પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન.. (૩૭ ઉદય થતા નથી. વર્તન એ આચાર છે, પણ “કેરેકટરે ' એતો મનેબલ, મનેભાવ, હદયશુદ્ધિ -સ્થિર વૃત્તિ છે. માટે જ અમે આ સંબંધી વિષયનું નામ “ સત્તિ' કહ્યું છે. પણ નામમાં કાંઈ બગડી જતું નથી, વિષય સર્વને ગ્રહણ કરી મનન કરવા જેવો છે એ ફરીથી કહીએ છીએ. - ૪૬ પતિવ્રતા બાયડીને હેમી ભરથાર:–આ વાત છે. કોઈ પુરુષના મિત્રે તેની પ્રતિવ્રતા સ્ત્રીને લલચાવવા પ્રયત્ન કર્યો તેમાં ન ફાવ્યા ત્યારે તેના પતિને હેમમાં નાખી સ્ત્રીને દુઃખ દેવડાવ્યું. અંતે સત્યનો જય થયો આટલી વાત છે. આ વસ્તુસંકલના એવી નિર્જીવ તથા ગોઠવણમાં શિથિલ છે કે એક બાળક આગળ કહેવા માંડેલી કહાણી જેવી લાગે છે. લખનારમાં ગ્રંથકાર તરીકેની શક્તિનો આવે અભાવ છે. તે ઉપરાંત હિંદુ ઘરસંસાર જેમાંથી તેમણે વાતને પાયે રચે છે તેની રીતિનું પણ તેમને ભાન નથી. સ્ત્રીઓ ધરમાંપણુ જેડા પહેરી ફરે ને તે જોડે હાથમાં લઈ કોઈ પુરુષને મારવા જાય, લાગ ફાવે તો તમાચા કે લાત મારે, ધણી વેશ બદલીને આવે તે ઓળખે નહિ, ‘ જણનારીમાં દમ નહિ ત્યારે સુયાણી શું કરે’ એવા અપશબ્દ બોલે, હીંદવાણી હાઈ “ ક્યામત' ની આશા કરે, અને છેવટ “ ચુંબન’ ની ફીલસુફી ચલવે તે છતાં ગ્રંથકાર તેને સદ્ધમાં હિંદુ કુટુંબની પતિવ્રતા નારી કહે વાહ ચતુરાઈ ! ભાષાનું તો પૂછવું જ નહિ. લખનાર પારસી ગૃહસ્થ છે. એટલે વ્યાકરણ દોષ, વાયરચના દેષ, શબ્દ દોષ, નવાં વાક્ય જુના અર્થમાં રચવાની સકાઈ, એ બધુ કેટલું ગણવા ને કહેવા બેસાય ? - ૪૭ માહોટે ઘેરનાં મહેરબાઈઃ—એ પારસી કુટુંબ કલ્પી એક છોકરા છોકરીનાં લગ્ન કરાવ્યાં છે. પછી છોકરી અથવા વહુ મહેરબાઈના લખલુટ ખર્ચથી થતી હાનિઓ વર્ણવી છે, ને છેવટ દુ:ખમાંથી તેના ભાઈએ ઉદાર દીલે છુટક કર્યો ને શુદ્ધિ ઠેકાણે આણી એ બતાવ્યું છે. આ સાદી વસ્તુની સંકલના કતોએ ઉપરના ગ્રંથ કરતાં વધારે યુક્તિથી ને સારી રીતે કરી છે, એમ અમારે કહેવું જોઈએ. વાતની રચના પણ બેધપર્યવસાયિની છે એટલે 'ગ્રંથરચનાના કામમાં કતાં ‘હેમી ભરથાર’ કરતાં વધારે ફતેહ પામ્યા છે. ભાષા વિષે તો અને મારે વખાણું કરવા જેવો કાંઈ સુધારો જણાતો નથી. ઓકટોબર–૧૮૮૮.. - ૪૮-સ્વધર્માભિમાન –આજકાલ એવી સ્થિતિ ઉભી થઈ છે, કે આપણને આમ કે આમ એકે રસ્તે જવાની સૂજ પડતી નથી. એક વખત આપણે ધાર્મિક, ધમાંચારવાળા હતા, આસ્તિક હતા. ‘ સુધારા ' નો જન્મ થયે, ધર્મની વાતો વહેમમાં ખપી, ધર્મવાળા લેક વિચારમાં પડયા. ત્રીશ ત્રીશ વર્ષ, ‘ સુધારે' ખુબ મા, કાંઈ કરી શકો નહિ, અને સુધારાવાળાએ પોતેજ પાછાં પગલાં પણ ભરવા માંડયાં. ત્યારે પાછા ધાર્મિક લોક જાગ્રત થયા છે. જે યુપીઅન “ સાયન્સ' વગેરે જાણવાથી આપણામાં જડવાદનું જોર વધી, સુધારે જન્મ લીધા હતા, તે યુરોપીઅન “ સાયન્સ ' પણ આજ ફરી જવા બેઠું છે. યુરોપમાં પણું જડ- વાદને બાટા પાડનારાં, ચૈતન્ય સિદ્ધ કરનારાં નવાં શાસ્ત્ર પેદા થઈ, પ્રસિદ્ધિમાં આવ્યાં છે. ત્યારે આપણે આપણાં શાસ્ત્ર, જે ચૈતન્યવાદી છે, ને જેમાંની વાતો જડવાદની નજરે વહેમ ૪૬-રચનાર શેઠ દાદી એદલ હીરજીભાઈ તારાપોરવાળા; મુબઈ. કીમત ૦-૬-૦ ૪૭-રચનાર શેઠ દાદી એદલજી તારાપોરવાળા. મુંબઈ. કીમત ૦–૧૦–૦ ૪૮-રચનાર, રા, જટાશંકર લીલાધર ત્રિવેદી, જામનગર. ફીમત રૂ ૧-૦-૦. Gandhi Fieritage .Pori 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 31/50