પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ચલાવલિ. કહેવું જોઈએ કે તે સરલ, સ્ત્રીઓથી સમજાય તેવી, અને મીઠી છે, આ ગ્રંથવિષે આટલું" વિવેચન કરવામાં એ ગ્રંથને વખેડવાને લેશ પણ હેતુ નથી પણ એ સારે વાંચવા લાયક ગ્રંથ જલદીથી બીજી આવૃત્તિએ પહોચશે, તે વખતે અમારે અભિપ્રાય લખનારને યોગ્ય લાગે તે કામમાં લે, એમ સમજીને અમે આટલી સૂચનાએ કરેલી છે. - ૫૦--શ્રી જાતિની સત્કીતિ-સધ વાતાવલી–આ બને નાનાં પુસ્તક બહુ ઉપાગી છે. અને આપણી ભાષામાં એક ઘણી અગત્યની બેટ પૂરી પાડે છે. સ્ત્રી જાતિની સતકોતિમાં દેશી પરદેશી સન્નારીઓનાં શુભ ચરિતનો સંગ્રહ કરેલો છે; સાધાવાવલીમાં અમુક નાના પ્રસંગથી-સહવાસથી, વચનથી, જોયાથી, વાંચ્યાથી-કેવી ચમત્કારિક અસરો થઈ, માણસનાં જીવિતમાં શુભ પરિવર્તન થઈ આવ્યાં છે, તેનાં ઉદાહરણોનું પ્રદર્શન છે. આ ઉભય પ્રકારના ગ્રંથ ગુજરાતીમાં નથી. પણ હોવાની બહુ જરૂર છે. તે આ લધુ લેખાથી સારી રીતે પૂરી પડી છે. સસ્ત્રીપુરુષનાં ચરિત, માથુસને સન્માર્ગે દોરવાની જબરી દેરીઓ છે; અને ચરિતમાં, પરિવર્તન થઈ આવવાના પ્રસંગેની નોંધ, માણસને અવલોકન કરવાની અને વિચારવાની ટેવ પાડી, ગ્રાહક થતાં શીખવે છે અર્થાત આવા બે મહાન વિષય પર જે ટલા ઉદાહરણ ગ્રંથ રચાય તેટલા થડા છે. મી. નારાયણે પિતાના લેખ બંગાળી તથા અંગ્રેજી પ્રથા, પેપર, વગેરે પરથી તૈયાર કરેલા જણાવ્યા છે અને તેમ કરવામાં જે શ્રમ ઉઠાવ્યા છે તે સ્તુતિપાત્ર છે. સર્વ સ્ત્રીપુરુષને આ ગ્રંથ વાંચવાથી લાભ છે. પણ કેળવણી ખાતામાં એ અને પુસ્તકે દાખલ થાય, તો કુમળા બાળકને બહુ લાભ થવાનો સંભવ છે, અમે એક બીજી વાત આ બે પુસ્તક સંબંધે જોઈને બહુ પ્રસન્ન થયા છીએ. કે મી. નારાયણે પોતાના લેખક તરીકેના લાંબા અને વિસ્તીર્ણ અનુભવમાં, આ પ્રથમજ વેળા, શુદ્ધ અને સંસ્કારવાળી ભાષા લખી છે. જ્યારે આખા ગુજરાતનાં સામયિકપત્રે એ લેખકનાં લખાણને સો વખાણતાં, ત્યારે, અમે નિર્ભય દિલથી તેના લેખના વિષયોને યોગ્ય સરકાર કરી તેની ભાષાપર બહુ ઠોક પાડતા, એ લક્ષમાં લઈ, પોતે કહે છે તેમ મિત્રો પાસે સુધરાવીને કે ગમે તેમ. પણ નિરભિમાનથી મી. નારાયણે પોતાની ભાષાને અમારે જ મેએ પાછી વખાણવી, એ તેની વિદ્રતાનું ખરે ખરૂં” ભૂષણ છે. ડીસેમ્બર-૧૮૮૮ ૫૧-ઋતુવર્ણન*:–આ એક નાનું સરખું શુંગાર પ્રધાન કાવ્ય છે. ઋતુઓના સૃષ્ટિ ઉપર થતા ફેરફાર, જેવા ભવ્યરીતે આયં દેશમાં પ્રવર્તે છે, તેવા બીજે કહીં પ્રવતતા નથી. છતાં એજ ફેરફારોએ કવિક૯પનાને સર્વ સ્થલે થોડે ઘણે ખેરાક આપી, પુષ્ટ કરી, ઉચે ઉંચે ઉડતાં શીખવ્યું છે. પોતપોતાનાં પ્રતિભા અને સત્ય ઉભયને અનુસરીને પ્રત્યેક કવિએ ઋતુવર્ણન કરતાં સૃષ્ટ્રિલીલાને કોઈ અમુક અમુક અંશ ગ્રહણ કરે છે. અંગરે જીમાં ટોમસનનું ઋતુવર્ણન, કેવલ સૃષ્ટિ લીલા અને કુદરતની મઝાનું જ રસભર્યું અને તાદવર્ણન છે; ત્યારે કાલિદાસને ઋતુસંહાર કાવ્ય રચનાના કોઈ શીખાઉએ રચેલાં શુંગાર સંબંધી પદ્યમાત્ર જેવા છે. નવીનમાં કવિ નર્મદાશંકરે રચેલે ઋતુસંહાર પણ ઋતુ લીલાની શંગાર પ્રધાન રચનામાં વિસ્તારેલે છે, ને બહુ રીતે ઉત્કૃષ્ટ નીવડ્યા છે. જે ગ્રંથ વિષે આ - ૫૦-રચનાર શ્રી નારાયણ હેમચંદ્ર મુંબઈ.

  • ૫૧-રચનાર, શુકલ નથુરામ સુંદરજી, વાંકાનેર. કીમત ૦-૧૦Ganani Heritage

© 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: EBC-4 pallad 40/50