પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મુહર્શન ગઘાવલિ. સમજવામાં ન આવે. કેટલાક એમ માને છે કે ભાષાને સરલ કે કઠિન રાખી લેવાથી લેખના હેતુ સિદ્ધ થાય છે; સરલ રાખવાની પક્ષમાં એમ કહેવાય છે કે વાચકને શબ્દના દર્શનની સાથેજ અર્થસંગતિને બેધ થઈ જતાં લેખક વાચક ઉભયની કૃતાર્થતા થઈ રહે છેઃ કઠિન રાખવાની પક્ષમાં એમ કહેવાય છે કે ભાષા નિરંતર ઉચ્ચ વર્ગ અને ઉરચ ગ્રંથમાં હોય તેવીજ રાખવાથી પુનઃ આપણે તેવી ઉચ્ચતાના સંસ્કાર પ્રાપ્ત કરી તેવી ઉચ્ચતાએ જઈ શકીએ. આ બધા વિચારોમાં સત્યના ઘણે અંશ રહેલે છે એમાં સંશય નથી, તથાપિ આ સંબંધનું સમગ્ર સત્ય એજ છે એમ ન કહી શકાય. - આ બધા તકમાં વિચાર અને ભાષા બે જુદાં રહી શકતાં હોય એવું સ્વીકારી લેવામાં આવ્યું છે એજ ભુલ છે. વિચાર આવે અને તે પછી તેને માટેની ભાષા યાજાય એમ માનવું એ ભાષા અને વિચારના સંબંધને ન સમજવાનું પરિણામ છે. વાણી વિના વિચાર થઈ શકે કે નહિ ? એ પ્રશ્ન ઘણુ ઘણા તર્ક વિતર્ક અને વિવાદનો વિષય થઈ પડે છે; તથાપિ એટલું સ્વીકારવામાં કોઈ બાધ જણાતા નથી કે વાણી અથવા ભાષા એટલે કે અમુક અમુક વિચારને દર્શાવનારા સંકેતરૂપ સંજ્ઞા ન હોય તો વિચાર ચલાવી શકાય નહિ. “ વિચાર કર’ અને અર્થજ એ છે કે કોઈ બે સંજ્ઞા વચ્ચે શું સંબંધ છે તે જોવું અને ને તે સંબંધમાંથી બીજા સંબંધ ઉપજાવવા માટે બોલ્યા વિના કે કાગળ ઉપર લખ્યા વિના કેવલ મનમાં ને મનમાં પણ જે વિચાર ચાલે તે કોઈ પણ બે અથવા તેથી વધારે સંજ્ઞાઓને સંબંધ લક્ષમાં રાખ્યા વિના ચાલી શકે નહિ. આવા અનુભવથી એમ સમજાય છે કે ભાષા વિના વિચાર થઈ શકતો નથી. વિચાર પ્રથમ કે ભાષા પ્રથમ. એ તરવનિશ્રયની ગુંચવણમાં ન ઉતરતાં, પ્રકૃતિ પ્રસંગને અર્થ એ સ્વીકાર કરવો ઉચિત છે કે ઉભયે સાથેજ ચાલે છે, સાથેજ ઉદ્ભવે છે, સાથેજ સાકાર થાય છે. સ્પષ્ટ અક્ષરાત્મક ભાષા જેમને પ્રાપ્ત નથી તે સંજ્ઞાથી અને અંગવિકારથી વિચારવ્યાપાર દર્શાવે છે, અક્ષરાત્મક ભાષાને જાણનાર શબ્દો અને વાકયેની યેજનાથી વિચારના વિનિમય કરે છે. વિચાર અને ભાષાના આ અભેદ હોવાથી વિચાર પ્રથમે આવે ને તે પછી તેને માટેની ભાષા જાય અને તે સરલ કે કઠિન, યથારુચિ, રાખી શકાય એમ માનવું તે, બુદ્ધિના વ્યાપારને યથાર્થ રીતે ન સમજવાનું પરિણામ છે.. e વિચારને અનુલ ભાષા સ્વત:જ ઉદ્ભવે છે. જે વિચારો વેગ, વિચારની તન્મ. થતા, તેવી વાણી સ્વતઃજ ઉચ્ચરાય છે. પ્રાણીઓમાં પણ એ નિયમનું સ્વરૂપ પ્રત્યક્ષ જણાય છે. જે તેમની પ્રેરણાને વેગ અને પ્રકાર તેવી તેમની ભાષા આપણને સમજાય છે. મનુષ્યમાં પણ એનું એજ જણાય છે. અશિક્ષિત એટલે જેમને લખવા વાચવાનો પરિચય નથી તેવાં મનુ, પિતાના અંતરના પ્રકાર અને વેગને અનુકૂલ ભાષા સ્વતઃજ ઉચ્ચારે છે. સાહિત્યશાસ્ત્રવાળાએ અમુક રસને અમુક પ્રકારની અક્ષરાજના અને શબ્દરચના પોષક છે એમ કહ્યું છે ત્યાં પણ રસ ન છતાં તેવી અક્ષર યોજના બલાત્કારે લાવવાથી રસની નિષ્પ• ત્તિ કે પુષ્ટિ થતી નથી; તે તે રસના આવેગવાળું હૃદય તેવા તેવા પ્રકારની ભાષાહારાજ બને હાર દર્શન દે છે એટલું જ તાર્યું છે. એટલે ભાષાને અમુક પ્રકારની કરવી કે ન કરવી એ જે વિચાર છે તે ભ્રમમૂલક જણાય છે. લેખકો પોતાની પ્રતિભાના વેગમાં જે ભાષા દ્વારા તે વેમ પ્રદર્શિત થઈ જાય તે ભાષડદ્વારા તેને પ્રકટ કરે છે; પુનરવલોકન કરતાં મૂલના Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50