પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/ મોરૂ જીવનચરિત, ૭૨૩ ભણ્યાગટ્યાની સર્વ વાતોમાં તેમના પિતાની પેઠે વર્તતા. શાલાના અભ્યાસક્રમમાં પણ પ્રથમે પાદરીઓના ધમોનુસાર ઈશ્વરપ્રાર્થના થયા પછી અભ્યાસનો આરંભ થતા, અને અઠવાડીઆમાં એક કે બે વખત સત્યધર્મનું વાચન સમજાવવાનો પણ સમય રાખવામાં આવ્યા હતા. આ ગુરૂઓ કેવલ ભણાવીને અને વાતો કરીને તથા સુખદુ:ખમાં શીખામણ આપીનેજ અટકતા નહિ; ગરીબને મદદ કરતા, ભુખ્યાને અન્ન આપતા, હોશીઆરને નોકરી ચાકરી અપાવતા, અને અણીને પ્રસંગે યોગ્ય લાગે તે મોટા સાહેબને પણ કોઈને માટે બે અક્ષર કહી શકતા. સરકારી અમલદારે પણ વારંવાર એ શાળાની મુલાકાત લેતા, પરીક્ષા કરતા, ઈનામે આપતા, અને રીતભાત, વિદ્યા, ચતુરાઈ, સર્વ રીતે જેના ઉપર આ શાળાના શિક્ષણની તાદશ છાપ પડી હોય તેને નજરમાં રાખી આગળ ઉપર પ્રતિષ્ઠા અને હાદામાં વધારતા. e હિંદુધર્મની સ્થિતિ પણ તે સમયે બહુજ કનિટ હતી. પ્રાચીન શાસ્ત્રમાં ગમે તેવું સત્ય કે તત્ત્વ હો, પણ તે અત્યારે તે જુઠા જુઠા વહેમ અને નકામાં નકામાં સ્વાર્થ માટેજ ગેહવેલાં જણાય એવાં કર્મની કડા, એ વિના બીજે રૂપે અમારા આગળ આવતું નહિ. જ ન્મથી શિવભકત છતાં, ત્રિકાલ સંધ્યા વિના એક દિવસ પણ જવા ન દેવ એવા નિયમ વાળા છતાં, હું પણ ઘણીવાર તો પાદરીઓ જે કહેતા કે પથરાને પરમેશ્વર કેમ કહેવાય તે વાતને સાચી માનતો. મારા મનમાંથી પણ શ્રદ્ધા ઘણી વખત જતી રહેતી, અને મારી સાથે ભણુતા કાઈ જવાન વહેમી હિંદુધમને છોડી સત્ય એવા ક્રિશ્ચીઅન ધમૅને સ્વીકારે ત્યારે તેને તિરસ્કાર કરવામાં સામેલ થવું મને ગમતું નહિ. નાત જાતનાં બંધન ન હોય તો અમારી સાથે ભણુનારામાંના ઘણાક તે વખતે ક્રીસ્થીઅન થાય એવી વાતો પેલી મંડળીમાં તેમ શાલાના શિક્ષણમાં અને ખાનગી મુલાકાતમાં અમારી આગળ આવતી; ક્રીસ્થીઅન થવાથી અને થવા તેવા વિચાર રાખવાથી થતા પ્રત્યક્ષ લાભથી એવી વૃત્તિને પુષ્ટિ મળતી. મારા પિતાના મનમાં એક વખત ક્રીસ્થીત થવાના વિચાર ઉઠેલા, અને ક્રાઇસ્ટે જગતનાં પાપ માથે લઈ દે અર્પણ કર્યો એ ભાવના મને બહુ પ્રિય લાગેલી; પણ એક દિવસે એજંટ સાહેબે મારા પિતાનું એાળખાણ કાઢી મને પોતાને બંગલે બાલાવ્યા, અને બીજી ત્રીજી વાતો કરતાં મારા ધર્મ સંબંધી વલન ઉપર ચચો ચલાવી. મારૂ' વલન સમજીને તેમણે કહ્યું “ ગમે તે ધર્મ હોય, પણ દયા દીનતા અને સન્માર્ગને ત્યાગ ન કરે તે તરે જ છે; એક ધર્મમાં જેને તે જડતું નથી તે બીજામાં તેને પ્રાપ્ત કરશે કે નહિ એજ શંકા છે, ” ત્યારથી મારી શુદ્ધિ ઠે કાણે આવી ગઈ, પણ હું તે વાતમાં ને વાતમાં બહુ આગળ નીકળી ગયે, આ વાત તે છેક હું પહેલા કલાસમાં આવ્યું તે વખતની છે. આનંદપુરમાં આવી આવી સુધાર’ એ નામની એક વાત જન્મ પામી હતી. આ પણા ધર્મનું પરિપૂર્ણ જ્ઞાન નહિ, અને તેથી આપણાં રીત રીવાજ, આચાર વિચારતા મર્મનું અવલોકન નહિ, એટલે તાકાલિક લાભકારક અને સત્યરૂપે ભાસતા પાશ્ચાત્ય વિચારને ધ. ણાક વિચારવાન સુજનાએ ૫ણુ સ્વીકાર કરેલા હતા. એનેજ સુધારો કહેતા હતા. અસલના વહેમી વિચારને દૂર કરી નવા વિચારને અનુસરવાનું નામ સુધારે કહેવાતું હતું. ધણુક જના સુધારાની એટલે કે નાત જાતનાં બંધન નકામાં છે, પુનર્લગ્ન કરવાની જરૂર છે, કર્મકાંડ અને આચાર વિચારની કડાકૂટ નકામી છે એટલું જ નહિં પશુ સ્વાર્થી બ્રાહ્મણોએ પેટ ભરવા ઉ• ઠાવી છે, એવી એવી વાતો કરતા, એવા વિયેનાં ભાવશુ આપતા, પણ તેવું કરી બતાવgandhi Heritage Portai 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50