પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગઘાવલિ, તેનો મુખ્ય ઉદ્દેશ બહુ સારો છે. શાસ્ત્રાનુસાર બાધ છે એમાં સંશય નથી; પણ આમાંએ જરા અર્ધજરતી થયા વિના રહી નથી. બોધ પ્રાચીન શાસ્ત્રાનુસાર, પુરાણી કથારૂપે કહે, ને આકાર ત્યારે અંગ્રેજી ‘લેકચરો’ને !! આ ગ્રંથ સર્વે સ્ત્રી પુરૂષોને વાંચવા યોગ્ય છે. પણ ‘સિદ્ધાન્તસિધુ ” ના વિવેચનના છેવટમાં અમે જે સૂચના કરી છે તે અને વધારે સબલ રીતે લાગુ થાય છે. આજકાલ શાસ્ત્રમાર્ગ તજી આર્યસન્નારીનું સ્વરૂપ સમજ્યાવિના પાશ્ચાત્ય સ્ત્રીવૃત્તની વાતોથી માહિત થઈ “ સુધરેલા' લેક અવળા ચહ્યા છે, તેમને ખરે માર્ગ સમજાવવામાં કથાની નહિ પણ દલીલની, ને ઉદાહરણ પૂર્વક ઇતિહાસ પરીક્ષા કરાવવાની, જરૂર છે. એમ જોતાં સ્ત્રી સ્વરૂપ સમજાવવું એજ પ્રથમ જરૂરનું છે, તો તે વિષે તે આ ગ્રંથમાં અદ્યાપી કાંઇ પ્રાધાન્યતઃ આવેલું અમે જોયું નથી, પણ કેવલ કથારૂપે અસ્તવ્યસ્ત કપેલી સંકલનામાં બહુ ક્રમ ન હોય એટલે તે દોષ ગણાય નહિ. આ રીતિનું લખાણ થાય તોજ લાભ છે બાકી મનહર પુરાણી લાખ દિવસ કથા કરે તેથી આચાર્યજીને હેતુ સફલ થાય નહિ. ' | ૪૪-કેસર-એ-હિદ ચરિત્ર-આજ સુધી મહારાણીશ્રીનાં જે જે જીવન ચરિત્ર ગૂજરાતીમાં લખાયાં છે તેમાં આ સર્વોપરી છે એમ કહેવું જોઈએ. લખાણ, તેમજ કાગળ, છપાઈ, ચિત્રો અને બધી સફાઈ ઉત્તમ છે, તેમજ રાણી શ્રીના વૃતાંતનો હેવાલ પણ વિસ્તારથી આપેલ છે. જેવું મહારાણીજીનું જીવન ચરિત લખાયું છે તેવું સર્વને–વિશેષે સ્ત્રીવર્ગનેબાધ લેવા લાયક છે અને અમે ઈચ્છિએ કે સર્વ કુટુંબ તથા સ્કૂલમાં એ પુરતક દાખલ થવું જ જોઈએ. હાલ તેમ થયું છે એ ખબર જાણી અમે આનંદ પામ્યા છીએ. અલબત અમારે છુપાવવાની જરૂર નથી કે એ પુસ્તકમાં બધા ગુણ છતાં થોડા અશુદ્ધ ભાષાના દોષ છે. પણ તે હવે તે મુંબઈગરી હિંદુ ગુજરાતીના સ્વભાવ રૂપજ થઈ પડ્યાથી સર્વને પ્રસિદ્ધ છે, એટલે તેપર સવિસ્તર વિવેચન કરી સ્પષ્ટ કરી આપવાની અને જરૂર નથી. ૪૫ સવર્તન: સ્માઇસ નામના પાશ્ચાત્ય લેખકના ચાર ગ્રંથ ઘણા પ્રસિદ્ધ તથા લોકપ્રિય છે. “સેલ્ફ હેલ્પ’ સ્વિાશ્રય]; “શ્રીટ' [કરકસર ); ડયુટી (સ્વધર્મ) “કેરેક્ટર’ (સદર્તન ), તેમાંને “કેરેકટર’ એ ગ્રંથ બહુ ઉત્તમ છે. તેમાંનું લખાણ એવું અસરકારક છે કે એકવાર વાંચીને મૂકી દેનારના મનમાં પણ ‘હવેથી આમજ વર્તવું આમ નહિ એ ચમત્કારિક સિદ્ધાન્ત તત્કાળ થયા વિના રહે નહિ. આનું નામ જ લેખની ખુબી. આવા બોધદાયક ગ્રંથની આપણી ભાષામાં બહુ બેટ છે. આ ઉત્તમ નીતિભંડારનું ભાષાંતર મરાઠીમાં હતું, તે ઉપરથી ગૃજરાતીમાં રચાવવામાં આવ્યું છે. શબ્દ શબ્દ ભાષાન્તર કરવા કરતાં મુખ્ય મતલબ લીધી છે એ ઠીક કર્યું છે. ઉદાહરણોમાં બને તેટલાં આપણા દેશનાં આધુનિક શ્રેષ્ઠ સ્ત્રી પુરૂષનાં આપ્યાં છે, એ અમને ઠીક લાગતું નથી કેમકે પોતાનાંજ સમયના માણુ વિષે લોકોમાં ઘણો મતભેદ હોય છે. અમે ‘સવૃત્તિ’ એ નામથી જે વિષે લખિયે છિયે તે એજ “કેરેક્ટર’ નામના ઉત્તમ ગ્રંથનું અનુકરણ છે. નથી ભાષાન્તર કે નથી આ સર્તન જેવું રૂપાન્તર. આ સર્તન ગ્રંથ સર્વને બહુ મનન કરવા યોગ્ય છે, અને સંસારમાં પરમ શ્રેય માર્ગ વી એક્ષપર્યતા સાધન પ્રાપ્ત કરવાની શુભ વાસના રાખનાર સવી સ્ત્રી પુરુષે તેના વિના રહેવું નજ જોઈએ એમ અમારું માનવું છે. “ સદ્વર્તન ' એ શબ્દથી ( કેરેકટર ' એ અંગ્રેજી માલનો ખરો ભાવ ૪૪-રચનાર રા. રા. આ.રામ સૂર્યરામ દેસાઈ; મું ૧. કી- ત રૂ. ૪. ૪પ-રચનાર રા. રા. ગાવિંદશંકર શાસ્ત્રો બાપટ, મુંબઈ. ફીમત. ૨. ૧ Gandhi Heritage. 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50