પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૪૮ સુદર્શન ગદ્યાવલિ. હવણાં થવું જ સારું છે. પણ એ વાત લક્ષમાં રાખવા જેવી છે કે આ દેશના ઈતિહાસના એક અતિસૂમ પ્રસંગને સમયે તમારે આ પ્રયાસ ચાલે છે. તમારા લોકો જે આજ પર્યત મંદ હતા તે હવણ જાગી ઉઠયા છે, તેમના લક્ષમાં નવી નવી આશાઓ ઉભી થઈ છે; પણ તેની સાથે જ જે સ્વસંયમનું બલ અને જવાબદારીનું ભાન રહેવું જોઈએ તે યથેષ્ટ રીતે હશે એ સંશય ભરેલું છે. ભુલ થવાનો સંભવ છે અને તે ભુલને પ્રતિપક્ષીઓ, પાછલી મંદતાની સ્થિતિને લીધે ભુલ થાય છે એમ ન માનતાં નવી જાગૃતીથી આવી ભુલે થાય છે માટે તે જાગૃતી નુકસાનકારક છે, એમ બતાવે એવો સંભવ છે. આવી રીતે જે કહેવાય તેની દરકાર ન કરતાં, એમ કહેવાનું કાંઈ વાજબી કારણ આપણે આપીએ નહિ એટલીજ સાવચેતી રાખવી જોઈએ. | તમે બે વાર મુંબઇમાં મળ્યા, બે વાર કલકત્તામાં, બે વાર અલ્હાબાદમાં, એક વાર નાગપુરમાં, એક વાર લાહોરમાં, અને આ બીજી વાર મદ્રાસમાં મળ્યા છે. પ્રથમ સભા થઈ ત્યારે બહોતેર પ્રતિ નિધિઓ આવ્યા હતા, ધીમે ધીમે તે સંખ્યા ૧૦૦૦ થઈ, ને છેવટ યોગ્ય રીતે વિચાર ચલાવવાની સગવડ થવા માટે તમે, તે સંખ્યાને ૭૦૦ થી ૧૦૦૦ કરતાં વધવા ન દેવી એવો ઠરાવ કર્યો. - તમારા પ્રમુખો આજ પર્યત જે જે થઈ ગયા તે મહાપુરુજ હતા. તેમાં સર્વોપરિ 'મી. દાદાભાઈ નવરોજજી છે; એ ધણુ નિપુણ અને આ દેશની સેવામાં અભિરત છે એ. ટલાજ માટે નહિ પણ પાર્લામેંટમાં એ એકલાજ તમારા પ્રતિનિધ છે એટલા માટે પણ તે સર્વોપરિ છે. ફીન્સબરીના મત આપનારાઓએ એમને પસંદ કરી પિતાની જાતનેજ માન આપ્યું છે, બીજા જે જે દેશ પ્રમુખ થઈ ગયા તેમની યોગ્યતા તેમનાં કાર્યથી પ્રસિદ્ધજ છે; કલકત્તાવાળા મી. જ્યોર્જ યુલ, સર વીલીયમ વેડરબર્ન જેમની ન્યાય અને સમાનતાની દૃષ્ટિ લાંબી નોકરી કર્યા છતાં પણ હજી ઝાંખી થઈ નથી, ને જે તમારા અનન્ય મિત્ર છે, તેમનાં નામ પણ અત્ર સ્મરવાં ઉચિત છે. ‘ હિંદુરતાતને ખરે મિત્ર અને તેને માટે લડનાર ” મી એડલે જેણે તમારા પ્રમુખ ન છતાં પણ તમને ધણી ઉપયોગી સલાહ આપેલી છે, તેને અત્ર યાદ કરતાં મને આનંદ થાય છે. કૈટલેંડના બે રહીશાને પ્રમુખ બનાવ્યા પછી, તમે આજ આયલેંડના એક રહીશને પ્રમુખ થવા ૫સંદ કર્યો છે. વળી દેશી પ્રમુખ વચમાં થશે, ને એમ કરતે કરતે અંગરેજ પ્રમુખ યુવાને પણ સમય આવશે. અને તમે પસંદ કર્યો છે તેમાં હું જે દેશને રહીશ છું તેજ કારણ છે. મારા એક દેશી મહાપુરુષને જે સ્થાન તમે આપવા ધારેલું તે આજ તમે મને આપે છે, ને તે હું ઉપકાર સાથે સ્વીકારું છું. તમે મને પસંદ કરવામાં ચૂક કરી હોય એમ હું ધારતા નથી, કેમકે હું ઘણી રીતે, ઘણી વાતોના પ્રતિનિધિ ' છું. અમેરિકામાં જે ગુલામીનો ધંધો ચાલતો હતો તેની સામેની લડતમાંજ હું ઉછર્યો છું, એ. લડતને આરંભનારના શબ્દોમાં કહીએ તો “આખી દુનિયાં મારે દેશ છે. મનુષ્યમાત્ર મારા દેશી છે.' મહાટી વયે મારા દેશની ઉન્નતિના કાર્યમાં મેં’ પ્રયાસ કરેલો છે; આખી દુનીયાંમાં સાંસારિક અને ધામિક સ્વાતંત્રય પ્રસરે એ મારી વાંછના છે, જુલમ અને ત્રાસ જયાં હોય ત્યાં મારા ધિક્કારને પાત્ર છે, અને મારા દેશી રાજયકર્તાઓના ભણીથી - તેવું જણાતું હોય તે તે વિશેષ ધિક્કારને પાત્ર છે, એટલા માટે કે ૬ પશુ તેમના Sain aner ICC E - Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50