પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૩૪ સુદર્શન ગદ્યાવલિ, સર્વથા જણાયાવિના રહેતું નથી. કાવ્યના જુદા જુદા અંશ લઈ તે ઉપર વિવેચન કરી ખુબ બતાવવા જતાં ઘણું લખાણ થવાનો પ્રસંગ જાણી તેમ કર્યું નથી, પણ કલ્પનાના સંબંધમાં એકંદર અમે સર્વને તેનું અવલોકન કરવાની ભલામણ કરીનેજ અટકીએ છીએ. જે નિયમેનું અમે કાંઈક વિવેચન કરી ગયા તે લક્ષમાં રાખી, આ કાવ્ય કલાપનું અવલોકન કરતાં તેમાંનું રહસ્ય સહજ હૃદયગોચર થઈ જશે અને કાવ્યની જે ઉત્તમ ખુબી છે તે સમજાસે. કે રા. નૃસિંહરાવે ભાષા ઘણી મધુરી તથા કાવ્યને ઉચિત માધુર્યવાળી વાપરી છે, પણ તેમાં કેટલીક નવાઈઓ દાખલ કરી દીધી છે. એ પણ એક તેમની કલ્પનાના ચમકારનાજ અંશ હોય તેમ જણાય છે. ભાષાના સંબંધમાં વ્યાવહારિક કે લૈકિક અને સંસ્કૃત અથવા સર્વમાન્ય એવા ભેદ નિરંતર રહેજ છે. ગ્રંથાદિ સર્વે સર્વમાન્ય સંસ્કારી ભાષાથીજ લખાય છે, છતાં બોલાતું હોય તેવું લખવાનો નિયમ પકડી કેવલ એક ગામ કે કદાપિ એક નાતનીજ રૂઢિ પ્રમાણે શબ્દોની જોડણી કરવી એ અમને તે સપ્રમાણુ લાગતું નથી. કાય, હે. વે, ધૂલ્ય, વિશે, માં ( નહિના અર્થમાં ), સુણ્ય, હારે ઇત્યાદિ શબ્દો માટે દેશ્ય વ્યવહાર સિવાય બીજું સબલ પ્રમાણુ અમને જણાતું નથી અને એવા વ્યવહારને અનુસરતા પ્રયાગ કાવ્યાદિમાં ભાગ્યેજ અદુષ્ટ હોય. એમજ હમે, હે ઈત્યાદિરૂપ પ્રાકૃતિદ્વારા તેવાં સિદ્ધ કરી શકાય તેમ છે, છતાં અપ્રયુક્ત હોવાથી અમને અદુષ્ટ લાગતાં નથી. આવા નવીન, પ્રભેદથી ભાષાને કોઈ જાતનો લાભ સમજાતો નથી, ને જ્યાં ભાષાને નવા વિચાર દર્શાવનાર શબ્દના વધારાથી વધારે સંસ્કારે પહોચાડવારૂપ, કે સરલ કરવારૂપ, કે કોઈ પ્રબંધને અનુકુલ કરવારૂપ લાભ નથી, ત્યાં અમે નવીન શબ્દ ક૯૫ના નકામીજ ગણીએ છીએ. આ બે સિવાય આર્ય તરૂણની હાનિનાં કારણ, અને જ્ઞાનપ્રસારક મંડળીના ૧૮૮૬-૮૭ની મોસમનાં ભાષણ જેમાંનાં કેટલાંકની નોંધ અમે આગળ લીધી હતી તે મળ્યાં છે, તે ઉપકાર સહિત સ્વીકારીએ છીએ. વીકટારીઆનું જીવનચરિત્ર, ઇન્દ્રજિતવધ સિદ્ધાંતસિધુ, ભામિન ભૂષણ એ પણ મળ્યાં છે તે ઉપર અવકાશ મળતાં વિવેચન કરીશું. જાનેવારી-૧૮૮૮ ૪૧-ગંગા ગોવિંદસિંહ :–રા. રા. ઈચ્છારામ સૂર્યરામની ‘ હિંદ અને બ્રિટાનીઆ ' છપાઇ તે વખતે તેને રાજ્યહી ગ્રંથ ગણાવવા ઘણાએ અદેખા લોકોએ પ્રયત્ન કર્યો હતેા. પણ સત્ય વાત પ્રકટ કરવામાં કાંઈ હાનિ થતી નથી, ઉલટો લાભ થાય છે, એ નિયમે જેમ ભાઈ ઇચ્છારામના ગ્રંથ સર્વમાન્ય ગણાય તેમ તેને ટેકો આપી વગર હાનિએ સત્ય પ્રક્ટ કરી તેવી લેખન પદ્ધતિને સમર્થન કરે તેવું આ ભાષાન્તર પણ ગણાય. કંપનીના વહીવટ વખતે લોકો ઉપર જે અનર્થ ગુજરેલા તેનું કમકમાટ ભરેલું પણ ખરું ચિત્ર આ ગ્રંથમાં જણાવ્યું છે તે વાંચી દરેક દેશભક્તને દલગીર થવાનું સબળ કારણ છે. ને ઘણા બધા રાજ પ્રજા ઉભયને મળે તેમ છે. ગ્રંથ સર્વને વાંચવા યોગ્ય છે, ને એવા બીજા પ્રસિદ્ધ થવાથી ઘણો લાભ છે. ને પણ ભાઈ શ્રીનારાયાણુની ભાષા અમને સર્વદા કંટાળેા આપનારીજ છે તે છે. તે આટલું આટલું લખે છે પણુ કાણુ જાણે કેમ કોઈ શીખાઉ બાળક પણ ન કરે તેવી ભૂલો ભરેલુ" - ૪૧-બંગાળીપરથી ભાષાન્તર કર્તા રા. રા. નારાયણ હેમચંદ્ર. Gandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450