પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૭૨ સુદર્શન ગદ્યાવલિ. એ તે સુપ્રસિદ્ધ વાત છે; આમભાવ વિસ્તાર, પ્રાચીન ધમાનું અધ્યયન કરવું, અને માશુસમાં રહેલી આધ્યાત્મિક શક્તિઓને શોધ કરો એ તેના ઉદ્દેશ છે, આ ત્રીજા ઉદ્દેશને અંગે એમ માનવામાં આવે છે કે યોગસિદ્ધ એવા કેટલાક મહાત્માઓ તીબેટમાં રહે છે ને તેમને આ મંડલીમાં જે કોઈ અધિકારી હશે તેમની સાથે સંબંધ છે. મંડલીના નિયમોથી કે સિદ્ધાન્તાથી આ વાત સભાના સભાસદાએ સ્વીકારવી એવું કાંઈ છે નહિ. આ સંબંધમાં વારંવાર વિવાદ ઉઠે છે. થોડાં વર્ષ ઉપર મદ્રાસમાંજ પાદરીઓએ મહાત્માઓની વાત અને તેમના નામથી થતા ચમત્કાર ખોટા છે ને તરકટ છે એવી મોટી ચર્ચા ઉઠાવી હતી. ગયા વર્ષમાં પુનઃ એમ માં ઉપસ્થિત થઈ હતી કે અમેરિકા ખાતાની સોસાઈટીઓના સેક્રેટરી અને આખી થીઓસોફીકલ સેસાઇટીના ઉપપ્રમુખ મી. વીલીઅમ. કયુ. જડજ જે આ મહાત્માઓ સાથે સંબંધ હોવાનો દાવો કરે છે ને મહાત્માઓ તરફથી અમુક આજ્ઞાઓ લખાઈ આવી છે વગેરે કહી તેવા કાગળ બીજાને બતાવે છે તે કેવલ તરકટજ રમે છે. આ ઉપરથી આ સાલના જુલાઈ માસમાં લંડનમાં એક કમીટી નીમી તપાસ ચાલી હતી, જેમાં છેવટ એ આવ્યું છે કે મહાતમાઓનું અસ્તિત્વ અને તેમની સાથેના સંબંધ માનો કે ન માનો એ દરેક માણસની પોતપોતાના મનની વાત છે, થીઆસારીમાં સભાસદ હોવા સાથે તે વાતને સંબંધ નથી, એટલે એ તપાસ આગળ ચલાવવાનું કારણ નથી. આવો નિશ્ચય સંતોષકારક જણાય કે નહિ એ પ્રશ્ન છે, પણ થીઓસેરીને એવા વિચાર સાથે સંબંધ નથી એ વાત ખરી છે, અને એ રીતે આ મંડલનું તાટસ્થ સચવાય એ વાત સંતોષ માનવા જેવી છે. ૪–સિદ્ધાશ્રમ:—એવી વાત ઘણા પત્રમાં પ્રસિદ્ધ થઈ છે કે નંમરબજાર નામે એક ગામ જે સીકીમ પાસે આવેલું છે તેના બજારમાં કેટલાક યોગીઓ પ્રતિવર્ષ અનાજ લેવા આવે છે. પાછા વળતાં તે દોડતા જતા રહે છે કે કોઈ પાછળ આવી શકે નહિ. બાબુ પ્રમથનાશું કે જે કેમ્બ્રીજના ગ્રેજ્યુએટ છે તે અને કેટલાક આ યોગીઓની રાહ જોઈ તેમને પકડી પાડી, તેમની પાછળ દોડયા. હિમાલયમાં તેમના આશ્રમ છે ત્યાંસુધી આ બાબુ અને એક બે બીજા એટલાજ પહોચી શકયા. ત્યાં બાબુને કેટલુંક પ્રાયશ્ચિત કરાવ્યા પછી અંદર જવા દીધા, ને તે ત્યાં બે વર્ષ રહ્યા. એ આશ્રમને સિદ્ધાશ્રમ કહે છે. ત્યાં સમાધિસ્થ એવા ચિરંજીવ થેગીઓ છે, મહાટું સંસ્કૃત પુસ્તકાલય છે, ને યોગાભ્યાસનું તે ઉત્તમોત્તમ સ્થાન છે. અમૃતબઝાર પત્રિકામાં આ વાત પ્રકટ થઈ છે. પ–હિંદુધર્મની અસર:-પ્રોફેસર મેક્ષમ્યુલરે ગયા માર્ચ મહીનામાં ઇમ્પીરીઅલ ઇન્સ્ટીટયુટમાં વેદાન્તવિષે ભાષણ આપ્યું હતું. તે ભાષણમાં તેમણે એક વેદાન્તની એટલી બધી પ્રસંશા કરી છે કે એ સમાન કોઈપણ તરવવિચાર અદ્યાપિ થયો નથી ને થનાર નથી, અને તત્વજ્ઞાનથી જે સુખી જીવન અને શાન્ત મત માટે તૈયારી થતી હોય તો વેદાન્ત જે એકે અભ્યાસ મારા જાણવામાં નથી. એ ભાષણમાં તેમણે કર્મ તથા પુનર્જન્મના સિદ્ધાન્તને પણ કાંઇક ભાગે સ્વીકાર્યા છે. આ બધી વાતો ઉપરથી “ ઇડિયા ” માં એક લખનાર કહે છે કે * હિંદુસ્તાનના શરીરને ઈગ્લડે વશ કર્યું, પણ હિંદુસ્તાન પાછું ઈગ્લેંડના મનને વશ કરશે એમ લાગે છે. અકટોબર-૧૮૮૪ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850