પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્માવલિ, ૨ ૩૩-બૃહત્કાવ્યદોહન* ( ભાગ. ૧. ): મૂલમાં ગુજરાતી કવિતાને સંગ્રહ કરવાનુ’ કામ કવિદલપતરામે આરંભેલું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી ” ને આશ્રયે રહી સર અ. લેકઝાન્ડર કિન્લોક ફાર્બસ સાહેબની મદદથી તેમણે સારે જ સંપાદન કર્યો હતો. તે પછી તેમણે સરકારને માટે કાવ્યદોહન ભાગ ૧ લા તથા બીજો એમ બે ભાગ રમ્યા હતા. એ વિભાગમાં ઘણી ખરી કવિતા સમાવેલી હતી, પણ તેટલાથી ગુજરાતની આખી કાયશક્તિનાં પૂર્ણ દર્શન થતાં ન હતાં, જેમ જેમ લોકોને કાવ્ય ગ્રંથ વાંચવાનો શોખ થતો ગયો તેમ તેમ આ બે કાવ્યદોહનને માટે માગણી વધતી ગઇ, પણ કેળવણી ખાતાવાળાઓએ તે પુસ્તકો કાંઇ કારણસર છપાવવાં બંધ કરેલાં હતાં તેથી લોકો નિરાશ થતા. એ પ્રમાણે માગણી ધ્યાનમાં લઈ હાલમાં સરકારે “કાવ્યદોહન ' છપાવ્યું છે, પણ તે હવે નકામું છે. તેને માટે હવે માગણી નથી એટલું જ નહિ, પણ તેના અંદરના ગુણથી પણ તે નિરૂપયોગીજ છે. એની બારીક તપાસ આગળ ઉપર બનશે, પણ એમાં કેળવણીખાતાએ પોતાની જ સગવડ સાચવી છે, વાંચનારની નહિ, એટલું તે આ પ્રસંગે પણ કહેવું જોઈએ. કાવ્ય શબ્દને કેળવણી ખાતામાં શા અર્થે થતું હશે તે અમને માલુમ નથી. પણ આ કાહનમાં તે જેને ખરાં ઉત્તમ કાવ્ય કહી શકાય તે પણ જણાતાં નથી. એ ખાતાના લાગતા વળગતાઓનો એ અભિપ્રાય સમજાય છે કે જે શંગાર કે રામકૃષ્ણના નામની વાત કેઈના સાંભળવામાં આવે તો તેની નીતિ બગડી જાય—-ને જો આ વાત ખરી હોય તો ગુજરાતમાં કાવ્યદેહન પ્રસિદ્ધ કરવાની વાત પણ કેવળ માંડી વળાય ! ગુજરાતી કવિતાની ઉત્પત્તિ ઇશ્વર ભજનમાંથી થઈ છે. જેમ સર્વ દેશમાં બને છે તેમ અહીંઆ પણ ભક્તજનોનાં સમ હૃદયમાંથી કવિતારૂપે ઉદ્ગાર નીકળેલા છે. તેમાં સ્વાભાવિક રીતે આવ્યા હોય તે સિવાયના રસ અલંકારની સાહિત્ય પ્રમાણે આશા રાખવી ફાકટ છે. છતાં આવા ભકતો શુદ્ધ કવિ થઈ ગયા છે. એમનો આરંભ નરસિંહ મહેતાથી થાય છે, કે નડિયાદના શોધક રા. રા. ચતુરભાઈ શંકરભાઈના અપ્રસિદ્ધ ગુજરાતી કાવ્યમાટેનાં પ્રયત્નમાંથી બાવનાપુરના કોઈ વિષ્ણુદાસ તેની પણ પહેલાં થયો હશે એમ માનવાને કારણ છે. આમ વિચરતાં પ્રથમવર્ગ ભક્તિયુક્ત કવિતાનો જણાય છે. ગુજરાતની ખરી ચઢતી વખત—વલ્લભી રાજયનું સામર્થ્ય,–તે વખતની પ્રાકૃત કવિતા જાણ્યામાં નથી, બાકી સંસ્કૃત તે ઘણી છે. તે પછીના ચાલુકય વગેરે વંશના સમયમાં જૈન કવિઓ થયા જણાય છે, એટલે નરસિંહ મહેતા પછી, આ જૈન કવિઓને ગણાય. એવાજ અરસામાં કવિ ભાલણ વગેરેને પણ ગણવાનાં પ્રમાણ મળેલાં છે. આ પ્રમાણેનો પ્રવાહ ઘણા વખત ચાલ્યા. ઈસવિસનના ૧૪ માં સૈકામાં મુસલમાનો અહીં આવવાથી કાવ્યાદિક અધ્યયનમાં ખલેલ પહોંચ્યું, પણ થોડાજ કાળમાં સમાધાન થઈ જતાં ગુજરાતના હિંદુઓને દીલ્હી સાથે સં. બંધ બંધાવા લાગ્યો. આ વખતે આપણા દેશમાં ધણા કવિ થયા છે. જુનાગઢના રણછોડજી દીવાનથી માંડીને વસેના વેણીશા બાજીશા સુધીમાં ઘણાં નામ ગણાવી શકાય તેમ છે. ઉ• ત્તર હિંદુસ્તાનના સંબંધ થતાં સુરદાસ, તુલસીદાસ, સુંદરદાસ, કેશવદાસ જેવા મહાકવિની પ્રસાદી ઘણાને મળી, અને રસ અલંકાર યુકત, પણ હિંદી ભાષામાં કવિતા ઘણી બનવા લાગી. આવા કવિઓના સમૂહ નડિયાદ, સુરત, અમદાવાદ, જુનાગઢ, સોજીત્રા, ખંભાત, ૩૩–પ્રસિદ્ધ કત્તાં રા, ઇચ્છારામ સૂર્યરામ. કીમત રૂ. ૩-૦-૦ sanani Heritage P rta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50