પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૭૬ સુદર્શન ગદ્યાવલિ, પણ ત૮૫ કરી, ઓગાળી નાખવાની જે શક્તિ રહે છે તેને રસ એ નામથી શાસ્ત્રકારો ઓળખે છે. રસ જયારે હૃદયમાં જામે ત્યારે તે પ્રત્યક્ષ થવા યત્ન કરે છે. * રસ પ્રત્યક્ષ થવા યત્ન કરે છે” એટલે રસનો જે અનુભવનાર તે પિતાના અનુભવેલા રસને બહાર કાઢી બીજાને અનુભવાવવા ન કરે છે એમ સમજવું નહિ. ભાવના અને રથલ એ બેથી આખું વિશ્વ રચાય છે. શ્યલનો રવભાવ એવો છે કે ભાવના ભણી ઉચે જઇ અપ્રત્યક્ષ થતા જવું; ભાવનાનો સ્વભાવ એવો છે કે રડ્યુલ ભણી નીચે ઉતરી પ્રત્યક્ષ થતા જવું. એ રસ્થલ અને એ ભાવનાના સમાધાનમાજ પ્રત્યેક વ્યતિ પતતાનો વ્યવહાર પોતપોતાનું જગત, પોતપોતાની દુનીયાં, ક૯પી લે છે. આ ભાવનાને જે રવભાવ તેજ રસ જામતાની સાથે રસને પ્રત્યક્ષતા ઉપર લઈ જાય છે; રસનો અનુભવનાર પોતે પોતાને અનુભવનાર રૂપે જાણે અને પછી પાછો તે અનુભવનો વર્ણવનાર થઈ બેસે તો તે એ અનુભવ પ્રમા નથી પણ ભ્રમ છે એમ નિશ્ચય જાણવું. રસના અનુભવમાં અનુભવનાર કે અનુભવ એ વાત ભિન્ન સમજાય ત્યાં સુધી એ રસ થયેજ નથી. ત્યારે રસ પોતેજ જામતાની સાથે સ્વતઃ પ્રત્યક્ષતા ગૃહવા વળે છે. એવું રસનું વલન તે જે સ્થાનમાં રસ થયા છે, જે માણસના હૃદયમાં અસર છે તે માણસની પ્રકૃતિને અનુસારે બહાર દૉન દે છે. જે પ્રકૃતિ ભાષાની રચના અને સૂક્ષ્મ અર્થ યોજનામાં પ્રવીણ હશે તેનામાં રસ કાવ્ય, રૂપે જણાશે; જે પ્રકૃતિ અવયવ રચના અને રથલભાવ દર્શાવવામાં પ્રવીણ હશે તેનામાં રસ શિલ્પરૂપે જણાશે; જે પ્રકૃતિ પ્રકાશ અને અંધકારના મિશ્રણમાં અને રંગની ગૂઢ છીયામાં અર્થ દેખતી હશે તેનામાં રસ ચિત્રરૂપે દર્શન દેશે; અને જે પ્રકૃતિ પદાર્થ માત્ર, સંભવ માત્રનું માપ અમુક ધ્વનિરૂપે અમુક શબ્દરૂપે કાઢી શકતી હશે તેનામાં રસ ગાનરૂપે દર્શન દેશે. એનો એજ રસ આવી યથાર્થ, સમાન વ્યવસ્થા વાળી, પ્રકૃતિમાં ઉદય પામશે તો ત્યાં આ કલાને બદલે ઇસ્કૃમિજાજી, ટાપટીપ, ઉછુંખલતા, દયાદરૂપે પણ દર્શન દેશે. પ્રતિભાને પૂર્ણ પ્રસાદ ન પામેલા, પણ પામ્યા છીએ એવો દાવો કરનારા ઘણાક કહેવાતા કવિઓ, શિલ્પીઓ, ચિત્રકાર, ગાયક, આ અપલક્ષણાતા ગ્રહણથીજ પિતાના અપૂર્ણ સામર્થને પૂર્ણ જણાવવા મથે છે એ સુવિદિત છે. રસનું ગ્રહણ કરવાનું સામર્થ્ય સર્વને સમાન હોતું નથી. બુદ્ધિના વિપુલ ભંડાર કઈ મનુષ્યનામાં મહા ચમત્કાર ઉપજાવી રહ્યા હોય, ડહાપણ શાણપણ આદિની તેનામાં પરાકાષ્ઠા હોય, દુનીયાના વ્યવહાર માત્રમાં તેની ઘણી ઉત્તમ અને વિજયી પ્રતિષ્ઠા સિદ્ધ હોય, તે પણ તે રસને સમજશે એમ કહી શકાય નહિ. જેને રસને કાંઈ પણ સ્પર્શ હોય તેનાથીજ રસનું ગ્રહણ અને આસ્વાદન થઈ શકે છે. અન્યને તે તે નિરુપાગી લાગે છે. માણસે દુનીયાંદારીમાં જેમ પ્રત્યેક રથલ વસ્તુની કીમત પિસાથી કરે છે, તેમ પ્રત્યેક સૂક્ષ્મ અને ભાવમય વસ્તુની કીમત પણ પસાથીજ કરવા જાય છે. પોતાની પાસે જે કાંઇ માપ હોય તેનાથીજ માણસે આખા વ્યવહારને માપે છે. જેનામાં રસ ન હોય તે રસને નજ સમજે આ પ્રકારે રસનું આપણે ભાન કરાવી શકીએ પણ કોઈ સમજવા ઇચ્છે તો તેને તુરત સમજાવી કે અનુભવાવી શટ્ટીએ નહિ.. રસમાંથીજ ત્યારે કાવ્ય, શિલ્પ, ચિત્ર અને સંગીતનો ઉદ્ભવ છે. પોતાના આત્માની ભાવના બહિષ્કાર પામતી જાય તેના પરિણામરૂપે આ ચારે કલા ઉતપન્ન થાય છે. અર્થ, પાંપાણ, રંગ, અને શબ્દ અથવા વનિ એ ચાર દ્વારા આ ચારે કલા પ્રતીત થાય છે. અર્થની anahi ertade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50