પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મંથાવલોકન ૮૪૯ કર્યું છે. તે પણ કેવું લિસ્ટ છે ! કવિનું તાત્પર્ય અને તે એમજ સમજીએ છીએ કે તેને આવા ઉ૫મેપમાન ભાવરૂપ ભેદની મતલબ નથી, પણ તેણે ચંદ્રનેજ અંબરવાળી પરિ ધારી છે, ને પંકજ પણું ધાર્યું છે, એમ ઉભયે ચંદ્રનાં ઉપમાન હાઈ અભેદ્ર રૂપકરૂપ છે. આમજ વાસ્તવિક પ્રતિભાંશ દીપે છે, પણ તેમાં મને ત્યમથી કરીને કેવી ગડબડ થઈ બેઠી છે ! એમ પરી ગારમુખ ધરીને વિકસે છે, જાણે કે સ્વાભાવિકજ ગારમુખી ન હતી પણ આજજ ધરી આવી છે એવી ગડબડ પરિ ધરિના શબ્દાલંકારમાં લેભાવાથી પણ થઈ પડી છે ને કલેશ પેદા કરે છે!! આવાં અનેક પદ્ધ પાને પાને મળી આવે છે, તેથીજ અમે આ એકને આટલું ચુથી બતાવ્યું છે, e જેમ કિલતા એક મહા દેષ છે, તેમ શબ્દની રચનામાં પણ ગ્રામ્યતા આદિ આવે એ બીજે તેથી ઉતરતિ પંક્તિને દેષ છે. એમજ શબ્દ પ્રયોગમાં ધ્યાન ન આપવાથી પણ રસ હાનિ થઈ બેસે છે. એ બધાંના લગભગ પચાસ પણ ઉદાહરણો અમારી દૃષ્ટિએ પદ્માથી તે એમને એમ જવા દેવાં વાજબી લાગ્યાં નહિ. થોડાં જોઈએ: આખા થકી જે નીસરે છબાણ, શકે હરીલે મન ઇદ્રિ પ્રાણ. પ. ૧૩. લપટ ઈશ તુજ સાથળમાં પ્રતિકાર કરી અરિના પળમાં. પા. ૯. એક ધારી જમૈયા છો અન્ય લે ઉછળે સામ સામી અદાથી. પા. ૫૩. ક્ષણે ક્ષણે પ્રશ્ન પુછે મનોહરા, કરે અવિચ્છિન્ન અખંડ ભભરા. પા. ૯૩. નૃપ અમાત્ય પુરોહિત દેખતાં વહુ કરી વરમાળ પહેરતાં. પા. ૧૧૮. રાવણ વંશ કાજલ જાત, ભારે પાપ પુંજ અખાત. પા. ૧૫૪. આમાં પ્રથમ બે ઉદાહરણોમાં ઇકિ અને સાથળ એ શબ્દોને બદલે ઇંદ્રિય અને ઉર અથવા એવાજ શબ્દ યોગ્ય રીતે વાપર્યો હોત તે જે અશ્લીલત્વરૂ૫ ગ્રામ્યતા થઈ છે તે થાત નહિ. વિરતાર કરી સમજાવવું એ મર્યાદા રહિત છે, માટે સહૃદય વિચારી લેશે. વળી પછીનાં બે ઉદાહરણમાં અદા અને સર્ભરા એ ગ્રામ્ય શબ્દો વાપરી રસની કેવલ હાનિ કરી છે. વીર રસ પૂર્ણ યોદ્ધા જમા અને છરે લઈ અદાથી ઉછળે છે એ કેવી બાયલી વાત સૂચવી, રસહાની કરી સુહૃદયના મનને ખેદ પમાડે છે ! કંથની કૂખમાં ભરાઈ જઈ પ્રેમમાં તેને ડુબાવી નાંખતી, એકરસ કરી નાંખતી, અમદા ક્ષણે ક્ષણે લાડઘેલમાં અનેક નવા જેવા પણ પ્રેમની પરાકાષ્ટારૂપ પ્રમૈને પુછે છે—પણુ અરે ! તે બધું શર્ભરાજ ! ને તે પણ અવિચ્છિન્ન! અવિ. છિન્ન એટલાથી કવિને ન ઠીક પડયું તેવળી નકામા પણ ફરીથી તેના તેજ અર્થને અખંડ શબ્દ પણ ઉમેરી તે શર્મરાને પાકે પાકી શર્ભરાજ ઠરાવી !! રસમય પ્રેમ–એકભાવ-તેજ અખંડ શભ રા-ઉપર ઉપરની શરભરા માત્ર, પતિને સંતોષવાનો વિવેક માત્ર, ઢગજ !! રસભ ગ નહિ તો બીજું શું ? પ્રતિભાન કુસંસ્કારવાળી એમાં શક નહિ. એજ રીતે બીજા બે ઉદાહરણુમાં ગ્રામ્યતા નથી પણ ગમેતેમ શિથિલતાથી વાપરેલા વહુ અને અખાતએ શબ્દથી રસહાનિ થઈ છે, સ્વયંવરમાં શિવધનુ ભાંગી પરાક્રમ કરીને સીતાને પાની કરી તેનું વર્ણન છે, ને સીતા, એ પ્રમાણે રામે પિતાની પ્રિયારૂપે સ્વીકારાયલી છતાં આજે તજાઇને વિરહે બળતી છે એ વાતને સંભારી રાતાં રેતાં આ શબ્દો લે છે. વરમાળ પહેરી અર્થાત રામ તે સીતાના વર–પસંદ કરેલા યંગમ પ્રાણનાથ, પ્રાણુરૂપ–થયા, પણ રામે તો સીતાને વહુ-ધર ધંધા ચલાવનાર, ધરભાર વેહેનાર વહુ-કરી !! જ્યારે વહુજ કરી છે, ત્યારે રામ શું કરવા તેને સંભારે પશુ? ને રામ તેના વર પણ શાના? વહુને વર ન હોય પણ નાથ હોય કે andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્દાવલી 49/50