પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, રા. ગોવર્ધનરામ માધવરામ, હરિલાલ હર્ષદરાય, કેશવલાલ છગનલાલ પંડયા, બાલાશંકર ઉલાસરામ, નૃસિંહરાવ ભોલાનાથ, રમણભાઈ મહીપતરામ, મણિશંકર ભટ્ટ, તથા આ લેખક પોતે એ આદિ આ પક્ષનાજ અનુયાયી છે. વાચકવર્ગને આટલા વિવેચનથી સ્પષ્ટ થવું જોઈએ કે ગૂજરાતમાં જે જે લેખકે છે. તે કયા પ્રકારના ને કેવી પદ્ધતિથી લખનારા કાણુ કાણુ છે. જે પાંચ વર્ગ પાડયા છે તે પ્રત્યેક વર્ગમાં જેનાં જેનાં નામ ગણવામાં આવ્યાં છે તે બધાના વિચાર એક સરખાજ છે એમ માનવાનું કારણ નથી, તેમને એક વર્ગમાં ગણવામાં માત્ર તે લોકે કેવી શૈલીના ઉપાસક છે એટલા સાધારણ અંશનેજ આશ્રય કરવામાં આવેલ છે. તથાપિ કાના લેખ વાચવાથી કેવા વિચાર, કેવી શૈલી, આદિનો પરિચય થઈ શકશે તે વાત આટલા વર્ગ બાંધવામાંથી વાચ. કવર્ગ સહજે સમજી શકશે. વિચારના ભેદ પ્રમાણે એના એ પાંચ વર્ગમાંના ગૃહસ્થાના વર્ગ પાડતાં જુદાજ વર્ગ પડી શકે; આ તો માત્ર લેખકોનાજ વર્ગ છે. જુન-૧૮૯૪. ગુજરાતના લેખકો. | ( ૧૩૯). ગુજરાતના લેખક” એ વિષય ઉપર જુલાઈ-ઓગષ્ટના “જ્ઞાનસુધા” માં જે ચર્ચા આવી છે તે જુદા મુદ્દા ઉપર લખાઈ છે તથાપિ સર્વથા વિચારવા યોગ્ય અને માનને પાત્ર છે. એ પત્રના તંત્રીએ આ લેખમાં જે ગારવથી ચર્ચા ચલાવી છે તે અમને બહુ રતૃતિપાત્ર જણાય છે. ગમે તેવો મત છતાં, વાદમા ને અવલંબીનેજ વાદ કરવો એ પદ્ધતિ શિષ્ટતાને શોભા આપનારી છે. જ્ઞાનસુધાના લેખના આરંભ કરતાં તેમણે એ આક્ષેપ કરવા ઇશારે કર્યો છે કે અમારા લેખાની કદર સુધારાના અગ્રણીઓ કરતા નથી, માટે અમે તેમના ઉપર “ યથેચ્છ પષતાને વ્યવહાર કર્યો છે.” વળી પોતાના લેખના અંત્ય ભાગમાં પણ તેમણે લખ્યું છે કે અભિમાનવૃત્તિને આરોપ “સુધારકોને લાગુ કર્યો છે તે પોતાને જ લાગુ થાય છે. આવી દલીલ આ લેખક તરફથી વપરાશે એમ અમે ધારતા નહતા. છતાં વપરાઈ છે તે કહેવું પ્રાપ્ત થાય છે કે લખાણમાં અભિમાન અને પરુક્ષતા શાધવા કરતાં જે વાદ હોય તે ઉપરજ વિવાદ કરો એ શિષ્ટ લેખકનું કામ છે, કેમકે અભિમાન પરુષતાદિ દેવ તે અમુક પક્ષનો આશ્રય કરીને જે કાંઈ લખવામાં આવે તેમાં સર્વત્ર આપી શકાય એમ છે. જેને અમે ‘ વ્યવહાર પક્ષ ” કહીએ છીએ તેની વાદપદ્ધતિનું એ સુત્ર છે, એટલે જ્ઞાનસુધાના આ લખનાર જેમને અમે પ્રથમથીજ યથાર્થ પક્ષમાં માનેલા છે તેમણે તેને આશ્રય કર્યો ન હોત તો ઠીક થાત. “ પરુષતા ” અમારા તે લખાણમાં નથી કે નહિ હોય એમ કહેવાનો આગ્રહ નથી, પણ તે પરુષતા • સુધારક ” એ કદર ન કરી તેમાંથી ઉદભવી નથી, સુધારકોએ અને સર્વ શિષ્ટ જનોએ જેને જે ઉચિત હશે તે સત્કાર પૂર્ણ રીતે કરે છે, અને તે માટે મારે પિતાને તે ફરીયાદ કરવાની અચિ કરતાં ઉપકાર માનવાની રુચિ છે; પરંતુ જ્યારે સત્ય પ્રયત્ન ઉપર ક્ષદ્રબુદ્ધિથી આક્ષેપ કરવામાંજ તુષ્ટિ ન માનતાં તે પ્રયત્નસાધ્ય જે લોકહિત તેનો પણ વિધાત કરવામાં આવે છે ત્યારે આવા અન્યાયની સામે પ્રયાધાત રૂપે પરુષતા જણાય તો ક્ષન્તવ્ય મનાવી જોઈએ. તે પ્રસંગ હવે દૂર નથી કે ianchi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 12850