પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી, આઈ, ઇ, ૭પ૭. હતુ’ ભારે બીજા કવિનું જીવન તો વ્યવહારરૂપ રહ્યું હતું. મન કર્મ અને વાણીની એકતા જે કાલે જે માનવું તેજ બેલિવું અને તેજ કરવું એ 'મહાજનની મહત્તાને જે રાજમાર્ગ, કવિઓનું કવિત્વ, તેનાથી દલપત અને તેને પક્ષ વિમુખ હતા. વિમુખ હતા એટલે તે માગને ખોટો કહેતા હતા કે માનતા ન હતા એમ ન હતું, પણ તેજ માર્ગે આચરણથી વિચરવાનું સાહસ તેમનામાં નહતું. | કવિ તે બન્ને હતા; પાંડિત્ય, પ્રતિભા અને જીવન જોતાં નર્મદને કાવ્યના પ્રત્યક્ષ રસરૂપ હરકેાઈ સહૃદય સ્વીકારી લે તેમ હતું; દલપતમાં તે ધનિ પણ સમજાય એમ નહતું. આવી અસમાનતાનો ન્યાય કરવાના હતા અને તે ન્યાય, આ દેશના દુભાંગે, દલપતના ૫ક્ષને હાથે થવાનું હતું. તેજ સરકાર સુધી લાગવગવાળા હતા, કેળવણીખાતાની નવી વ્યવસ્થામાં અગ્રભાગ લેનારા હતા. ન્યાય અપાયે, નર્મદ અનીતિવાળે છે દલપત નીતિવાળેા છે, માટે નર્મદ સારો કવિ નથી, દલપત કવીશ્વર છે, એ ન્યાયને સરકારની પણ મહાર છાપ લાગી ગઈ અને કવીશ્વર દલપતરામને સી. આઈ. ઈ–નો માનવતા ઈલકાબ આપવામાં આવ્યું. આ ન્યાયની સામે યુદ્ધ ચલાવવાને નમેદના પક્ષના આગ્રણીઓ જીવતા રહ્યા નહિ, નર્મદ પોતે પણ ઉત્તરાવસ્થામાં સાત્વિક થઈ એવા વાક્કલહમાં ઉતર્યો નહિ. પણ મન કર્મ વાણીની એ. કતાના ઉપાસક એ મહાન હદયને જે વિચાર વિપર્યય તેની ઉત્તરાવસ્થામાં થયે તે કેવો ભ. વ્ય, કેવા ચમત્કારિક, અને તેના દૃઢ નિશ્ચયને લીધે કે અસરકારક નીવડ્યા તે જાણવાને એટલું જ લક્ષમાં લેવું પૂર્ણ થશે કે તેના ઉત્તરકાલના ધર્મવિચારો પછીજ પ્રાચીનભાવનાની ઉપાસનાના પરમ વિસ્તાર આપણી ભૂમિમાં થતો ગયો છે. દલપતશાહીના વિસ્તારમાંથી કશી ભવ્યતા કે સસારતાનો જન્મ થયો નથી, ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટી સંશયાત્મક ઉપગિતાવાળાં ભાષાન્તરે અને નિર્જીવ અનુકરણ કરવામાંજ પિતાનાં સમૃદ્ધિ અને સાધનોને અઅત્યાર સુધી પણુ ગુમાવતી રહી છે, કેળવણી ખાતાની પવિત્ર હરાવેલી સીમાની અંદર એક પણુ અપૂર્વ લેખક નીવડા નથી, ગૂજરાતી સાહિત્યે આ પચાસ વર્ષમાં જે કાંઈ વૃદ્ધિ કરી છે, જે કોઈ નવું સાહિત્ય અને કાવ્યબલ ઉપજાવ્યું છે, તે “ સોસાઈટીઅને ‘શાલા' ના આશ્રય વિનાનાં સ્થાનમાં રખડી, રઝળી, ભીખ માગીને ઉપજાવેલું છે. નર્મદ વીરે પિતાના કેશને આરંભે ગૂર્જરીને આપેલા આશિર્વાદની છાયામાંજ ગૂર્જર સાહિત્ય, લાગવગવાળા સુજ. નાના સત્કાર અને સેવન વિના પણ પુષ્ટ થયાં ગયું છે. આટલું જ નથી પણ અનીતિની જે આભડછેટથી કેળવણી ખાતાને ચેખું રાખવા યેન થયાં ગયા છે, કાવ્યસાહિત્યમાં પણ જે ભયને લીધે દલપતશાહી કરતાં બીજી શૈલીના સત્કાર થયો નથી, તે બધું તો આપણાં બાલકા હવે નર્મદને હાથે નહિ, પણ નિમલ્ય, નિસ્તેજ, ખરેખરા દુરાચારી ગણવાને પાત્ર એવા કેટલાક હલકા નાટકકારોને હાથે બહુ સારી રીતે શીખવા લાગેલાં છે. આ રીતે વિચાર કરતાં “ સુધારા '-માં કે “સાહિત્ય '-માં એકમાં જીવનમાં કે કાવ્યમાં એકેમાં દલપતશાહીથી લાભ થયો નથી, નર્મદશાહીથી લાભ થા છે; છતાં એક ‘ અનીતિ,-શબ્દની છાપ મારીને કવિ નર્મદના કવિત્વને કવીશ્વર દલપતરામના કવિવ કરતાં હલક ઠરાવવાનો અન્યાય થયો તે કયા સાહિત્યવિલાસીને આજ પણ શરમમાં નહિ ડુબાવે ! કવીશ્વરનું સ્થાન લેનાર કોઈ નથી એમ કહી આપણે શાક દશૉવીએ છીએ પણ તે સ્થાન લેનાર ઉપજાવવાનું સામર્થે દલપતપક્ષમાં હતું નહિ, જ્યાં તેવું સામર્થ્ય હતુ" તેવા નર્મદપક્ષને આપણે હલકે પાડી ગુંગળાવી મારી anahi Hen tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850