પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગદ્યાવલી ગ્રંથાયલક્રને, ૮૫૧. મિ ૫૮–જાતમહેનત-સ્માઈલ્સ નામે પ્રખ્યાત અંગરેજ લેખકના ગ્રંથે પાંચસાતેક છે. પણ એની ઉત્તમ પંક્તિના તથા બેધદાયક છે કે તે ગ્રંથની અસરથી ઘણા પુો ખરે પુરુષાર્થ કરી શક્યા છે; સંસાર સિદ્ધ કરી તેની પાર તરો મેક્ષ પામ્યા છે. એના લેખની ખુબી એટલામાં જ છે કે ઘણી અસરકારક રીતે, સામાન્ય લોકોને પણ સમજાય તેમ, પ્રતિ વિષયનું સ્વરૂપ ચર્ચા, તેના સિદ્ધાન્ત દઢ કરી, તેનું સમર્થન તાદશ દષ્ટાન્તથી આપવું. લખવાની આવી પદ્ધતિ, નીતિસંબંધી ઉપદેશપર-વે, બહુ લાભકારી નીવડે છે, ને અસરકારક થઈ, સફલ થાય છે. જાત મહેનત એ એવો ગ્રંથ છે કે તે વાંચવાથી ખરા પુરુષાર્થનું સ્વરૂપ સહજ સમજાય છે, અને આપણા લોક “ આપસમાન બલ નહિ' એમ જે બેલવામાં ત્રમાંજ સમજે છે, તેને કર્તવ્ય રૂપે કેમ પાળી શકાય તેના યથાર્થ માર્ગ પ્રેરે છે. પારકાને આધાર ન કરતાં, વપરાક્રમથી, પુરુષાર્થ કરનારાજ વિશ્વમાન્ય મહાત્માઓ, શેધકો, વિદ્વાને થઈ ગયા છે; ને મહાન કીતિ મરથિી તે છેક પેટ ભરવાના શુદ્ર આનંદ પયંતનું સુખમાત્ર સ્વાશ્રય અથવા જાત મહેનત પરજ રહેલું છે એમ સિદ્ધ કરી ગયા છે. આ ગ્રંથનું ભાષાન્તર આપણી ભાષામાં થવું આવશ્યક હતું, ને તે ખોટ આ ભાષાન્તર કર્તાએ પૂરી પાડી છે; અમને લખવાને સંતોષ થાય છે કે જેવું મૂલ પુરતક ઉત્તમ પ્રકારનું છે તેવુંજ ભાયા ત્ર પણ, અર્થ સંગતિ તેમજ ભાષા પર ઉત્તમ નીવડેલું છે, ને રા૦ ગણપતરામે જે કામ કર્યું છે તેને તેઓ યથાર્થ રીતે યોગ્ય છે એમ અમે રવીકાર્યું છે. એકવાર આવા ગ્રથનું ભાષાન્તર કરવામાં મહટી અડચણ એજ નડે છે કે ઐતિહાસિક દૃષ્ટાન્તા વિદેશીય હોય છે તેથી મલમાં તે દૃષ્ટાન્તો જે અસર કરે છે, તે ભાષાંતરમાં કરી શકતાં નથી. પોતાની નજરે જેથેલા સાંભળેલા બનાવોમાંથીજ જ્યારે નીતિમાર્ગ બતાવવામાં આવે ત્યારે લોકોને વધારે અસર થાય છે; પણ પરદેશના તેવા બનાવની વાતમાત્રથી અસર થતી નથી. આ ખામી ભાષાંતરમાંથી તદન દૂર કરવી એ તો અશક્ય છે; પણ વિદેશીય ઐતિહાસિક વીરેનાં નામ કેવલ અપરિચિત રહી જવાથી ભાષાંતર કેવલ વ્યર્થ થઇ પડે એ જે મહા ભય છે, તેમાંથી રાહ ગણપતરામે આપણા ગુર્જર વાચક વર્ગને બચાવી લેવામાટે ઘણો રસ્તુતિપાત્ર શ્રમ ઉઠાવ્યો છે. પ્રતિપુરુષનાં નામના થોડા ઇતિહાસ પતે બહુ શોધ કરી, ટિપણુ રૂપે, આપે છે, તેથી વાંચનારને દષ્ટાન્તોની સંગતિ સ્પષ્ટ થઈ, વિષયનું રહસ્ય સવર પ્રતીત થઈ શકે છે. આ પ્રમાણે ભાષાન્તર કરવાથી રા૦ ગણુપતરામે ગુર્જર પ્રજાને આભારી કરી છે, અને અમે એમના પ્રયાસને માટે એમને ધન્યવાદ આપતાં, એમની પાસેથી ઉત્તરોત્તર એવાજ પ્રથા થયેલા જેવાની આશા રાખીએ છીએ. એપ્રીલ-૧૮૯. પટ–ચંદ્રપ્રભા ચરિતના વિવેચન ઉપર ચર્ચાપત્ર: ----ચંદ્રપ્રભા ચરિત ઉપર માર્ચ માસના અંકમાં જે વિવેચન છે તે કોઈને ન રૂચવાથી તેમણે એક ૧૨-૧૩ પૃષ્ઠનું ચચાંપત્ર અમને પ્રસિદ્ધ કરવા મોકલ્યું છે. ગ્રંથાવલોકનનું પુનઃ અવલોકન કરી તકરારો લંબાવવી એ શિષ્ટસંપ્રદાયજ નથી, કેમકે તેમ કરવાથી પ્રાયશઃ લાભ થવા કરતાં હાનિને વધારે - ૫૮ ભાષાન્તર કતો રાવસાહેબ ગણપતરામ અનુપરામ ત્રવાડી, સોરઠ પ્રાન્તના | ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સપેકટર. કીમત ૨ ૩-૦-૦ Gandhi Feritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 150