પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ભાષા વિચારને દર્શાવવાનો કોઈ ભાષાપ્રકાર વધારે સારી લાગે તે તેટલે ફેરફાર કરી કે કરાવી લે છે; પણ વિચારને વેગ પ્રદર્શિત કરતી વેલાએ શબ્દ સરલ રાખું કે કઠિન રાખું, સંસ્કૃત રાખું કે પ્રાકૃત રાખું” એ ઉપર તેનું લેશ પણ લક્ષ હોતું નથી. લક્ષ હોતું નથી એટલું જ નહિ, હોઈ શકે પણ નહિ, અને વિચારતાં તેવા લેખક પોતાના વિચારની શ્રેણિને જ બગાડી નાખે. વિચારને દર્શાવવાને સમયે જ્યારે શબ્દરચના ઉપર લક્ષ રખાયજ નહિ, તેમ પુનર વલોકનમાં એ મૂલ વિચારને દર્શાવવાની વધારે સારી રચના કરવા કરતાં બીજો ફેરફાર કરી શકાય નહિ, ત્યારે લખી રહ્યા પછી, જાણી જોઈને, આ શબ્દને સ્થાને આ શબદ મૂકો ને આ શબ્દને સ્થાને આ શ મૂકા, એવું કરનારને તે શબ્દશક્તિનું કે લેખકના ઉત્તમોત્તમ કર્તવ્યનું ભાનજ નથી એમ કહેવાય. જે ઉત્તમ લેખકે પ્રતિભાને પ્રસાદ પામી પોતાના અખૂટ અને અગાધ હૃદયરસને આખા વિશ્વ ઉપર વાણીદ્વારા વિરતાર કરવા ભાગ્યશાલી થાય છે તે ભાષા અને શબ્દરચના ના વિચારોમાં કદાપિ ગુચવાતા નથી. ભવભૂતિએ કહ્યું છે તેમ, દિવાનાં સાધૂનામર્થ વાળનવતતે | मुनीनां पुनराद्यानां वाचमर्थोऽनुधावति ॥ । - જે પ્રતિભાપ્રસાદથી પુનિત મહાત્માઓ છે તેમની વાણી પૂઠે અર્થ સ્વતઃજ દોડતો ચાલે છે, અને આણીને તેને અનુકૂલ વાણી યોજવી એ તો પ્રતિભાશન્ય લાકિક, વ્યાપારીઓનું, પાકૃત કર્મ છે. પ્રત્યેક વિચાર અંતઃકરણમાં સાકાર થાય છે તે અમુક પ્રકારની શબ્દસંજ્ઞાને અવલંબેજ સાકાર થાય છે; તે ને તેવાજ જે એ વિચાર બહાર દશૉવાય નહિ , એ વિચારના મૂલ ઉપાસકને જે આનંદ કે પ્રેમ આવીને તે વિચાર વાચકને - પવાની રુચિ થઈ તે આનંદ કે પ્રેમ કદાપિ સામાને આપી શકાય નહિ. એટલે પ્રત્યેક વિચાર, પ્રત્યેક શાસ્ત્ર, પ્રત્યેક લેખ, તેને પોત પોતાની વિશિષ્ટ વાણીનો પ્રકાર, સ્વાભાવિક રીતેજ, વળગેલો. હોવો જોઈએ અને હોય છે. એમાં સરલ કઠિનને વિવેક કરવાને અવકાશજ નથી. સરલ કે કઠિન એ વાત વાસ્તવિક દૃષ્ટિએ જોતાં, વાણીના પ્રસિદ્ધત્વ કે અપ્રસિદ્ધવ ઉપર રહેતી નથી. શ્રાતા અથવા વાચકને કોઈ એક વચનંગત શબ્દમાત્ર પ્રસિદ્ધ હોય તથાપિ તે વચનમાં રહેલા અથચમકાર તેવી બુદ્ધિમાં ઉદય થઈ શકે એ તેનો અધિકાર ન હોય તો એ વચન તેને રુચિકર ન થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. ભાષા ઉપર આગ્રહ કરનારે આ વાત બહુ લક્ષમાં લેવા જેવી છે, સરલ કઠિનને વિવેક લેખકે કરવાનું નથી, વાચકે કરવાનો છે, કેમકે સરલ અથવા કઠિન તે વિશેષણ વાચકની બુદ્ધિને ગ્રહણ કરવાની જે શક્તિ હોય તેની અપેક્ષાએ યોજાયેલું છે. લેખક પોતે તો પ્રતિભાના પ્રવાહમાં સર્વદા નિરક્ષેપ વિહરે છે, ને જે પ્રમાદ પોતાના હૃદયમાં વ્યાપે છે તે પોતાના જેવાં હદયમાં ઉપજાવવા તેને ઉચ્ચાર કરી દે છે. તેનું ગ્રહણ થવું ન થવું એ શ્રેતા કે વાચકના અધિકાર ઉપર છે. - એ પ્રશ્ન થાય કે લેખકોએ પોતાના લેખને ગ્રહણ કરનાર હૃદયે ઉપજાવવાં એ તેમનું કર્તવ્ય નથી? જે હૃદયે એવા લેખકોના હૃદયની સમાન હોય તેમને તે તેમના લેખની અપેક્ષા નથી જે હદયે તેમના લેખને ગ્રહણ કરવા તત્પર નથી તેમને તે લેખ નકામા છે, ત્યારે ઉભયે પ્રકારે તેમની પ્રવૃત્તિ વ્યર્થ નથી ? સમાનરસવાળું હૃદય ઉપજાવવું એ તો પ્રત્યેક લેખક, વક્તા, ઉપદેશક, સર્વનું કર્તવ્ય છે, પરંતુ અમુક લેખ અવગત થવાને અર્થે જે બુદ્ધિ જોઇએ તે પણ તેના તે anahiHeritage Porta ને જે પ્રમાદ વાલાયલું છે. લેખક પોતે સાચકની બુદ્ધિને ગ્રહણ 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 47450