પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રાષ્ટ્રીય સભા અને સંસારસુધારા સમાજ, પ૭૩ શકાશે ? એવી wયાં સ્થિતિ છે ત્યાં સાંસારિક ઉન્નતિને રાષ્ટ્રીય ઉન્નતિ સાથે સંબંધ છે એ નિયમ શી રીતે લાગુ કરી શકાશે ?—બલાકારે પણ એમ સ્વીકારવું જ પડશે કે જ્યાં રાજા પ્રજાનું સર્વ પ્રકારે વિચારથી ઐકય નથી, રાજા પ્રજાના લાભનું જ્યાં સમાનાધિકરણ્ય નથી, ત્યાં સાંસારિક અને રાષ્ટ્રિય ઉન્નતિને સંબંધ નથી, અમે પણ એનું એજ કહેલું છે. - જ્ઞાનસુધાના તંત્રી કહે છે કે “ પ્રજાએ સ્વતંત્રતાની ભાવના પ્રાપ્ત કરવી ;-ક્યાંથી પ્રાપ્ત કરવી? પ્રજા સ્વાતંત્રયનો અર્થ શું ? પ્રજાસ્વાતંત્રયનો ખરો અર્થ જે હોય તે અમેરિકાનાં યુનાઈટેડ સ્ટેટસમાં જુઓ, જ્યાં રાજા એવું નામ જ નથી, સર્વે સમાન છે, ને રાજ્ય પ્રજાસત્તાક છે. જ્યાં રાજ્યજ વિદેશીય હોય, રાજ્યકતાઓ પ્રજાને પિતાને તાબે રાખવામાંજ રાજ્યનું તત્ત્વ સમજતા હોય, ત્યાં “ સ્વતંત્રતાની ભાવના ” કયાંથી પ્રાપ્ત કરવી ? તેવે સ્થાને સ્વતંત્રતાની ભાવના પ્રાપ્ત કરવાનું નામ તો રાજ્યવિરુદ્ધ ગુનો ગણાય છે, કેમકે રાય પોતે સ્વતંત્રતાની ભાવના ઉપર સ્થાપિત નથી. જ્યાં પ્રજાને રાજય વ્યવહારમાં ભાગ મળે છે ત્યાં પ્રજાસ્વાતંયને કાંઈ પણ અવકાશ છે, બાકી રાજા પ્રજા જયાં વિરોધી સ્વાર્થનો આશ્રય કરનાર છે ત્યાં તો એ વાતોજ વ્યથે છે. અર્થાત તે સ્થાને રાષ્ટ્રીય ઉન્નતિને પ્રજાના સાંસારિક વિચારોની ઉન્નતિ સાથે સંબંધ નથી. રાષ્ટ્રીય ઉન્નતિ અને સાંસારિક ઉન્નતિને સંબંધ છે એ નિયમનો એવી સ્થિતિ અપવાદજ છે. હવે એક વિકલ્પ બાકી રહે છે. વીલાયતમાં જેવી રાયસંસ્થા છે તેવી પ્રાપ્ત કરવાને આપણે રાષ્ટ્રીયસભા ઈત્યાદિ સમારંભ કરીએ છીએ, તે વીલાયતના જેવી સાંસારિક સ્થિતિ અત્ર પણ ઉપજાવ્યા વિના તે દેશના જેવી રાષ્ટ્રીય ઉન્નતિને આપણે યોગ્ય થવાના નથી.' વિલાયતની રાષ્ટ્રીય સંસ્થા તેમ સાંસારિક સંસ્થાનું તત્ત્વ કોઈ એક પ્રકારનું પણ “સ્વાતંત્રય” છે, માટે તે “ સ્વાતંત્ર્ય ” ની આપણે પૂજા કરવાની છે. આમ કહેવામાં આવશે તો તેમાં કેટલાક વિચારવા યોગ્ય સાર છે એની ના પડાય તેમ નથી. માર્ચ માસના સુદર્શનમાં જે વિષય જ્ઞાનસુધાના તંત્રી ચ છે તેમાંજ આ આક્ષેપ પણ વિચારવામાં આવેલ ; ને તેનું ઉત્તર એ આપ્યું છે કે “ જેને સામયિક નીતિ અથવા લેકમત કહીએ છીએ તે ધણો શુદ્ધ હાય અને બલવાન હોય, અને કર્તવ્યની ભાવના સર્વથા પ્રધાન હોય, તે અંગરેજો જે પ્રકારનું રાજ્ય પોતાના દેશમાં ચલાવે છે તે પ્રકારને અત્ર નિવાહ થવામાં કાંઈ પણ ખામી આવે નહિ. “ ખાસ વાલાયતમાં સાંસારિક નીતિ ઉત્તમૈત્તમ છે એમ કહેવાવું અશકય છે; તે આ દેશની પ્રજા જે રાષ્ટ્રીય ઉન્નતિ માગે છે તેને અર્થે વીલાયતના જેવી સાંસારિક સ્થિતિ આવશ્યક નથી એ સ્પષ્ટ છે. વીલાયતમાં જે રવાતંયભાવના પ્રાધાન્ય ભેગવે છે તે માત્ર કર્તવ્યભાવનાનું જ રૂપાન્તર છે; કાંઈ પણ મર્યાદા વિના, વ્યક્તિ વ્યક્તિને ચિકર થાય તેવા વ્યવહારને આચાર કરો એવી ભાવના રૂપે તે સ્વાતંત્રયભાવના નથી. ! - અને રવત': તાની વાતો કરનારને પ્રથમ વિચારે એ સ્વતંત્રતાનો અવધિ કયાં સુધી ઠરાવવા ત્યાંજ કરવાના છે; નહિ તે નીતિ અને અનીતિ, આચાર અને અનાચાર, દયા અને નિર્દયતા, સવેના સ્વતંત્રતાના નામ નીચે સમાસ થઈ શકવાના. અમારે એમ માનવું છે કે આ જે * અવધિ' તે લોકોને, કે અનેક જનસમૂહને, વ્યક્તિ વ્યક્તિને, જે રુચિકર હોય તેમાં ન હર જોઇએ, પણ વિશ્વવ્યવસ્થાના નિયમથી, જનપ્રકૃતિના નિયમેથી, અને યુક્તિપુર:સર વિચારથી તથા ઇતિહાસના અનુભવથી જે વાત હિતકર અને સત્ય લાગતી હોય ત્યાં આગળ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50