પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ૩૮ સુદશન ગદ્યાવલિ, રાજપુ ! તમારામાં કર્તવ્યભાવના હશે, તે ભાવના ઉપર વિશ્વાસ હશે, તમે રાજપદની જવાબદારી સમજતા હશે, તે તમારા પ્રતિનિધિઓ પણ સહજમાં તમારા જેવા થશે; તમારા પિતાના દોષજ ઘણે ભાગે તમારા કારભારીઓમાં પ્રતિબિંબિત થાય છે. કારભારનું અધુમ સ્વરૂપ ઉપજાવવામાં પણ તમે પોતે ઘણે ભાગે જવાબદાર છે, તેમ કારભારને ઉત્તમ સ્વરૂપે પણ તમેના તમેજ લાવી શકશે. રાજ્ય અને કારભાર ખાટી ખટપટ, જુઠાં કાવતરાં, નકામી ખુશામદે, જવાબદારી ઉડાવવાની યુક્તિઓ, પરસ્પર અવિશ્વાસ, અને વચન માત્રનીજ સફાઈ, એટલા વિના ચાલી ન શકે એવું' જે દુષ્ટ સૂત્ર આજકાલ રાજપુત્રાના મગજમાં ભરાયું છે, અને કેટલાક તેવા દુષ્ટ કારભારીઓએ તેને ખરૂં કરી આપવાની પુષ્ટિ આપી છે, તે તદન ખોટું છે એમ શાન્ત બુદ્ધિથી એકાંતમાં વિચારી જે તે સમજાશે. પૃથ્વી ઉપરથી ઉપરને માલે ચઢવાને જેમ બારી, ગોખલા, જાળી, આદિના ખુણાઓનો માર્ગ છે તેમ સીધી નીસરણી પણ હોય છે એ વાત લક્ષમાંથી ભુલવા જેવી નથી, અને વાંકાચુંકા કરતાં સીધા રસ્તોજ સર્વદા સલામતી ભરેલા અને સુખકારક છે એ પ્રાચીન ઉક્તિ ખોટી નથી. કાલ કાઈની શરમ રાખતા નથી, જે કામ રાજાઓ અને કારભારીઓ નહિ કરે તે કાલ કરશે; પણ તે પહેલાં આર્યભૂમિના શિરોમણિ રૂપ રાજવંશીઓ જાગે તો તેમાં તેમનું અને સર્વનું કલ્યાણ છે. મેં-૧૮૯૫–સ'ટેમ્બર–૧૮૯૬. પ્રજામત અને સરકાર. ( ૧૧૩) લેખકવર્ગ એ પ્રજાનું ભરતક છે; જેમ બીજા વર્ગો પ્રજાના હાથપગ આદિ અવયવ છે, તેમ લેખકવર્ગ પ્રજાનું મસ્તક એટલે વિચારનું સ્થાન છે. પ્રજાના સંસાર અને ધર્મ વિષયે જેમ લેખકે વિચાર દર્શાવી અનેક માર્ગ કરી આપે છે, તેમ રાજા પ્રજાની પ્રીતિ અને સ્નેહની ગ્રંથિ દૃઢ કરી આપવાનું કામ પણ લેખકનું જ છે. આર્યાવર્તના ભાવિએ આજ સણુહુજાર વર્ષથી તેના ઉપર જે પરચક્રનો ભાર મૂક્યો છે, તેમાં આ એક શતથી પશ્ચિમના બ્રિટનોના સંબંધથી એ ભૂમિ જે સુખસંપત્તિ અને શાન્તિનાં ફલ ભેગવી શકી છે તેવાં કોઈ વાર તેણે ભગવ્યાં હશે નહિ. આર્યભૂમિનાં બાલકને જે રાજ્ય વિચાર કરતાં સારાસાર સમજવાના સામર્થવાળાં, તથા પોતાની માગણીઓ દર્શાવવાની હિંમતવાળાં કર્યાં છે, તે રાજના ન્યાય અને પ્રમાણિકપણા ઉપર વિશ્વાસની દૃષ્ટિથી જોવું અને તે રાજ્યનો ને આર્યપ્રજાનો સંબંધ વધારે નિકટ અને દૃઢ નીવડે એવા ઉપાય સૂચવવા એ પ્રત્યેક વિચારવાન દેશહિતિષીનું કર્તવ્ય છે. e વિશાલ રાજ્યને અંગે તથા રાજ્યકર્તાને મુખ્ય ભાગ પરદેશી હવાને અંગે, અનેક અનેક પ્રકારનો વ્યય કરવો પડે છે ને તેથી કવચિત કવચિત દેશ ઉપર વિવિધ સંકટો ઉદ્ભવે છે; ૫રંતુ તેને માગ કઠિન નથી. અહીંના રાજ્યકર્તાઓને વિનંતિ, વિવેચન, વ્યાખ્યાન, આદિથી વિદિત કરવા એ એક માર્ગ છે; પણ તેમને આ દેશના રાજ્યપરત્વે માર્ગ દર્શાવનાર ઈગ્લંડની પાલૉમેંટ અને ઈંગ્લંડની પ્રજા તેને જાગ્રત કરવી એ બીજો માર્ગ છે. ઈગ્લંડની પાલોમેટ અને તે પાલોમેંટ્રને અધિકાર આપનાર ઈગ્લ'ડ્રની પ્રજા આખા જગતની પાલોમેટે અને પ્રજાઓમાં ન્યાયી, નિ૫ itage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50