પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, લખાણ કરી ભાષાને બગાડી નાંખે છે, એથી તે એઓ લખતાજ ન હોય તો સારું એમ કહેવાની અમારે કંટાળા ખાઈ છેવટ ફરજ પડે છે. • ૪ર-સિદ્ધાન્ત સિંધુ:-આ શુભ ગ્રંથમાં આખા ઉદેશને એક (ચંદમે) ભાગ સમાવે છે, પણ તેટલા ઉપરથી જણાય છે કે મુમુક્ષ તેમજ સામાન્ય લેકને એ ગ્રંથ મનન કરવા યોગ્ય છે, એમાં ચારે પુરૂષાર્થને અનુકુળ તથા ચારે આશ્રમને યોગ્ય ધર્મવિચાર દર્શાવેલા છે. અને અમને જણાવતાં આનંદ થાય છે કે કોઈ લેભાગુ લખી મારનારની પેઠે આમાંના વિચાર, સનાતનશાસ્ત્ર સિદ્ધાન્તનું રહસ્ય આડું અવળું સમજાયાથી ગમે તેમ ચુંથાઈ ગયા હોય છે તેમ નથી. જુદી જુદી કથાઓ મુખ્ય કથાના અંગમાં સમાવીને ઉપદેશને ક્રમ ચલાવેલા છે. આ પ્રમાણે આપણું પ્રાચીન પુરાણોની અનુકૃતિ કરી ‘આચાર્ય' પદને સમર્થન કરવાનું પ્રયોજન ધાર્યું જણાય છે; બાકી સંસ્કૃત ગ્રંથાનાજ આશયનું ઉદ્ધાટન કરી સંતોષ માન્યો હોત તો આ નવીન આડંબરની કશી જરૂર ન હતી. બધાં ઉપનિષદ્દ, બ્રહ્મસૂત્ર, તથા ગીતા અને યોગના કાઈ સ્વ૯૫ ગ્રંથમાંથી આ ગ્રંથને સુખ્ય ભાગ નીકળે, ને વધારે શુદ્ધ તથા સારી રીતે નીકળે, અને બાકીના વ્યવહાર ભાગ તિઓમાંથી હજાર ગણી યોગ્ય રીતિએ નીકળે, આટલું જ નહિ પણ તે તે પ્રાચીન ગ્રંથનું જ વિવરણ કર્યું હોય તે થોડાક ‘અધિકારી શ્રેય:સાધકો’ કરતાં વધારે લોકને શ્રદ્ધેય પણ થઈ પડે; અને પ્રસ્થાનત્રયનો આશય અવિરુદ્ધ રીતે રપુટ કરવાથી શિષ્ટ સંપ્રદાય પ્રમાણે ‘આચાર્ય’ પદ પણ યથાર્થ સમર્થિત થાય. કાઈ નવીન સંપ્રદાય ચલાવવા જેવું લેશ પણ થાય એ અમને બહુ અપ્રિય છે કેમકે દેશને એથી બહુ હાનિ થઈ છે ને થાય છે માટેજ આટલું લખવું પડયું છે. બાકી ગ્રંથલિ, અંદરના સિદ્ધાન્ત, તથા ભાષા સર્વે શિષ્ટજનની સ્તુતિને પાત્ર છે. ' 2 વળી એક બીજી વાત પણ ધમતથા નીતિના ગ્રંથપરત્વે બહુ યાદ રાખવી જરૂરની છે. આજકાલ હિંદુસ્તાનમાં ધર્મનો ઉચ્છેદ થવા બેઠા છે, તે એવી રીતે કે નવીન પ્રજા જેના ઉપર દેશને આધાર છે તે પાશ્ચાત્ય જડવાદી કેળવણીના બલે નારિતક થવા આવી છે. આ નવા લોક કથા કે પુરાણને વાંચે કે માને એવી લેશ પણ આશા કરવી કેવળ કટ છે, ને શ્રદ્ધા રખાવવાની તેમની પાસે વાત કરવી કેવળ ફેકટ છે, ને શ્રદ્ધા રખાવવાની તેમની પાસે વાત કરવી એ પણ કેવલ ઉપહાસાસ્પદ છે. જ્યારે ગ્રંથ લખવેજ ત્યારે તે “ પ્રોજન ” એ અનુબંધ લક્ષમાં લેવો જોઈએ; ને તદનુસાર લખતાં કથા કરતાં દલીલનું લખાણ વધારે અસર કરે તથા ચાલુ થયેલી નાસ્તિકતાને અટકાવવામાં કામ લાગે. માટે અમે આચાર્યશ્રીને બીજાં ૧૭ રન લખતાં આ વાત લક્ષમાં રાખવાની વિનંતી કરીએ છીએ, કે તેમની મહેનત પિષ્ટપેષણ જેવી છતાં હાલની પેઠે લગભગ ફોગટ જેવી ન થાય. ૪૩-ભામિની ભૂષણ:(ભા-૧.)આ ગ્રંથમાં આખા વિષયના ૧૬ મા ભાગ સ્ત્રીઓને બેધ આપવા સમાવે છે. એક ફળીયાનાં થોડાં સારાં નરતાં ભિન્ન સ્વભાવનાં સ્ત્રી પુરુષ કલ્પી સ્ત્રીએના સ્વભાવનું સારૂ ચિત્ર આપ્યું છે. તથા એક મનહર પુરાણી પાસે રોજ કથા કરાવીને સ્ત્રીઓએ કેમ ચાલવું તેના દેરેક બાબતમાં બાધ અપાવ્યો છે. ધમાં સમાવેલી વાતોને એવી જીણી જીણી બાબતેપર લખાવી છે કે તે બહુવાર તે નજીવી ને કંટાળા ભરેલી લાગે છે, પણ ૨૨-રચનાર – સંહાચર્ય, વડોદરા, કીમત રૂ ૧-૮-૦ ૪૩-રચનાર નૃસિહાચર્ય વડેદરા, કીમત ૧-૦-૦. . Gandhi Herita eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50