પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, સ્ત્રીઓના સંસારનું પોતાને સાનુભવ સૂક્ષ્મ જ્ઞાન છે એ દર્શાવી પતાથી ઉપદેશ આપવાની યેગ્યતા પણ સારી સિદ્ધ કરી છે. વિદ્યાભ્યાસ સંબંધી પ્રકરણમાં જે વિચાર દર્શાવ્યા છે તે બહુ સારા ને ઢીક ગોઠવાયેલા છે; ને જે આખું પુસ્તક એજ ઢબે લખાયું હોત તે બહુ દીપી નીકળત. પુસ્તકમાં થયું છે એમ, કે સ્ત્રીકર્તય ગણાવતાં, ફક્ત કર્તવ્યનાં એક રીતે લિસ્ટજ આપેલાં છે, તેથી ઘણીવાર એક વાત ચાલતી હોય છે તેને અકસ્માત ભંગ કરી નવી વાતમાં કૂદી પડવું પડયું છે; તેમ વિષય પણ બરાબર ગોઠવણી પામી શક્યો નથી. સવારે ઉ. હવુ, દાતણ કરવું, ન્હાવું, લેટા અજવાળવા, પુજે કાઢ એમ લિસ્ટ બનાવવા કરતાં, પાંચ સાત મુખ્ય કલમ પાડી હોય, સ્વચ્છતા રાખવી-કસર કરવી—વ્યવસ્થા રાખવી ઇત્યાદિ, અને તે તે ગુણની સમજ, તથા યુક્તિપૂર્વક લાભચર્ચા બતાવી, પછી નહાવું, લેટા અજવાળવા; ફાટલાં કપડાં સીવવાં, દાંણા સંભાળવા, ઉંદર ખાઈ ન જાય તે જેવું, થઈ રહેલું મંગાવવું, બધું” ઠેકાણે રાખવું-ઈયાદિ ઉદાહરણ મૂકયાં હોય, તે વિષય ન્યાયપુરઃસર બંધાય, અને વાંચનારને રૂચિકર થઇ, યાદ પણ રહી શકે. વિદ્યાભ્યાસ પહેલાંનાં પ્રકરણ બહુ ટુંકાં થઈ ગયાં છે, તે પછીનાં પ્રકરણુમાં કેટલાં એક બીજામાં સમાઈ શકે તેવાં છે, પણ આમ યોજના કરવાથી સહજ સુધર્યું હોત. બાલશિક્ષણ સંબંધી પ્રકરણમાં પણ હજુ વિશેષ લખાણુની અપેક્ષા રહે છે. આ લખનારે અમુક રીતેજ ગ્રંથ લખ હતો એમ કહેવાની અમારી મતલબ નથી, પણ જે ઉત્તમ શક્તિ લખનારે દર્શાવી છે, તેજ શક્તિથી, એ ગ્રંથ કે સારે થઈ શક્ત, વા હવે પછી બીજી આવૃત્તિમાં કરી શકાય, તે જણાવવાના અમારે હેતુ છે. એવા હેતુ રાખી ન પ્રવર્તએ તો વિવેચન કરવું પણ નિષ્પોજન છે. ગ્રંથમાં ગોર, વટસાવિત્રી આદિત્રતની વાત પણ ઠીક સમજાવી છે; એમજ સ્ત્રીઓનાં બધાં વ્રતની સમજ આપવાની જરૂર છે. ને તે માટે સાધન ભેગાં કરી એક ગ્રંથ લખાય તો બહુ ઉપયોગનો છે. આ ગ્રંથના લખનારની અવલોકનની શક્તિ જોતાં તેનાથી એ કામ ઠીક બને એ સંભવ છે, માટે તે તેણે પ્રસંગે આદરવું. એવી અમારી ભલામણ છે. એક બીજી વાતે પણુ આ ગ્રંથ અમને ઉણે લાગે છે. જ્યારે સ્ત્રીઓના બધા ધર્મ બતાવ્યા છે, ત્યારે વૈધવ્ય વિષે કેમ કાંઈ ઇસાર કર્યો નથી ? એ વિષે પોતાના મત પ્રમાણે લખાણ કરતાં ડરવાનું કારણ હતું નહિ, છતાં ગ્રંથને શામાટે અપૂર્ણ રહેવા દીધા છે ? જ્યારે પ્રાચીન ધર્માનુસાર સ્ત્રીધર્મ આ પુસ્તકમાં સ્વીકાર્યો છે, ત્યારે સુધારાવાળાની સમાનહક વગેરે વાતો પણ જરા તપાસી ન્યાય પૂર્વક ખરી પેટી ઠરાવી હોત, તે લખાણુની અસર બહુ અછી થાત. એક નાની સરખી નજરચૂક ઉદાહરણ આપવામાં થઈ છે. એમાં લખનારને દેષ અમે જોતા નથી, પણ તેવી ચૂકા, અશિષ્ટ લેખદ્વારા ઉત્પન્ન થઈ વિચારવાનું લખનારનો પણુ અવળે રસ્તે ઉતારી દે છે, તો સામાન્ય લેકને કેવી અસર કરતી હશે, તે જણાવવાનું અને સૂચવીએ છીએ. લખનારે સ્ત્રીઓને નૃત્યગીતાદિનો ઉપયોગ જણાવતાં ચાંપરાજ વાડાની સ્ત્રી અકબરના દરબારમાં ગણુિકાવેશે નાચી હતી, ને પછી પ્રસિદ્ધ થઈ પોતાના પતિને બચાવી લાવી હતી, એ ઉદાહરણ ટાંક્યું છે. ચાંપરાજ હાડા નામના નાટકમાં, આવી રીતે ચાંપરાજને બચાવ કરાવ્યા છે. તેમાં રજપૂત સ્ત્રીનું સ્ત્રીવ કેવું સચવાયું છે, એજ વિચારવાનું છે, તો તે વાતને પાછી મી. મહાસુખરામ જેવાએ “ સુંદરીગુણમંદિર” માં પેસવા દીધી એ, એથી વધારે વિચારવા જેવું થઈ પડે છે. ગ્રંથના વિષયને આ પ્રમાણે તપાસી રહ્યા પછી ભાષાવિષે પણ andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: EBC-4 pallad 39750