પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, વહાર, લોક, એ આદિનો વિવેક બતાવ્યો. વાસનાક્ષય એજ વિરાગનું તત્ત્વ છે, પ્રત્યક્ષ ત્યાગ કરવાનો આગ્રહ નથી. પણ અહાર વિહાર માત્રથીજ વિરાગ સિદ્ધ થઈ જતા નથી. મનુષ્ય કેવા વિચાર કરે છે ને કેવી સંગતિ રાખે છે તે ઉપર પણ તેમા મનના વલનના ઘણા આધાર રહે છે. આચાર ગમે તે હોય, વ્યવહાર ગમે તે હોય, તે પણ જ્યાં સુધી માણસના વિચાર ઉત્તમ અને શ્રેયમાર્ગોનુસારી હોય ત્યાં સુધી આચાર અને વ્યવહારના તેના દોષ ક્ષમા થઈ શકે તેવા જાણવા. પણ વિચારજ અધમ અને પાપ ભરેલા હોય તો આચાર કે વ્યવહાર અને વાણીની એકે સફાઈ તેવા વિચારને માટે ક્ષમા અપાવી શકે તેમ ન જાણવું. વિચારની શક્તિ આચાર કરતાં પણ ગહન અને ચિરસ્થાયિની છે. કોઈ એક વિચાર એવો ન જોણુ કે જે અમુક પ્રકારની સરકાર જ્ઞાનતંતુ અને મગજમાં ન મૂકતા જાય; અને કેાઈ સંસ્કાર એ ન જાણો કે જે આ જન્મમાં કે અન્ય જન્મમાં પણ જાગ્રત થયા વિના રહે. સંસ્કારને નચત્ થવાને માટે અનુકલતા જોઈએ, ને જે એકના એક વિચારની ભાવના વારંવાર થયાં કરે તે ભાવનામાં આખા એ હૃદયનું બલ અર્પવામાં આવે છે તે વિચારને સંસ્કાર હવણાં ને હવણાં પણ પ્રત્યક્ષ થયા વિના રહેવાને નહિ. જે લોકોને તમે અનેક દુટ કમોમાંજ કૃતાર્થતા લેતા દેખાછો, તમારા જેવા જ્ઞાનાદિ વાતો કરનારનો ઉપહાસ કરતા દેખાછે, પૈસાને માટે મરી જાય અને ઘરમાં લાખે છતાં પેટ ભરીને ખાય નહિ એવા કુપણ દેખાછા, તે બધા ગત જન્મમમાં કરેલી વિષયસુખ વર, દ્વેષ, દ્રવ્ય, ઇત્યાદિની બલવતી ભાવનાનાજ પુત્ર છે એમ જાણી, તમારા પોતાના વિચારોને બહુ સંભાળથી ચાલવા દેજે. મનમાં ઘણાએ બાટા વિચારે આવશે જશે, પણ ખાટા ને ખરાને વિવેક રાખી ખોટા વિચારોને તુરતજ મારી નાખવાનું શીખજો, એટલે તેના સંસ્કાર બહુજ ઝાંખે થતાં ફરીથી ભાવના નહિ થવાને લીધે, ઘણે કાલે ઘસાઈ કે ઉડી જશે. સાત્વિક આહાર વિહાર અને વાસનારહિત વ્યવહાર કરવાનું જે ધોરણ કહ્યું તે એજ હેતુથી કે વિક્ષેપ ઉપજાવે, મનને નકામી નકામી પ્રવૃત્તિ કરાવે, ગમે તેવી દોડ ઉપર ચઢાવે, તેવા વિચારોનો ઉદ્દભવ થાય નહિ; અને સંતોષ, શાન્તિ કર્તવ્યપરાયણતા, એ આદિ શુભભાવનાના સુખમાં ધરાગ્યના પૂર્ણ અનુભવ આવવા દે. વિચારે અનેક પ્રકારે પેદા થાય છે. જેવાથી, સાંભળવાથી, સેબતથા, વાંચવાથી, અનેક રીતથી વિચાર આવે છે; પણ પ્રથમે તે જે જે વિચારાદિ આપણને અનુલ ન હોય તેવા, જેવા વાંચવા સાંભળવાનો પરિચયજ પાડે નહિ; છતાં અનાયાસે તેવા વિચારે મનમાં ભરાઈ જાય, અને એવા બલવાન થઈ પડે કે મન દબાવી 'ક કાઢી શકે નહિ તે તુરત એ વિચારેનાથી વિરુદ્ધ વિચારનો પક્ષ લેવો. કામવૃતિ પ્રવર્તે તે રીના સંગની જુગુપ્સાનો વિચાર કરવા, લોભ પ્રવર્તે તે લાભની અનિયતાનો વિચાર કરવો. કાધ પ્રવર્તે તો ક્રોધકારણની તુછતાના વિચાર કરવાઃ—એમ વિરુદ્ધ વિરુદ્ધ વિચારોને એક એકથી ક્ષીણ કરી શાન્ત પડી જવું. અથવા એમ પણ ન બને તે જે વિચારધારા ચાલતી હોય તેને સંપૂર્ણ રીતે ચાલી જવા દેવી અને જેમ એક નાટક જેવા બેઠા હોઈએ તેમ એ વિચારના જોનાર (દ્રષ્ટા) થઈ આપણે પતે એથી અલગ થઇ જવું. આ બેમાંથી એક પ્રકારે વિચારનું બલ ક્ષીણ થઇ જતાં શાન્તિ અનુભવાયો. પણ સર્વથા સાત્ત્વિક વિચાર અને અભેદભાવનામાં જે રીતે હદય સંપૂર્ણ રીતે ગરક રહે તેમ કરવું. વ્યવહારના કર્તવ્યને લેડી વિચાર ગમે ત્યાં ઉડે પણ પક્ષી જેમ પોતાના માળામાં આવ્યા વિના શાન્તિ પામતું નથી તેમ અભેદભાવનાના આનંદભવનમાંજ વિરામ લેવાને તુરત પાછા વળી આવવું'. નાની અને anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850