઉપદેશ કરે પ્રાપ્ત થયો તેવું તેણે પોતામાં પ્રકટેલી ધર્મભાવનાને રૂપ આયું. ભાવનાને સર્વ જન સમાન રીતે સમજી શકતા નથી, કોઇને કાંઇ, કોઈને કાંઈ, એમ સર્વને ભિન્ન ભિન્ન સાધનથી ભાવનાની દૃષ્ટિ થઇ શકે છે. મૂલે એક 'છનાં તેથીજ ધર્મા પરસ્પરથી જુદા પડે છે; અને જુદા પડવા છતાં પણ સત્ય, સદાચાર, અસ્તેય, દયા, ક્ષમા, આદિ પર કોઈ પણ ધર્મને વિવાદ નથી. આમ હોવાથીજ ધર્મના સાધારણ અને અસાધારણ એવા ભેદ થયા છે. જે અભેદભાવનાનો અપરાક્ષ અનુભવ કરાવવાનો ધમમાત્રને હેતુ છે તે સાધારણુધર્મને વિષય છે; તે તે દેશકાલાનુસાર એ ભાવનાને સમજાવવા તથા અનુભવાવવા જે યોજનાઓ કરેલી છે તે અસાધારણુધર્મનો વિષય છે, સાધારણ ધર્મત સર્વત્ર એકના એકજ છે; અસાધારણ ધર્મ સર્વત્ર ભિન્ન છે. દેશ, કાલ, શ્રવણ કરનાર એ સર્વ ઉપર એટલે કે જેને શાસ્ત્રમાં અધિકાર કહે છે તે ઉપર લક્ષ આપીને રચેલી ધર્મવ્યવસ્થા જ્યાં સુધી સતેજ અને સજીવ રહી ત્યાં સુધી તે તે ધર્મનો વિજય થયાં ગયો. પણ મનુષ્યને એમ લાગતું ગયું કે અમુક ધમૅપ્રકારો તો બેટા છે, ઢાંગ છે, માત્ર કલ્પેલી યુક્તિઓ છે, તેમ તેમ તેમના મનમાંથી ધર્મ ઉપરની શ્રદ્ધા ઓછી થત થતે ઘસાઈ જવા [ લાગી અને ધર્મને અંગે જે ઉદારતા, સ્વાર્પણ, પરાક્રમ, ભવ્યતા, તેમના લોહીમાં જાગ્રત હતાં તે અસ્તપ્રાય થઈ જઈ તેમને સ્થાને સ્વાર્થ, આલસ્ય, કૃપશુતા, કુસંપ અને નિસ્તેજસ્વિતાનો ઉદય થયો. ક્રિશ્ચિઅન ધમૅનું મૂલસ્થાન જેરુસલેમ તેને મુસલમાનોના હાથમાંથી છોડાવવાને જે પ્રજાના રાજકુમારોએ, સામતોએ, કોઈ કોઈ રાજકુમારિકાઓએ અને ગૃહસ્થની સ્ત્રીઓએ, અનંત ધનને અને પ્રાણુનો વ્યય કરેલો તેની તેજ પ્રજા એ સમય પછીના એકજ શતકમાં એના એજ ધર્મનો તિરસ્કાર કરતી, તેને પાપને ઢાંગ માનતી, અને ધર્મભાવનામાંથી શિથિલ પડતી કેમ થઈ ગઈ ? પંદરમી સદીને આરમે કન્ટેન્ટીનોપલ પડી ભાગ્યું, અને ત્યાં પ્રાચીન સમયથી સંધરાઈ રહેલી વિદ્યાસમૃદ્ધિને આખા યુરપ ઉપર પ્રસાર થઈ ગયો; એ પ્રસારને અંગે વિદ્યા, કલા, સાહિત્ય આદિ સર્વમાં વધારે તેજ આવ્યું, નવા નવા શોધ થયા, ધર્મની પણ વધારે શાસ્ત્રીય ચર્ચા ઉડી, બાઈબલનાં લાટીન અને ગ્રીક ભાષાંતરે, તે બાઇબલના હીમાયતી ધર્મગુરુઓ તેનો જે અર્થ પિતાના આચાર વિચારમાં દર્શાવતા હતા તેને અનુરૂપ છે કે નહી તે જોવા માટે ફરીથી તપાસાવા લાગ્યાં. ધર્મગુરુઓએ પણ જિસસક્રાઈસ્ટના પ્રતિનિધી હરી, તેને નામે પાપની મારીઓ, સ્વર્ગમાં જવાના પરવાના, ઈત્યાદિ પૈસા લઈને વેચવા માંડયું હતું: એટલે એક પાસા ધર્મની ઉત્તમત્તમ ભાવનાને વિશુદ્ધ ન રાખતાં લેકના અજ્ઞાનનો લાભ લેઈ પોતાના સ્વાર્થ સાધવાના પ્રકાર ધર્મગુરુઓમાં ચાલ્યા હતા, બીજી પાસા જ્ઞાન અને વિદ્યાની વૃદ્ધિ થવાથી લોકો વિચારવાનું થયા હતા;-લ્યુથર જેવા એક અપ્રસિદ્ધ ખેડુતનેજ ધર્મગુરુઓના અધિકાર ઉપર આક્ષેપ કરવાનું અને બાઈબલને ખરે અથે પ્રસિદ્ધ કરવાનું શર આવ્યું. જેને ‘રફારમશન' કહે છે. તે સર્વત્ર પ્રસર્યો અને ધર્મની ભાવનાને ધર્મગુરુઓએ જે અધર્મતામાં ઉતારી દીધી હતી તેને andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50