પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 nananannnnnnnnnnnn nnnnnnn સમાચાર અને રાજકીય બનાવાની નોંધ આપીને વાચકોની સેવા બજાવી શકે ત્યારે માસિકોમાં તેવા સમાચાર અને બનાવની નોંધ ઘણી જૂની થઈ જવાથી વાચકને નિરુપયોગી ગણાય અને કાંઈક પણ ચર્ચા અને ટીકા સાથે તેની નોંધ હોય ત્યારેજ માસિકે પોતાનું કર્તવ્ય કરે છે એમ કહી શકાય. અથત રાજકીય બનાવાની ટૂંકી નોંધ લેવા કરતાં રાજકીય પ્રશ્નોની ચર્ચા કરવી એજ માસિકની વાસ્તવિક ફરજ છે, અને તેની ફરજ બજાવવાના ઉદ્દેશથી, રાજકીય વ્યવહારનાં કેટલાંક સર્વમાન્ય ધારણાની ચર્ચા ચલાવવાના હેતુથી, અમે આ વિભાગમાંના લેખે લખવા માંડયા હતા. પરંતુ રાજદ્રોહના નવા કાયદાથી આવી ચચોને પણ કેટલે અંશે અવકાશ આપી શકાય એ કહેવું કઠિન છે; સાધારણુ ચર્ચામાંથી પણ જે ઉઠાવવા હોય તેવો અર્થ ઉઠાવી શકાય એ સ્વાભાવિક છે; અને એવી સાધારણ ચર્ચા ચલાવવાનું કામ પણ સહીસલામતીવાળું ગણાય નહિ. તેમાં પણ હાલની જનર્થાિત બહુ વિલક્ષણ છે. સીધા અને સરલ માર્ગને અનુસરનાર સુજના ધણા થોડા છે, સ્વાર્થ અને પ્રપંચમાં વિચરતાં છતાં શિષ્ટતા અને નિઃસ્વાર્થને આડંબર દેખાડવાના પ્રચાર બહુ વધી ગયા છે, જનસ્વભાવને સુલભ ઇગ્ય અને દેષ એ બધા પ્રસંગને વધારે કર, વિકટ, અને ત્રાસદાયક કરી મૂકે છે. આવા સમયમાં રાજદ્રોહના નવા અર્થનું એક નવું સાધન દુષ્ટ જનેના હાથમાં કેવી દુર્ઘટતા ઉપજાવનારૂં થઈ પડે એ વિચારવું સહજ છે. અર્થાત “ રાજય '-ને સંબંધે શુદ્ધ બુધિથી અને સારામાં સારા આશયથી પણ કશી ચર્ચા કરવાનો આ સમય નથી, એમજ માન્યા વિના હાલ ચાલતું નથી. એક પ્રકારની માનસિક નિર્ણલતાજ છે કે આવા ઉદ્ગારને આશ્રય કરવો પડે છે. પરંતુ દેશકાલને સમજી તેને આધિન રહ્યા વિના બીજો માર્ગજ નથી; એ માર્ગથી ઉલટા વર્તવું' તે સાહસ નહિ પણ ધુણતા છે. વર્તમાન રાજ્ય જેવું રાજ્ય થયું નથી કે થનાર નથી એ વાત નિર્વિવાદ રીતે માન્ય રાખ્યા છતાં પણ રાજા પ્રજાની વચ્ચે અનેક વિષયોનાં સમાધાન કરવાનાં હોય, અનેક વિષયે સંબંધે માગવાનું, આપવાનું, લેવાનું હોય, એ સ્વાભાવિક છે; અને તેટલા અંશમાં ચર્ચા અને વિવેચનને અવકાશ હોઈ શકે; પરંતુ નવા કાયદાથી ઉત્પન્ન થયેલા પ્રસંગોમાં કેટલી હદ સુધીની માગણીને અને કેવા પ્રકારની શબ્દરચનાને છૂટી મૂકાશે તે શિષ્ટ જનાને હાથે નક્કી થતા સુધી મૈનજ ઉચિત છે. એપ્રીલ-૧૮૮૮. મત. (૧૩૪ ) ' જે વાતને ઘણા જન માન્ય કરે તે સત્ય હોવી જોઈએ એવું સત્યનું માપ લેવાનું ધારણુ હોત તે જગતમાં આજ જે જે સત્ય મનાય છે તે બધાં અસત્યજ થઈ ગયાં હોત. માણસે વાણીમાત્રથી શિષ્ટજનમાં ખપવા માટે જે જે વાત કરે છે તેવું તેનું હૃદય હતુ' નથી, અને હદયમાં જે માન્યતા હોય તેજ પ્રસિદ્ધિમાં આવતી હોય તે ઘણા મતે જે વાત હરે તેનેજ સાચી કે સારી માનવાનું ધારણ આપણને કયાં દોરી જાય તે ક૯પી પણુ શકાતું નથી. છતાં પાશ્ચાત્ય સંસર્ગોમાંથી આપણને ‘મત’–ની પદ્ધતિ મળી આવી andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41/50