પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઉ૫૮ આ સુદર્શન ગઘાવલિ. નાંખ્યા; તે એ શાકને માટે આપણે આપણને જ આશિર્વાદ દેવા જોઈએ; ગૂર્જરીના શાપ એ ન્યાય કરનારને માથે ઉતર જોઈએ. - અને એ ન્યાય માટે અમે આટલી બધી દિલગીરી દેખાડીએ છીએ અને સહદયને એ દિલગીરીમાં ભાગ લેવા નિમંત્રણ કરીએ છીએ તે એટલા માટે નથી કે દલપતરામને જે માન અને સમૃદ્ધિ મળ્યાં તે નર્મદાશંકરને રહી ગયાં કે નર્મદાશંકરને જે મળ્યું તે દલપત મને રહી ગયું. નર્મદ પણ એક વાર મુંબઈના મુખનું પાન હતા, લક્ષ્મીની છોળામાં વહેતા હતા; અંત સમયે, ઉદારતાથી નિર્ધનતામાં મૂકાયા છતાં, પરમાનંદમાં હતા. પણ એવી વાતો તે એક ક્ષુદ્રગણુના છે; એવી ગણના ઉપર લક્ષ રાખીને સાહિત્ય અને દેશહિતના પ્રશ્નોના નિર્ણય થઈ થકતા નથી. લોકોનું માન અને તેથી પ્રાપ્ત થતી સમૃદ્ધિમાં પણ જે સુખ ન હોય તે બહુ વાર એકાન્તમાં, મિત્રોથી પણ ત્યાગ થયેલા એકાન્તમાં, પડી રહી છેતાની ભાવનામાં વિહરન ર નિર્ધન કવિને સહજે મળી રહે છે. વ્યક્તિને આ પ્રશ્ન જ નથી. કાવ્ય અને વાચન, ભાષા અને શિક્ષણ કેવા ધારણ ઉપર રાખવું, તેમનું ઉત્તમોત્તમ સ્વરૂપ કેવું રવીકારવું એ વિષયે જે ભાવના આખા દેશની દૃષ્ટિ આગળ ધરવામાં આવે તેથી જે લાભ હાનિ થાય તેના ઉપર લક્ષ રાખીને આ બધી ચર્ચા કરવામાં આવેલી છે. અને સરસ્વતીના સ્વતંત્ર સામ્રાજ્યમાં નીતિ અનીતિના પ્રશ્નને વચમાં લાવી સાહિત્યભાવનાને છેક દલપતશાહીના અતિ પ્રાકૃત ધારણ ઉપરજ લાવી મુકવી, તેજ છેવટનું અને ઉત્તમોત્તમ સ્વરૂપ છે એમ કહેવું, અને તે કહેવાનેજ છેક સરકાર સુધીથી સર્વમાન્ય ઠરાવવાનો યત્ન કરા; એ સમગ્ર ગુર્જર ભૂમિની સાહિત્યસમૃદ્ધિને અપમાન આપવાનો, મારી નાખવાનો, અને ભ્રષ્ટ કરવાનાજ પ્રકાર છે એમ અમને ભાસે છે. જગત જે નાના મોટા પ્રકારથી ખરી વાતને ખોટી ઠરાવી શકે છે, ખાટીને ખરી કરાવી શકે છે, તેવા ધારણુથી કાવ્ય અને સાહિત્યના વિષયના આ બે વ્યક્તિ વચ્ચે ન્યાય થયો તેથી જે દિલગીરી થાય તે કરતાં પણ એવા ન્યાયથી ગૂર્જરસાહિત્યને જે અપાર હાનિ થઈ છે તે માટે અનેકગણી દિલગીરી થાય છે. સાહિત્યના વિષય પ્રપંચ અને જગતની પારનો છે. સંસારનાં તાજવાં અને કાટલાં બને તેનું માપ કરવાને સમર્થ નથી; તેથીજ તેનું માપ થયું છે, ને તેમ થ. વાથી સાહિત્યને મહા હાનિ થઈ છે. - સાહિત્ય, પાંડિત્ય, પ્રતિભા, ઈત્યાદિ સભાની પૂજથી જનસમાજને અતુલ લાભ છે, ઉન્નતિના માર્ગ જણાય છે, વિટંબના અને કલેશમય સંસારની અધમતામાં વિરામ અને સુખને અવકાશ સંડે છે. એ સત્ય સ્વીકારવાની સાથેજ એવું પ્રશ્ન થાય કે સાહિત્ય આદિની પૂર્ણતાની સાથે નીતિની પૂર્ણતા શું ન હોવી જોઈએ ? પ્રતિભામાં જે પૂર્ણતા છે તે નીતિ અને ચારિત્રની પૂર્ણતા સાથે રહી શકતી નથી ? રહેવી ન જોઈએ ? અને જ્યાં એ ઉભયે સાથે હોય ત્યાં આપણી પૂજ્યબુદ્ધિ વધારે થાય તેમાં યોગ્ય થતું નથી ? કવિ નર્મદાશંકર નીતિમાન હતા કે ન હતા, કવીશ્વર દલપતરામ નીતિમાન હતા કે ન હતા એ તે તે વ્યક્તિનો અનંત પ્રશ્ન છે, એ વિષયે કાંઈ પણ નિર્ણય કોઈથી પણ કરી શકાય એમ નથી; કઈ પણ કરી શકે તો તે તે પુરુષોના જીવનચરિતને લખનાર પુરુષનું તે કામ છે. અનેક વાતો જેને લેકષ્ટએ નીતિ કે અનીતિ, ન્યાય કે અન્યાય માની હોય, તેની વાસ્તવિક ૬કીકત જ્યારે સર્વ પ્રસંગેના વિચાર કરી તે તે વ્યક્તિને સ્થાને આપણે પોતે anahtleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50