પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સંગીત, હવે વાદ્ય એટલે વાદ્યના વિવિધ પ્રકાર નહિ, કે તે તે વાદ્ય વાપરવાની પ્રક્રિયા નહિ, પણુ વાઘનો શો ઉપયોગ છે તેનો વિચાર કર્તવ્ય છે. સંગીતમાં જેને ‘ તાલ' કહે છે તે સાચવવાને વાઘનો મૃલ ઉપગ છે. ગીત પણ જેમાંથી નીકળે એવાં વાઘ તે પછીથી થયાં હાવાં જેઇએ. ત્યારે “ તાલ” એટલે શું ? નાદની શબ્દમાત્રથી જે વ્યક્તિ તેને સ્વર કહીને તેની રચના આપણે દર્શાવી, પરંતુ એકરસ એકાકાર નાદબ્રહ્મમાં કશી વિકૃતિ નથી, કોઈ સ્વર નથી, તેમ તે સમયે સૃષ્ટિ પણ નથી. શબદ અથવા નાદ થતાની સાથે સૃષ્ટિ છે, પણ કેઈએ સૃષ્ટિ પ્રદેશ અને કાલવિના કપડામાંજ આવી શકતી નથી. અમુક શબ્દ ઉચ્ચારાયા કે તે શબ્દાનુસાર આકૃતિ ખડી થઈ, પણ તે આકૃતિને અમુક દેશના અને અમુક કાલનો સંબંધ અપાય નહિ તો તેનું પ્રણ જ થઈ શકવાનું નહિ, એવું આપણી બુદ્ધિનું બંધારણ છે. તો પ્રત્યેક શબ્દની સાથે, પ્રત્યેક મૃર્તિની સાથે, તેનાં દેશકાલ પણ રહે છેજ. જે જેવો કાલ અને દેશના ક્રમ કપાય છે તેવી મૂર્તિઓ રપુરે છે ને પ્રત્યક્ષ થાય છે. તાલ એક જ પ્રકારના ન રહતાં તેના અનેક પ્રકાર માન્યા છે તેનું પણ ખરું કારણ આ છે. સંગીતને અમુક ભાવનાજ વિસ્તારવી છે, અમુક સૃષ્ટિજ કરવી છે, એટલે દેશના નિયમ તેને લાગુ થતો નથી, દેશ તો તે પોતે, મૃતિ ભેગો, ઉપજાવી લે છે. કે દેશ કેટલા કાલથી થશે એજ તેને વિષય છે, એટલે સંગીતને તાલનો નિયમ રાખવો પડે છે. અમુક કાલને અનુસરી અમુક સ્વરવિન્યાસ વર્ત છે એજ તે તે તાલનું રહસ્ય છે; જેમ ભિન્ન ભિન્ન રાગથી વિવિધ કૃતિ સૂચવાય છે, તેમ તે તે તાલથી તે તે મૂર્તિના પ્રકારો વિસ્તારે છે. શબ્દના ઉચ્ચારની સાથેજ કાલનો નિયમ લાગુ થાય છે, દેશને નિયમ તે પછી જ્યારે શબ્દની સૃષ્ટિ સ્થલતા લે ત્યારે વિચારવાનો છે. - ગીત થાય છે તે અમુક પ્રકારના સ્વર સાથે અમુક અર્થવાળી સંજ્ઞા એટલે શબ્દોના ઉચારથી થાય છે. પ્રત્યેક અક્ષર મેઢામાંથી નીકળે તે પહેલાં તેને નાદ નાભિમાંથી ઉઠે છે, ને તે નાદ અમુક વર્ણરૂપે કંડ વગેરે કોઈ સ્થાનથી વ્યક્ત થાય છે. હવે આ પ્રમાણે વર્ણની ઉત્પત્તિ થવી, અને ઘણા વર્ણ ભેગા થઈ શબ્દ ઉપજવા, અને ઘણા શબ્દોની જોડ કરી તેની સ્વરના નિયમ પ્રમાણે રચના બનાવી રાગદારી ઉપજાવવી, એ બધી રચનાને કાંઇક કાલ જોઈએ એતો થુલ રીતે પણ સમજી શકાય તેવું છે. અમુક રાગ ગાવો છે કે કોઈ ચીજ વાવી છે તે નાદને ઉઠાવી સ્વરૂપે બહાર કાઢો અને ઘણા સ્વરોની જોડ કરી રાગરૂપે તે ચીજને ગાવી એ કામ ગમે તેટલી ઝડપથી થાય તે પણ તેમાં કાંઈક કાલ જો જોઈએ. આખા જગતમાં હરેક વાત બને છે તે કાલવિના બનતી નથી. એક વર્ગ પણ ઉચ્ચારવામાં કાલ માનીને તે ઉચ્ચાર થાય છે; કાલ ન હોય તો કશું બને નહિ.' | સ્વરેની યોજનાથી જે રોગ થાય તેના હેતુ માણસના મનને રંજન કરવાનો છે. એ રંજન શી રીતે થાય છે એ વિષે વિદ્વાનના અનેક અનેક મત છે, પણ હરકોઈ રાગમાં જેવી સ્વરની યોજના હોય તેવી વૈજનાથી જ્યારે મન એકાગ્ર થઈ જાય છે, અને મનમાં ચાલતી જુદી જુદી વૃત્તિઓ જે જુદે જુદે માર્ગે ફેલાતી હોય છે ને સર્વ પાસાથી ખેંચાઈને એક ઠેકાણેજ જમાવ પકડે છે ત્યારે રાગને રસ બરાબર અનુભવાતાં મનને રંજન થાય છે. વળી જયારે આવી રીતે મનની એકાગ્રતા થાય છે ત્યારે ગમે તેવી વિરુદ્ધ વિરુદ્ધ વૃત્તિઓ પણ એક એકને વિરુદ્ધ રહેતી નથી, અને રામના રસમાં લીન થઈ ઉલટી આનંદ આપનારી થા ય છે, ત્યારે આ પ્રમાણે મનની વૃત્તિઓ પરસ્પરને અનુલ થાય, અને એમ થવાથી મન Gandhi Feri itage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50