પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મી. ફોક્ષ અને મી. પીટનું ઇંડિયા બિલ (૧૭૮૪) પં છે. મી. ફેક્ષ અને મી. પીટનું ઇંડિયાબિલ (૧૭૮૪) ( જુલાઈ ૨૨ મીના ઈડિયા ઉપરથી ) Re ( ૧૩૬). હિંદુસ્તાનના ઈતિહાસ આપણી શાળાઓમાં ઘણાં વર્ષથી ચાલે છે અને તેમાં મી. ફેક્ષનું અને મી. પીટનું” “ ઈડિયા બિલ ” જે ૧૭૮૪ માં પાર્લામેંટમાં પસાર થયું તે વિષે કહેવામાં આવે છે. શીખનાર એટલું જ સમજે છે કે ફેક્ષ અને પીટ નામના કોઈ પ્રધાને હતા જેમણે હિંદુસ્તાનને વહીવટ સુધારવાને પાલમેંટમાં એક બિલ રજુ કર્યું હતું, ને તેની અમુક અમુક કલમે હતી. શીખવનાર શિક્ષકે આ વિષય ઉપર નાની સરખી ઇતિહાસની પડીમાં જે કાંઈ લખ્યું હોય તે કરતાં વધારે શીખવતા નથી, અને “ ઇડિયા બિલ ” ની કલમે લખી જાઓ એવા પ્રશ્ન કરતાં પરીક્ષામાં પણ વધારે પૂછાતું નથી, તેથી શીખનાર શીખવનાર ઉભયને વધારે જાણવા જણાવવાની અપેક્ષા થતી નથી. પરંતુ એ બિલને ઇતિહાસ જાણવા જેવી છે, વર્તમાન પ્રસંગે તે બહુ મનન કરવા યોગ્ય થઈ પડેલું છે, અને હિંદી સરકારને વહીવટ વધારે સારી રીતે ચાલે તથા અંગરેજનું રાજ્ય આપણા ઉપર ચિરકાલને માટે સુખ શાતિમાં વૃદ્ધિ કતાં થાય એવું ઈછનાર પ્રત્યેક જનને તેનું સ્વરૂપ લક્ષમાં લેવાની આવશ્યક્તા છે. છે એટલું તો સુપ્રસિદ્ધ છે કે ઇસવીસનના સત્તરમા સૈકામાં ઈગ્લંડના કેટલાક સાહસિક નરોએ વ્યાપારને અર્થ એક કંપની ઉભી કરી અને રાણી ઇલિઝાબેથ પાસેથી પરવાનો મેળવી તેમણે હિંદુરતાનમાં વેપાર કરવા માંડ્યા. દેશી, રાજા રજવાડાની મહેરબાનીથી તેમણે મદ્રાસ, કલકત્તા, સુરત વગેરે સ્થાને કેડીઓ ઘાલી, અને દેશની દુર્બલ દશાને પ્રસંગે પ્રસંગે એક અથવા બીજા પક્ષમાં ભળી જઈ, થોડે થોડે દેશના ધણી થવા માંડયું. વ્યાપારીપણું છોડી દેઈ કંપનીએ રાજયકર્તાપણ આરળ્યું, અને હિંદુસ્તાનમાં “ કંપની બહાદુર’ નું રાજ્ય ચાલવા માંડયું. એ વ્યવસ્થા છેક ૧૮૫૮ સુધી રહી. આ કંપનીનો વહીવટ એવી રીતે ચાલતા કે લંડનમાં એ કંપનીના ૧ ડીરેકટર ” ની એક કમીટી રહેતી જેને ‘ કાર્ટ ઓફ ડીરેકટર્સ ” કહેતા, અને એ કંપનીના “ શેર ” જેની પાસે હોય તે લોકો એ ડીરેકટરની નીમણુંક કરાવવામાં ભાગ લઈ પોતાની મરજી પ્રમાણે કરાવી શક્તા. હિંદુરતાનના રાજ્યનો બધો વહીવટ આ “ કાટ ” ચલાવતી, અને હિંદુસ્તાનના ગવર્નર કે ગવર્નર જનરલથી નારાજ થઈ રાજા રજવાડા કે ખાનગી પ્રજા અપીલ વગેરે પણ આ કાર્ટનેજ કરતી. એ કેટનું બંધારણુજ એવું હતું કે હિંદુરતાનમાં નોકરી કરીને સારી પૈઠે દ્રવ્ય ઉપાર્જન કરી જે અંગરેજો સ્વદેશ પાછા જતા તે, કંપનીના શેરે ખરીદીને ” કાર્ટ ઓફ ડીરેકટર્સ” માં પોતાના લાગવગના માણસોને દાખલ કરાવી શકતા. આવી સ્થિતિ હોવાથી એ કોર્ટ પોતાના હિંદુસ્તાન મધ્યેના નાકરો ઉપર પૂરે અંકુશ રાખી શકતી નહિ. હિંદુરતાનથી પાછા ફરેલા નાકરેની અસર એ કોર્ટ ઉપર રહેતી એટલું જ નહિ પણ હિંદુસ્તાનમાંથી પ્રાપ્તિ થાય તે ઉપર કંપનીના શેરને નફા અને ભાવ રહેતે એટલે એ પ્રાપ્તિ અધિક થાય. તેવા માર્ગોમાં ડીરેકટરોને લાભ સમાયા હતા. આથી કરીને કંપનીના વહીવટમાં ધૂણી ખામીઓ રહેતી હતી. anani de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47/50