પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૮૨. સુદર્શન ગદ્યાવલિ, છે. વળી આ બધા ઉપરાંત હિંદુસ્તાનમાં નોકરી કરતા યુરોપીઅને વીશ કરોડ રૂપીઆ દર વર્ષે અપાય છે તે જુદા ! ! આ બધાને શો અર્થ થાય તે વિચારવાનો છે. ' | અર્થ એજ છે કે ઘર આગળ એટલે અહીઃ ઈગ્લડમાં મોજમજામાં પડી રહેલા લોકોને અર્થ આપણે હિંદુરતાનને ગરીબીમાં ઉતારતા જઈએ છીએ, દુકાળ એ આપણી રાજનીતિનું સાક્ષાત પરિણામ છે, ને તે રાજનીતિથીજ દુકાળનો જન્મ થયો છે. જે લાખે માણસે મરશે તે એટલાજ કારણથી મરશે કે તેમને રોટલે આપણે તાણી લીધા છે. હું આ વાત જેમ જાણું છું તેમ લેાર્ડ સેલ્સબરી, ડયુક ઓફ ડેવનુશાયર, લેાર્ડલેન્સડાઉન, બધા જાણે છે. મને આશા છે કે અગરેજે છેવટે જાગશે અને હિંદુઓની તેમજ પોતાની ખાતર હિંદુસ્તાનને ન્યાય આપશે. માર્ચ-૧૮૯૭ વર્તમાન સમયની આવશ્યકતા. (૧૨૭ ઉમરાવતીમાં ૮ કેન્સેસ ' મળવાની સર્વ પ્રકારની તયારીઓ બહુ સંતોષકારક રીતે ચાલવા લાગી છે, અને થોડા જ સમયમાં કોન્સેસ મળવાને દિવસ આવી પહોંચશે. જે કેચેસને ઘણા દીર્ધદશ અંગરેજ રાજનેતાઓએ ઉપયોગી આવશ્યક અને રાજભક્તિવાળી મંડલી જણાવી છે, તે ના. રાજા અને પ્રજા વચ્ચે પ્રીતિભાવની વૃદ્ધિ કરવાના પ્રયત્નમાં આ વર્ષે બે વાત ઉપર ખાસ ચર્ચા કરવાની પ્રથમ જરૂર છે. એક મી. તિલકના કેસમાં જડજે કરેલા કાયદાનો અર્થ અને બીજી સરહદ ઉપરની લડાઇઓના ખર્ચ. અકબર માસના * ઇડિઆ ' ના અંકમાં ૬ ત્રાસનું રાજ્ય ’ એવા મથાળા હેઠળ મી. તિલકના કેસ ઉપર ટીકા કરતાં ઈગ્લેંડનાં ઘણાંખરાં પત્રાએ એ કેસ વિષે જે વિરુદ્ધ અભિપ્રાય આપ્યા છે તેનું પૃથક્કરણ કરી બતાવ્યું છે, અને પુનામાં થયેલાં દિલગીરી ભરેલાં ખુનને લીધે સરકારે એકાએક ભય અને આવેશમાં આવી જઈ આ ફરીઆદો ઉઠાવેલી છે, પણ શાન્ત વિચારને અવકાશ આપ્યો હોત તે આવી ઉતાવળ થઈ જાત નહિ, એમ લખ્યું છે. વળી નામદાર જડજ મી. સ્ટ્રાચીએ યુરીને જે ચાર્જ આપે અને કાયદાનો અર્થ કરી બતાવ્યો તે વિષે લખતાં કહે છે કે “ આવો સાર આપ્યા પછી જ્યુરીને માત્ર બેમાંથી ૮ એક વાત પસંદ કરવાની રહી હતીઃ કાં તો જડજે કાયદાને કરેલો અર્થ ઑાટે કહેવા « અથવા તિલકને ગુનેગાર કહે. આમ હોવાથી, મી. સ્ટ્રાચીએ કરેલી આ ભુલની અસર એ થાય છે કે મી. તિલકને સજા કરવાથી જે ઉપદેશ લોકોને મળી શકત તે લેશ પણ મળનાર નથી. ” ઘણાં વગવાળાં વર્તમાનપત્રોએ પણ જડજે કરેલા કાયદાના અર્થને વખાડી કહાળે છે; અને આ દેશમાં પણ, એકે અવાજે તે અર્થની વિરુદ્ધ સર્વ કોઈ ફરીઆદ કરી રહ્યા છે. હિંદુસ્તાનમાં કાન્ચેસ જેવું મંડલ અરિતત્વ ભેગવી શકે એવી કાંઈ પણ આશા ભવિષ્યને માટે રખાતી હોય તો પીનલ કોડની ૧૨૪ ૨ કલમના આવા અર્થ જેમ બને તેમ જલદીથી સુધરાવવાને સંપૂર્ણ યત્ન કરવો આવશ્યક છે. andhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 32450