પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ७४६ સુદર્શન ગદ્યાવલિ, - ~ પત્ર ન હતું, ને રા. સા. નવલરામ ગૃજરાતશાલા પત્રમાં તે સંબંધે સારૂં લખાતો, પણ તેમના સ્વર્ગવાસ પછી તેમની જગા ખાલી હતી. એ ખેટ પણ આ પત્રે પૂરી પાડી છે એમ પ્રસિદ્ધ લેખકો તથા વિદ્વાનો તરફથી પ્રસિદ્ધ રીતે સ્વીકારાયલું જોઇ અમને બહુ સંતોષ થાય છે. દેશી પુસ્તક તથા પત્રાદિ વિષે રીપોર્ટ કરવાને નિયમાયલા સરકારી અમલદારે પણ. ફક્ત આ એક પત્રનેજ “ શુદ્ધ તથા ગુણયુક્ત ગુજરાતી ભાષાથી લખાતું, તથા સાહિત્યનાં અવલોકન અને સંસ્કૃત ધર્મ ગ્રંથનો સ્પષ્ટાર્થ સમજાતુ' ” જણાવેલું છે. રા. નવરામભાઈએ પણ એના વિષે બહુ સંતેષ પ્રસિદ્ધ રીતે જણાવેલ છે. | બધા વિષયે વધારે સારી રીતે ને અધિકતાથી સમાઈ શકે માટે આ પત્રના કદ અને આકારમાં ફેરફાર કરવાની જરૂર જણાય છે. છતાં કીંમતમાં કશો ફેરફાર કર્યો નથી. એટલે આશા રાખવામાં આવે છે કે એને જે મળે છે તે કરતાં પણ અધિક ઉત્તેજન મળશે. એમાં જે વિચારે અને જે સિદ્ધાન્તો પ્રતિપાદિત થાય છે, તે “ નવા ગૃજરાત ” ને બહુ ઉપગના અને નિત્ય વર્તનમાં કામ આવે તેવા છે; તેમ એમાં હવે રાજકીય બાબત ઉમેરાવાથી જે બાકી હતું તે પણ પૂરું થયું છે. એટલે આ પત્ર વાંચતાં આવડતું હોય તેવાં સર્વની પાસે હોવું જ જોઈએ એ બતાવવું પડે તેવું નથી. પ્રત્યેક ગ્રાહક જો એકજ બીજે ગ્રાહક મેળવી લાવે તો પત્રના જીવિતને દૃઢતા થાય એટલું જ નહિ, પણ જે સુવિચાર પોતાને લાભ કરતો હોય તેનો લાભ બીજાને આયાનો એક મહા પરમાર્થ પણ સધાય છે. e ચાલતા વર્ષમાં “ દેશીઓ ઉપર અંગ્રેજી કેળવણીની અસર ” અને “ રાજય સ્વરૂપ ” તથા “ વેદાન્તસાર ” નું સટીક ભાષાન્તર એ ત્રણ વિષે બીજા બધા ચાલતા વિષયો અને અનેક પ્રાસંગિક વિષય ઉપરાંત ચર્ચવામાં આવશે. લખાણ મોકલનારાઓ માટે “ ચાંદ ” હરાવેલ છે તે ગોઠવણ ચાલુ રહેશે. અકટોબર-૧૮૯૦ વર્ષારંભ. (૧૬૬) “ સુદર્શન ” ના સાતમા વર્ષને આજથી આરંભ થાય છે. ગત વર્ષમાં “ સુદર્શને ” ગ્રાહકોની જેવી સેવા બજાવી છે. તેવી અને તેથી અધિક બજાવવા તેની ઉમેદ છે, અને વાંચકવર્ગ તરફથી તેને મળતા સત્કાર એ તેના ઉત્સાહમાં વૃદ્ધિ કરનાર છે. આ વર્ષ માં કીયા કીયા નુતન વિષયો ચર્ચવાના છે તે વાત ગયા વર્ષના છેલ્લા અંકમાં બતાવી છે, પણ તે ઉપરાંત રાજકીય વિષય બીલકુલ ચર્ચાતો નથી એનું પણ આ વખત કાંઇ વિવેચન આરંભાશે એમ આશા છે. જે જે લેખકોએ પોતાના લેખ સુદર્શનને મોકલી આપી મદદ કરી છે, તથા જે ગ્રાહકો તેને ઉત્તેજન આપી રાખી ફેલાવી એ સત્કાર્યને ચાલતું રાખે છે, તે સર્વના, તેમ બદલામાં આવતાં પત્રો તથા વિવેચન માટે આવતાં પુસ્તકાના કર્તાનો પણ, આ સ્થલે આભાર માનવો ઉચિત છે. અફટોબર-૧૮૮૧ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50