પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/2૬ મંથાવલોકન ૮૧૫ છે. દુમિલ ( દુર્લભ ), હરિછા (હરીછા ), શંખલા (શુંખલા ), વિસ્તર્ણય ( વિસ્તીર્ણ ) પ્રેમમયી ( નર, નાન્યતરને લગાડેલું હોય ત્યાં પણ એનું એજ રૂ૫ વાપરે છે ), ઉત્સુક્ત ( ઉસુક ), પ્રિયેન, પ્રિયેએ ( પ્રિયાને, પ્રિયાએ ) વગેરે. એક હતભાગ્ય શબ્દજ ત્રણ રીતે લખે છે; હત ભાગ્ય, હતભાગ્ય , હત્યભાગ, સુજન શબ્દનું સંબેધન સુજન્ માને છે. આ સર્વની શુદ્ધતા થવી ઘણી જરૂરી છે, બાકી આમ કરવાથી ભાષા સુધરતી હોય કે બહોળી થતી હોય તે કાલાંતરે ઘર ઘરની કે માણસ માણસની ભાષા પણ જુદી થઈ પડે ! ! આટલામાટે ભાઈ ઇચ્છારામને અતઃપર આવા દાથી દૂર રહેવા વિનતિ કરીએ છીએ. બાકી તેમની મહેનત, ઉત્સાહ, તથા એકદીલી જોઈ અમે ધણા પ્રસન છીએ અને ગુજરાતમાં એમના એવા બીજા લેખકે જાગે એવું અંતઃકરણ પૂર્વક ઇચ્છીએ છીએ. ૩૧-પવિત્રપ્રમદા:-અ. પુસ્તકમાં સ્ત્રીઓના હક વગેરે બાબતને વિચાર સ્ત્રીઓના એક સમાજ કલ્પી તેમની પાસે જ ભાષણો વગેરે દ્વારા કરાવ્યો છે. હાલના સુધારામાં ચર્ચાતી સ્ત્રીના હકની વાતને દાખલા દલીલથી તેડવા પ્રયત્ન કર્યો છે ને મૂલ આર્ય ધર્મના સનાતન સિદ્ધાંતનું એ સંબંધમાં પ્રતિપાદન કર્યું છે. સર્વ સુધારકોને આ પુરતક વાંચવા લાયક છે. ૩૨-ચંદ વિદ્યાને ચાસઠકળા:-આ વિષય પર મુંબઇની ‘ જ્ઞાનપ્રસારક’ મંડળીમાં પ્રખ્યાત ધુરંધર પંડિતરાજ ગટલાલજીએ જાહેર ભ. શું કરેલું" તે આ ચોપાનીઆના આકા* રમાં છપાઈ આવ્યું છે. એ મંડળીવાળા વારંવાર આવાં સ્તુય વ્યાખ્યાને પ્રસિદ્ધ વિદ્ધાને પાસે કરાવે છે ને તેથી વિદ્યાવૃદ્ધિમાં સારી મહેનત લે છે. એ સંબંધે સરકારે તેમને દર વર્ષ રૂ. ૩૦ ૦, આપવા હરાવ્યા છે તે વારતવિક છે. પંડિતશ્રીનું હાલનું ભાયણુ ધણુ” મનન કરવાયેગ્ય છે. એમાં પ્રાચીન આયાવર્તની જે વિદ્યાકલાનું વિસ્તારથી વર્ણન બતાવ્યું છે તથા તે તે સંબધી ગ્રંથનાં નામ, ને તે ન હોય તે તે વિદ્યા કે કલાની હયાતીની સાબીતી આપી છે તે સર્વ શેાધક લોકને પરમ આનંદ પમાડે એવી વાત છે. આપણા દેશમાં પૂર્વે શું ન હતું-- ર્યું હતુ-એમ માનનારા મનમાં અટું પદ પમી પાશ્ચાત્ય રીતરિવાજ તથા સુધારા કે સુખને તિરસ્કાર કરી નાંખી દે છે ને પિતાનું હતું તે મેળવવા મથે છે તેમને આવી પંડિતજીની વાતથી ઘણે દીલાસે મળશે, અને અમે પણ દુનિયામાં કાંઈક હતા એવા અભિમાનથી જે ઉત્સાહ તથા શૌર્ય આવે છે તે સ્વાશ્રય, ઉતસાહને હાંસ દરેક આર્યના હૃદયમાં જરૂર જાગૃત થશે. ગલાલજી જેવા પંડિતોને આવી રીતે લોકો સમક્ષ આણવાથી કેટલે લાભ થાય છે, એ આવાં વ્યાખ્યાનથી સમજાય તેમ છે. - આ સિવાય શતમુર્ખાઈ, તથા વૈવસંપ્રદાયવાળાને ઉપયેગનું મુંબઈમાં વેચાતુ પંડિત ગટુલાલજીનું' બનાવેલું પંચાંગ અને કચ્છનીભુગોળ એ પુરતો તેના પ્રકટકત તરફથી મળ્યાં છે તે પશુ ઉપકાર સાથે માન્ય કરીએ છીએ. ભાઈ છારામનું બહુત કાશ્વદોહન ભાગ ૧ લા આવૃત્તિ બીજ ઉપકાર સાથે સ્વીકારી આગળ ઉપર વિવેચન રાખ્યું છે. જુન-૧૮૮૭ ૩૧-રચનાર રા–ગિરિજાશંકર કાશીરામ ત્રિવેદી–પ્રસિદ્ધ કતાં રા-મનમેહનદાસ દયાળદાસ મુંબઈ કીમત ૦-૧૦-૦ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50