પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૩૮ સુદર્શન ગદ્યાવલિ, તેઓ ધીમે ધીમે જેને ગુજરાતના લોક શુદ્ધ ગુજરાતી માને તેવું લખાણ કરવાની પ્રશંસા કરવામ્ય જીજ્ઞાસા ધરાવતા જણાય છે, ભાષાનું સ્વરૂપ હંમેશાં બે પ્રકારનું જ હોય છે. ભાષાનો મુખ્ય હેતુ મનોભાવ જણાવવાન છે, સિવાય બીજો નથી. આ હેતુ વિવિધ પ્રકારે પાર પડે છે. સામાન્ય વાતચીતમાં ઘરખુણે જે ભાષા વપરાય છે તે રાજસભામાં કે ગ્રંથ લખવામાં વપરાતી નથી. માટે ભાષાના પ્રથમ ભેદ તે એજ પડે છે કે લાકિક અને સંસ્કારી. લાકિક ભાષા ગામે ગામ જુદી હોય છે; તેમાં ધણા દેશ્ય શબ્દ, અને પારિભાષિક શબ્દોનો સમાવેશ થાય છે. સંસ્કારી ભાષા ઘણું કરી સાર્વજનિક હોય છે, પણ ગુજરાતમાં બે ત્રણ જુદા જુદા વર્ગ મનાયાં જાય છે. સુ. રત, અમદાવાદ, કાઠીઆવાડ અને હાલમાં મુંબઈની ભાષા એમ ચાર વર્ગ થઈ ગયા છે. આમાંના કોઈ એક ભાગનીજ ભાષાને સંસ્કારી ભાષા ગણવી એ અયોગ્ય છે, ભાષાના દેશ ૫રત્વે કરેલા વિભાગ યોગ્ય લાગતા નથી, પણ અમુક સંસ્કાર પામેલા જનસમૂહ પ્રમાણે કરેલા વિભાગ વાસ્તવિક કહેવાય. વેપારી, ખેડુત, મજુર વગેરે લેકની ભાષાને લૌકિકમાં સમાવેશ થઈ જાય છે, અને વિદ્વાન વર્ગ જે ઘણું કરીને બ્રાહ્મણોને છે તેમની ભાષા ને તેમનામાં પણ ઉચ્ચ કુલના સંસ્કાર પામેલા નાગરની ભાષા ગુજરાતના લેખકવર્ગની સાર્વજનિક સંસ્કારી ભાષા ગણાય. ત્યારે ગુજરાતમાં જે ગ્રંથ લખાયા છે કે લખાય છે તે સંબંધે જોવાનું એટલું રહ્યું કે ગુજરાતના વિદ્વાન વર્ગ કેવો ને કેવડો છે. હાલમાં વિદ્વત્તાનાં જે લક્ષણુ મનાયાં છે તે પ્રમાણેનો વિદ્વાન વર્ગ ગુજરાતમાં થોડાં વર્ષથીજ થવા માંડવો છે એમ કહેવાય. ગુજરાતમાં પુરાતન કાલમાં ઘણા કવિઓ અને થોડા વિદ્વાનો થયા છે, પણ મુખ્ય કરી ગુજરાતી લોક વ્યાપારમાં વિશેષ રોકાયેલા જણાય છે. વલ્લભીનગર ભાગ્યા પહેલાં તથા ચાપેકટ (ચાવડા) વંશથી માંડીને અંતે વાધેલા વંશનો નાશ થયો ત્યાંસુધીમાં ગુજરાતની જાહોજલાલી સર્વોપરી હતી. તે વખતમાંજ ધણુ ખરા કવિઓ, વિદ્વાન થઈ ગયા છે, અને તેમાં પણ જૈન પંડિતોએ તે સુરસ્વતીની પૂર્વ સેવા બજાવી છે. ત્યાર પછીનાં પાંચસે વર્ષમાં જે રાજ્યફેરફાર થયા તેમાં ગુજરાતીઓએ ઘણું જોર માર્યું નથી. પ્રસંગે પ્રસંગે સલાહ શાંતિમાં રહી વ્યાપાર રોજગાર વધારવામાં તેમણે લક્ષ આપ્યું છે. વિદ્યાનો વધારો શાન્તિના સમયમાં અને યથાર્થ પોષણ મળતું હોય તેવા પ્રસંગમાં ઠીક બની આવે છે, પણ કોઈ સમર્થ રાજાના કે શ્રીમાનના આશ્રયવિના ધુરંધર પંડિત નીકળી આવતા નથી. અસલ પણ વ્યવસ્થા એમજ હતી. સંસ્કૃત પંડિતેમાંના કવચિત વિરલ માણુજ રાજાશ્રયવિના વધ્યા છે. કાલિદાસ ને ભેજ કે વિક્રમ, ર્ચ્યૂબાણ ને શ્રીહર્ષ, મહાપડિત સાયુણાચાર્ય ને બુકરાય એમ ધણુનાં નામ પ્રસિદ્ધ છે. મધ્યમકાલમાં પણુ રખીદાસ જેવા સાધારણ જમીનદારોને આશરે રહી સામળભટ્ટ નામ મુકી ગયા છે. આધુનિક કાલમાં દલપતરામને પણ ફાર્બસ જેવા મહાશયને આશ્રય પ્રસિદ્ધ છે. જયાં જ્યાં રાજાશ્રય નહિ હોય ત્યાં ત્યાં લોકોનો આશ્રય હોવાજ જોઇએ ને તેમ થવામાંજ પંડિતાના નિર્વાહ થઈ તેમના ઉત્સાહ વૃદ્ધિ પામ્યા છે. આ બેમાંની એક પણ વ્યવસ્થા વચમાંના પાંચ વર્ષમાં જશુાઈ નથી. અંગરેજ લેખકનો અત્રે આવવાની સાથે વિદ્યા પુનર્જીવન પામી અને તેના કાંઈક સંસ્કાર આપણા દેશને લાગતાં સર્વત્ર વિદ્યાવૃદ્ધિનાં ચિન્હ જJાવા માંડયાં. પરંતુ અદ્યાપિ પણ ૧ ફરી જીવતી થઈ. Ganahi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50