પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/13 ગ્રંથાવલોકન, વિકારની સમજ તથા ઉપાય માટે બહુ ઉપયોગનું છે. દાક્તરને આંખ તથા કાનના દરદના ખાસ અભ્યાસ છે તેથી આ પુસ્તક બહુ વાંચવા જેવું છે. ૭૩–હેડબુક ઓફ ગુજરાતી ગ્રામર:આ ગ્રંથની યોજના ઘણે ભાગે સારી છે, અને એ ગુજરાતી ભાષા શીખનાર યુરોપીઅન ગૃહસ્થને ધણે દરજજે ઉપયેગી થઈ પડે એમ છે: તો પણ તેમાં રહેલી કેટલીક ખામીઓને લીધે તે આધાર તરીકે વાપરી શકાય એમ નથી a આ પુસ્તકમાં આપેલી કેટલીએક વ્યાખ્યાઓ અપૂર્ણ અને ભૂલ ભરેલી છે. કેટલીએક જગાએ આપેલા નિયમે દાખલાથીજ રદ થાય છે. કેટલાક નિયમે કેવળ ક૯િપત છે. અને કેટલાક સમજી શકાય એવા નથી. કેટલીએક જગાએ અમુક નિયમ આપવા જોઈએ ત્યાં આપેલા નથી. કેટલાએક શબ્દોનું વ્યાકરણ ખોટું કરેલું છે. કેટલાએક વિષય આવા પુરતકમાં દાખલ કરવા યોગ્ય નહિ છતાં દાખલ કરેલા કેટલાએક ભાગનું ઘણું લંબાણ કરી નાખેલું છે. અને કેટલીક જગાએ અર્થ ગ્રાહી અને સમજી શકાય એવું લખાણ કરવામાં આવ્યું નથી. ઉપરની ટીકા સમજવામાટે અમે થોડા એક દાખલા આપવા દુરસ્ત ધારીએ છીએ. પૃષ્ઠ ૧૭ મે Verb અને Conjunction ની વ્યાખ્યાઓ અમને અપૂર્ણ લાગે છે; પૃષ્ઠ ૨૫ મેં અળખામણું એ શબ્દને ભાવવાચક નામ ગણેલો છે પણ તે વિશેષણ છે; તેમજ ધાવણું" ( પૃષ્ટ ૧૫૪ ) એ શબ્દ નામ નથી પણ વિરોષણ છે. કલમ ૨૮ ( પૃષ્ટ ૨૮ )માં જણાવેલ નિયમ અપૂર્ણ છે. કલમ ૩૪-૩૫ માં શબ્દ વિષે એક સાધારણ નિયમ જણાવો જોઈએ કલમ ૭૧માં આપેલા નિયમ તેમાં લખેલા દાખલાથી રદ થાય છે. પુરુષવાચક સર્વનામના પાંચ વર્ગ નથી પણ પાંચ દાખલા છે. મયદાથી વિનયથી ઇષ્યાંથી એ શબ્દો નામ છે ક્રિયાવિશેષણ નથી; પરભાષામાં તેનો અર્થ ક્રિયાવિશેષણથી થાય માટે તે ક્રિયાવિશેષણ કહેવાય નહિ. અલંકારના કેટલાએક ભાગ ઈગ્રેજીમાં સમજાવ્યા નથી અને તે ભાગ સમજી શકાય એવીરીતે ગુજરાતીમાં પણ લખ્યા નથી. પૃષ્ઠ ૧૦૮ મે ૧૬૮ મી કલમને છેલે ભાગ સમજી શકાય એમ નથી. ભાગ ૧૮-૧૮-૨૦ વ્યાકરણના અંગમાં આવવા લાયક નથી. આ ગ્રંથઉપર એકંદર રીતે વિચાર કરતાં જણાય છે કે સૂમ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને આ પુસ્તક ઘણું કામનું નથી કેમકે તેમને જે ચેકસ જ્ઞાન મેળવવું જોઈએ તે એમાંથી મળવું કઠિન છે; પરંતુ ગુજરાતીના અભ્યાસ કરનાર યુરોપીઅોને આ પુસ્તક બહુ રીતે ઉપયોગમાં આવે એવું છે. અમે ધારીએ છીએ કે કોઈ સમર્થ વિદ્વાન આવા પ્રકારનું પુસ્તક લખવાનું કામમાથે લે તે આ પુસ્તક તેને કેટલેક દરજજે નેટ તરીકે ઉપયોગી થઈ પડે એમ છે. સપટેમ્બર-૧૯૮૯ ૭૪-સ્નેહમુદ્રાઃ–રા. ગોવર્ધનરામના સરસ્વતીચંદ્રનું' જેણે અવલોકન કર્યું હશે તે એ વિદ્વાનની રસિકતા, બુદ્ધિ, અને અપૂર્વ યાજકે શક્તિ વિચારી આશ્ચર્ય પામ્યા વિના રહ્યા નહિ હાય. તેમજ રચેલે આ ગ્રંથ ધણુ સમયથી અમારી પાસે પડી રહેલે છે, અન્યત્ર પણ * ૭૩-અંગરેજીમાં રચનાર રા. પૂર્ણાનંદ મહાનંદભટ્ટ. આ ગ્રંથનું વિવેચન અમને કોઈ વિદ્વાન તરફથી મળેલું છે. ૭૪-રચનાર રા. રા. ગોવર્ધનરામ વિ. માધવરામ ત્રિપાઠી, બી. એ. એલ. એલ. બી. મૂલ્ય રૂં. ૧ ), મુંબઈ, . nahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: reel-palad 9750