પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 સુદર્શન ગવાવલિ, ચિને સંતોષવા માટે નાટક જ્યાં વાસ્તવિક રીતે પૂર્ણ થાય છે ત્યાં પૂર્ણ ન કરતાં, નાયકને વ્યભિચારી બનાવી રસને બદલે રસાભાસ ઉપજાવી નાટકને વ્યર્થ કર્યું છે. બીજ’ એક બે નાટકમાં એમ જોવામાં આવ્યું કે બે જુદે જુદાં નાટકજ એકમાં ભેળવીને આખું નાટક હરાવ્યું છે. એક નાટકનાં પાત્ર કાળી, વાધરી, તાઈ. તાળી, જમાદાર, કોળણ, વાધરણ, ઈત્યાદિ, તેમના કર્તવ્યનું વરતુ એ કે નાયક નાયિકા ( જો એવાં પાત્રને એ નામ આપી શકાય તે ) વઢે, કછુઆ કરે, વ્યભિચાર કરે, તેની મારામાર કરે, બાયડી નાશી જાય, ઇત્યાદિ ફારસ થતે આવે. બીજા નાટકમાં જુઓ તે પાત્ર સારાં દેવ અને દેવીઓ, રાજા અને રાણીઓ, મંત્રી પ્રકૃતિ આદિ ઉચ્ચ વર્ગ; અને તેમનું કર્તવ્ય પણ તેમની રિથતિ રીતિ પ્રકૃતિને અનુકુલ શુભાશુભ મિશ્રણવાળ તથા બેધકારક ઉપદેશવાળું, પણ નાટકની રચના એવી કે એક પ્રવેશ આ સારાં પાત્રવાળાં નાટકનો થાય, એટલે એક પ્રવેશ પેલા ફારસવાળાં પાત્રના નાટકને થાય, ને એમ હૈઠ ત્રણે અંક સુધી ચાલે. આ બે નાટકને સંબંધ કેટલે કે પેલા ફારસવાળા નાટકના નાયક વખતે મુખ્ય નાટકના નાયકનો ખાસદાર હોય કે કપડાં ધનાર હોય કે તેની બાયડી મુખ્ય નાયકની કચેરીના કેઈ સીપાઇ લેઈ ગયા હોય. મુખ્ય નાટકમાં ઉપદેશ જુઓ તે સતીપણાને, શુદ્ધ પ્રેમને, સ્વાર્પશુ—પેલા બીજા નાટકનો ઉપદેશ જુઓ તો તેથી ઉલટો, આવા મિશ્રણને મુખ્ય નાટકના નાયકનું નામ આપવા કરતાં પેલા ફારસના નાયકનું નામ આપ્યું હોય તો પણ કો બાધ આવે નહિ, એક ત્રીજે ઠેકાણે એમ જોયું કે નાટકની વાત ગોઠવવામાં કશો સંબંધ જ નહિ; એક સીન થઈ રહે ત્યારે બીજો સીન આવે ને પાછળ શેઠવણુ કરવા માટે સમય જોઈએ તેટલેજ પ્રત્યેક સીનને ઉગ ગણાય. સમગ્ર નાટકના અંગરૂપે પ્રત્યેક સીન સંકળાયેલા હોયજ નહિ. આ જે દુકાન્તા અમે કહ્યાં તે સારી સારી કંપનીઓનાં સારાં કહેવાતાં નાટકાનાં દૃષ્ટાન્ત છે. વસ્તુતસંકલનામાં આવા દોષ ઉપરાંત, ભાષણમાં, વિચારમાં, વર્તનમાં અનેકમાં જે નાના નાના દોષ હોય છે તે તો રંગમંડપમાં બેશી એકાદ સારામાં સારા કહેવાતા નાટકને સબુરીથી જેનારના મનમાં તુરત આવી શકે તેવા હોય છે. પ્રેક્ષક વર્ગને એટલે બધે અક્કલશન્ય ધારવામાં આવે છે કે પાના વર્તનમાત્રથીજ ઉપદેશને ધ્વનિ સમજી લેવાને બદલે પ્રત્યેક ઠેકાણે તે ઉપદેશ પાછો સ્પષ્ટ શબ્દોથી કહેવરાવેલ હોય છે; અને નટ લેક તે ઉપદેશને ખાસ ભાર દેઇ જુણે ભાષણ આપતા હોય તેમ કહી બતાવે છે; પ્રેક્ષકે તેના ઉપર તાલીને વર્યાદ વર્ષોવી ખુશી થાય છે ને એવી નીતિની વાત તેમણે જાણે આજ નવીજ સાંભળો હોય તેમ આશ્ચર્ય દર્શાવે છે પાત્રાના વર્તનથી નીતિને ધ્વનિ ઉનેય છે એ વાત નાટકકારાના લક્ષમાં હોય એમ લાગતું નથી; તેમ સાક્ષાત શબ્દોથી કહેલે ઉપદેશ અનુપદેશ થઈ જાય છે, રસને રસવાચક શબ્દથી નિર્દિષ્ટ કરતાં રહેવું થાય છે, એવા અનુભવની પણ ખામી જણ્ય છે. ભરતસૂત્ર, દશરૂપ, સાહિત્યદર્પણુ આદિમાં કહેલા નિયમેની વાત તે એક બાજુએ રહી. - આવી સ્થિતિ પ્રેક્ષકોની રુચીને અનુસરવથી ઉપજી છે, ને પૈસા પૈદા કરવા માટે એજ સ્થિતિ રાખ્યા વિના છૂટકો નથી એમ નાટકવાળા વારંવાર કહે છે. રા. રણછોડભાઈનાં નાટકા થતાં ત્યારે “ પુલહાઉસ’ ન આવતાં એમ ન હતુ. ધણીવાર પ્રેક્ષકોને પાછું જવું પડતું; જેમ જેમ સામાન્ય પ્રાંતના નાટક રચનારાઓ લેકીને ખુશ કરવાના ધારણુ ઉપર ઉતરતા ગયા તેમ તેમ ઉંચી પ્રતિના પ્રેક્ષકો એ.છા થતા ગયા અને જેવા લેખક તેવા પ્રેક્ષક એવે sanaihi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50