પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, અંગરેજોના આવાગમનથી જેમ બીજી પાશ્ચાત્ય વિદ્યાઓ આપણા દેશમાં પ્રવેશ પામી તેમ પાશ્ચાત્ય પદ્ધતિએ સમજવામાં આવેલું વૈદ્યક પણ અત્ર પ્રસાર પામ્યું. ત્રણે ઇલાકાનાં મુખ્ય મુખ્ય શહેરોમાં વૈદ્યવિદ્યા શીખવાની પાઠશાલાઓ સ્થાપવામાં આવી, અને ઘણાંખરાં મોટાં ગામોમાં ઔષધશાલાઓ પણ ઉધાડવામાં આવી. અંગરેજી દવા ઉપર લકને અનેક કારણોથી રુચિ થઈ નહિ, પણ ધીમે ધીમે અનુભવ અને પરિચય વધતાં. તેને ઉપયોગ સમજવામાં આવતાં, આજ લગભગ બધા લકે ઔષધ ઉપર વિશ્વાસ કરે છે ને અનામય પણ, ઘણીવાર, પ્રાપ્ત કરે છે. પાશ્ચાત્ય વૈદ્યવિદ્યામાં નિરંતર વૃદ્ધિ થયાં કાય એવી પાશ્ચાત્ય દેશોમાં ઘણી યોજનાઓ છે, આપધાના તેમ શસ્ત્રના પ્રવેશ કરી જેવાની ઘણી સરલતા અને સગવડ છે, અને એકલી એજ વિદ્યાને ઉદ્દેશીને ઘણાં સારાં પ્રતિષ્ઠિત સામયિકપત્રો તે દેશોમાં બહુ ઉપયોગી ચર્ચા ચલાવી એ વિદ્યા સંબંધી જ્ઞાન વિતારતાં રહે છે. આથી કરીને શસ્ત્રક્રિયામાં તો પાશ્ચાત્ય વૈદ્યવિદ્યા કરતાં કોઈ અધિક નથી એ વાત ઘણાકને અનુભસિદ્ધ થઈ ગઈ છે, અને સર્વ કોઈ તેને તે પ્રસંગે, પાશ્ચાત્ય વૈદ્યવિદ્યાનેજ આશ્રય કરી સુખ પ્રાપ્ત કરે છે. | પરંતુ શરીરના અંતર્ગત વ્યાધિઓની ઉપચાર સંબંધે હજી પણ સારા સારા મા માં બે મત ચાલે છે. દેશી એટલે આપણાં જુનાં શાસ્ત્રોમાં, ચરક, સુશ્રુત સંહિતાઓ, નિઘંટ વાગભટ્ટ, ભાવપ્રકાશ, અષ્ટાંગહૃદય, ઈત્યાદિ વિદ્યવિદ્યાના જૂના ગ્રંથમાં જે ઉપચારે કહેલા છે, તે ઉપરાંત વળી પ્રત્યેક ઘરમાં, પ્રત્યેક ગામમાં વૃદ્ધ સ્ત્રી પુરુષોને સ્વાનુભવથી જે કાંઈ સામાન્ય જડમૂલ ઈત્યાદિના ગુણ જાણવામાં હોય છે, તેનાથી કરીને પાશ્ચાત્ય ઔષધે કરતાં વધારે લાભ થાય છે એવું માનવામાં આવે છે. એનાં કારણોમાં આ દેશનાં હવા પાણીને અને પાશ્ચાત્ય દેશનાં હવા પાણીને ફેર તેમજ આહાર વિહારનો પણ ફેર, એ કાર ને આગળ કરવામાં આવે છે. એ વિદ્યાનો વિશેષ શોધ કરનારા એમ પણ કહે છે કે પાશ્ચાત્ય ઉપચાર પદ્ધતિ જ્યારે કેવલ અજમાયશ અને પ્રયોગના ધારણ ઉપરજ ચાલે છે, ત્યારે અત્રય ઉપચાર પદ્ધતિ રોગના નિદાનનો બહુ ઉડે વિચાર કરીને ઐષિધિના પ્રયોગ કરે છે; બીજી રીતે કહીએ તે પાશ્ચાત્યપદ્ધતિ જ્યારે વ્યાધિનાં વ્યક્ત ચિન્હોનો ઉપશમ કરવા યત્ન કરે છે, ત્યારે અત્રય પદ્ધતિ વ્યાધિના વ્યક્ત ચિન્હા કરતાં તેના નિદાન ઉપર લક્ષ કરે છે અને ઉપચાર યોજે છે. અધિકમાં એમ પણ કહેવાય છે કે ઔષધના વ્યાધિનિગ્રહના બલબલ કરતાં અધિકનો વિચાર પાશ્ચાત્યપદ્ધતિમાં નથી ત્યારે અત્રત્ય પદ્ધતિમાં આષાના વ્યાધિનિગ્રહ કરવાના સામર્થ્ય ઉપરાંત પ્રકૃતિના સૂમ અંશોને પણ અસર કરવાના બલ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. અમુક ઔષધથી અમુક વ્યાધિ મટી શરીર સારુ" થાય એમ પાશ્ચાયપદ્ધતિ કહેશે પણ તેજ ઔષધથી વ્યાધિ સારા કર્યાની સાથે મન બુદ્ધિ આદિ ઉપર અમુક અસર થશે એમ તે પદ્ધતિ સ્વીકારશે નહિ. જ્યારે આને પણી પદ્ધતિ તે સ્વીકારશે. ધાતુ આદિના પ્રયોગમાત્રમાં આવો કોઈ આશય આપણાં શાસ્ત્રામાં હોય છે એમ સારા વિદ્યા પાસેથી સંભળાય છે. એમ સમજી શકાય તેવું છે કે આપણું ઋષિ મુનિઓની પ્રવૃત્તિમાત્રનું પર્યવસાન નિવૃત્તિનું પરમસુખ અનુભવવા અનુભવાવવાનું જ હતું? એટલે જેમ બીજા શાસ્ત્રની તેમ વૈદ્યવિદ્યાની યોજના પણ તેમણે તેમાં યાગાદિ શાસ્ત્રાને ભે ળવી, તેવા પારમાર્થિક ઉદેશથી કરેલી હોય એમાં આશ્ચર્ય નથી. ianchi. Heritage ge Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50