પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પપેઠું સુદરશન ગઘાવલિ. કે નોકરીમાં ગમે ત્યાં એકવાર લોકહિત હાથમાં લીધા પછી તે તેની ઉપેક્ષા કરતા નથી, કે સ્વાર્થ માટે તેને બગાડતા નથી. તેઓ એક બીજા ઉપર વિશ્વાસ રાખી શકે છે. આ બધી વાતમાં તેમને દૃષ્ટાન્તરૂપ માનવા જેવું છે. તમારા પ્રયત્નને આયરલેંડના પ્રયત્ન સાથે સેળભેળ ન કરી દેતાં પણ વખતે વખતે હું યોગ્ય દષ્ટાન્તો આપી તમારી સ્થિતિ ઉપર વિશેષ અજવાળું પાડતા જઇશ. આયર લેંડની તકરારને યોગ્ય નીકાલ થવામાં તમારું પણ હિત રહેલું છે. તમારી એક વાજબી ફરીઆદ એ છે કે પાલાર્મેટમાં અમારાં કામ ઉપર યોગ્ય લક્ષ અપાતું નથી. બ્રીટીશ બજેટના વિચાર માટે મહીના ને મહીના આપવામાં આવે છે ત્યારે હિંદી બજેટને થોડા કલાક આપતાં પણ મહા અડચણ આવે છે. પ્રથમે ઈગ્લેંડ, સ્કોટલેંડ, ને આયરલેંડનાં કામ કરવાને ત્રણ પાલમટી બસ થતી હતી, તે ત્રણે દેશ એકત્ર થયા ત્યારે પાર્લામેંટ એક કરવામાં આવી. તે સમયે ત્રણે દેશની વસતિ દોઢ કરોડની હતી, હાલ ચાર કરોડ છે, ને તે ઉપરાંત વળી પાર્લામેન્ટ આ દેશની પચીશ કરડ વસતિ માટે પણ જવાબદારી માથે લીધી છે. ત્યારે પાર્લામેન્ટ પાતાની ફરજ શી રીતે અદા કરી શકે ? હજી ધણાંક વપર્યંત ઇંગ્લંડના રાજ્યનું હિત એજ મુખ્ય વાત રહેવી જોઈએ, પાર્લામેંટમાં કે કાઉન્સીલમાં એ ઉપરથી લક્ષ દૂર રાખવું ન જોઈએ, એ વાત ખરી છે; તમે હિંદુ છે, હું આઈરીશ છું', પણ આપણને બન્નેને વિશ્વાસ છે કે અંગરેજો પાર્લામેટમાં વધારે હશે તેથી કશી હાનિ થવાની નથી. પણ હાલ તુરત તે પાર્લામેંટ કશાં પણુ મહાયાં રાજકાર્ય કરતી નથી, માત્ર આયરલેંડ વિયેના વિચારમાંજ ગુંચવાઈ રહી છે; આયરલેંડના સંબંધથી મંત્રીમંડલાના ફેરફાર થાય છે;–આખા બ્રીટીશ સામ્રાજ્યમાંનું હિત આયરલેંડના વેળાસર નીકાલ થાય તેમાં રહેલું છે. - રાજહિત સર્વોપરિ અને મુખ્ય છે એ નિર્વિવાદ છે. એ વિષે શંકા કરવી વ્યર્થ છે, આપણે કરતા નથી, કરવા ઇચ્છતા પણું નથી. આપણે એમજ માનીએ છીએ કે નાનાં નાનાં છૂટાં રાજ્યોને સમય હવે વહી ગયા છે, એવાં રાજ્યો તે પરસ્પરથી બખેડા કરી પતાને અને જગતને ::કલેશરૂપ છે, હવેના સમયમાં કોઈ મહાસામ્રાજયની છાયામાં લોકો સ્વતઃત્રતાનું ખરું સુખ ભોગવે એજ જોવાની આપણી ઈચ્છા છે; એવો સમય પણ આવતા જાય છે. આ પરિવર્ત જે ક્રમથી થયો છે, તે ક્રમ ધણો દુ:ખદાયક છે, એ ઉપર નજર કરતાં પણુ કમકમાટ છુટે છે. જે લોકો પરાજય પામી ધુળ થઈ ગયા તેમના વંશમાં હું અવતર્યો હોઉ તે વાત, જય મેળવનાર સાથે જોડે ચઢેલાના વંશમાં હું અવતર્યો હોઉં તેના કરતાં, વધારે પસંદ કરું છું. રાજયમાત્રમાં કાંઇ કીતિ નથી, જીતેલા લોકો પાસેથી તાણી લીધેલાં જયચિન્હાના સંગ્રહો જોતાં મને શરમ આવે છે. છતાં આવા પરિવર્તમાં જે કડવાશ છે તે બાજુએ રાખી, તેમાં જે અનેક લાભ છે તેનેજ આપણે જોઈએ ને ભેગવીએ તે બહુ છે. બાહારથી એક પ્રજાનું નામમાત્ર કહેવાય એ કાંઈ જંરૂરની વાત નથી, ખરી જરૂરની વાત એ છે કે વ્યક્તિ વ્યક્તિનું સ્વાતંત્રય સચવાય, સ્થાનિક કાર્યો યથાથે રીતે ચાલે, જવાબદારી સમજાવે તેવું શિક્ષણ પ્રજાને મળે, આવા લાભ ભાગવવાને સર્વે યોગ્ય નહિ થાય, સને એવા લાભ આપવામાં નહિ આવે, ત્યાં સુધી સામ્રાજયનું’ અકય પણ યથાર્થ રીતે બલવાળું કે સંપૂર્ણ થયું મનાશે નહિંજ, સાધારણુ અલવાળે પણ tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50