પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂ' જીવનચરિત ૭૦૫ ચાલે. આબુમાંથી નીકળી તે એ માર્ગ લે છે કે બને બાજુએ મહાટી પર્વતની હાર રહી જાય અને વચમાં તેના પ્રવાહની મોટી અગાધ ખીણું પડી રહે. આ ખીણની ઉપરની કરે અને ઉંચા પર્વતની કેડે કેડે આબુ ઉપર ચઢવાના માર્ગ ખોદી કાઢવામાં આવેલો છે, અને તે માર્ગે વિચરતાં પ્રત્યેક પ્રવાસીને પોતાના હદયના અનુરાગાનુસાર વિવિધ વિલોકન કરવાના પ્રસંગ મળે છે. એકાન્તશન્યતા અને પ્રૌઢ વિશાલ વૃક્ષ તથા વલ્લીઓની અર્ધ સ્પામ લીલેરી, સૂર્યના પ્રકાશનો કહીંક આછા, કહીં'ક પ્રગાઢ, કહીં'ક અસ્તપ્રાય વિસ્તાર, અનેક ઝરાના મંદ અને તીવ્ર ધનિ, સિંહ, વાઘ, રીંછ, ઇક્ષાદિ ભયાનક પ્રાણીઓના નિવાસનું પદે પદે સૂચન કરાવતાં કાતર અને કરાડે, એવી સૃષ્ટિરચના વચ્ચે વિચરતો એકલો પ્રવાસી વિશ્વરચનાની અગાધ મહત્તામાં લીન થઈ પોતાની લધુતા, નિઃસારતા, અને અસહાયતાનું પરિપૂર્ણ ભાન પામે છે; નિર્ભય, નિર્મલ, સર્વમય એવા આત્મસ્વરૂપ ઉપર લક્ષ કરવાથી મહત્તા, ઉદારતા, ઉચ્ચતા, અને નિર્ભયતા પ્રાપ્ત કરી વિજનમાં વસતિ વિસ્તારે છે, વસતિમાં વિજનતા અનુભવે છે અને જીવનનું સાર્થક કરતાં શીખી સર્વત્ર સ્વાનંદમાં વિહરે છે, પણ આવું બધાં હદયને થતું નથી. જે હૃદયને સંસ્કાર આધ્યાત્મિક જીવનના રંગથી રંગાયલે હોય તેને એવું દર્શન થાય છે. કનિષ્ઠ સંસ્કારવાળા પામર હદયે તે વિજનતાને ક૯૫નાનાં ભયંકર ચિત્રથી વસાવે છે, પોતે નીપજાવેલાં સિંહ, વ્યાધ્રાદિ કે ચાર ભૂત આદિથી કંપ અને ત્રાસ ઉપજાવે છે. એવાં હદ બહુ સ્વાર્થી હોય છે, પોતે અને પોતાનું સુખ પાસના બચાવ એનીજ ચિંતા તેમને અહોનિશ રહે છે; ગમે તેવા અગાધ અને વિશાલ સૃષ્ટિસૌંદર્ય. માંથી તેમને રસ મળતું નથી, પ્રેમબદ્ધ હૃદયની સાથે પણ તેમને તે રસને ઘૂંટ પીતાં આવડતા નથી. અધવચની સ્થિતિએ જેમનાં હૃદય છે તેવા મનુષ્યો તો કઈને કેાઇનું અનુકરણુ કરીને સર્વ વાતમાં નિર્વાહ કરી લે છે, ભય પામતાની સાથે ભય પામે છે, ભજન કરતાની સાથે ભજન ગાય છે, ને એકાદ મિત્ર વિશ્વલીલાને વખાણે તો તેમાં સામીલ થાય છે, બીજે મિત્ર ભયનું સૂચન કરે તો તેની કાળજી કરે છે. જે ત્રણ મિત્રો અત્યારે આખુ ઉપર ચઢતા હતા તે વાત કરતા બંધ પડયા હતા, પાતપાતના મનમાંજ જાણે કઈ ઉંડા વિચારમાં મગ્ન થઈ ગયા હોય એમ ચાલ્યા જતા હતા. ગાવિંદરામ બાલી ઉઠયા:, , , અરાઢભાર વનસ્પતિ આ પર્વતમાં ભરેલી છે, આની ગુફાઓમાં મહાટા સિદ્ધ વર્સ છે, એવી જે આ ગિરિરાજની ખ્યાતિ છે તે અત્યારે અનુભવાતી ભવ્યતાથી મારી પ્રતીતિમાં આવે છે. ” [, “ એવી એવી વસ્પતિઓ એમાં છે કે લોઢાનું’ સેનું' થઈ જાય; ” નરસઈદાસે ઉત્તર આપ્યું અને ઉમેર્યું છે મારા કાકાના દીકરા નજરે જોયલી વાત કહેતા હતા. પંદરેક વર્ષ ઉપર અંબાજીના સંગમાંથી એ ભુલા પડી ગયા ને છેક આબુ ઉપર અબુદાભવાનીના મંદિઃ | ૨માં એક મહિને અથડાતા અથડાતે આવ્યા. ત્યાં એક મોટો તપસ્વી બેઠેલા તેણે એને દરિદ્રી જેવા જોઇ ખબર પૂછી અને આંખો મીચાવી અંબાજીના સંધ ભેગા કરી દીધા પણ તે પહેલાં એને પગે એક લેઢાનું કર્યું હતું તે ઉપર કાંઈક વનસ્પતિ પડી અને કહ્યું કે “બચ્ચા ઈસકુ સમાલ કે રખના.' એ કફ સંધમાં આવીને જોયું તે સેનાનું થઈ ગયેલું. અને માદળીયુ કરાવીને હજી એ નારણદાસ પહેરે છે. ” - - • પશુ તમે અધેરીની વાત જાણો છો ? ” મેંતીચ કહ્યું “ અહીયાં મહાટા અધેરી Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Yeelt olulal 5/50