પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 ગ્રંથાવલોકન. •૮૬૭ થાય, પણ જેનો હેતુ વસ્તુમ્હાટનદ્વારા કથા નિરૂપવાનો છે તેવી રચનામાં અમે એવા પ્રયત્નની કશી સાર્થકતા જોઈ શકતા નથી. અને તેમાં પણ સામંજસ્યનો અભાવ છે. તે એ રીતે તર્ક પોતે અતિકિલષ્ટ હોય છે એટલું જ નહિ, પણ ભાષામાં એ એક વખત ઉત્તમ સંસ્કૃતમય પ્રવાહ વહેતો ચાલે છે, તો તેની વચમાંજ માંધી, વા'ડ અલેતી, ઇલાજી, પૈકી, સિક્કા, માણુમાંણુ ભીલાં, એવા શબ્દો પાત્રગત ઔચિત્યવિનાજ કેટલીક વખત કવિ વચનમાં આવ્યાં જાય છે, અને વિશુદ્ધિને દૂષિત કરે છે. અમુક ક૯પના કરવાની જરૂર હોય છે, અમુક રીતે લખવામાં કાંઇક વ્યંગનું સમર્થન હોય છે, પણ વિચાર કરવા માંડયા એમ લખવાને બદલે અમુકને “ ચારે વિચારને સવે; ” અમુક વસ્તુ લીધી તેને બદલે “ હાથ ઉપર રાખી, ” “ હસ્તગત કરી, ” “ સહાય વિશેષમાં હતી એટલે માફ; ” એવી એવી રચનાઓ શા અર્થ સારૂ કરવી તે લક્ષમાં ઉતરી શકતું નથી. લાંબુ લખવા જતાં વાક્ય શિથિલ થઈ. તેમના અવયવ સંબંધવિનાના થઈ પડે છે એ ઉપરાંત મહાટી ખામી એવી થાય છે કે ઠેકાણે ઠેકાણે ઉઠાવેલા રૂપકના કે કપેલી ઉપમાન સાંગનિહ પણ પાર ઉતરતો નથી. ' આ બધી વાતનો વિચાર કરતાં એક વાત લેખકમાત્રતે બેધવાની આવશ્યકતા લાગે છે કે જાણી જોઇને ચમત્કૃતિ બતાવવા માટે ગુંચવણવાળી ક૯૫નામાં, અને શબ્દરચનામાં, કદાપિ પડવું નહિ. આ કથા અતિ ઉત્તમ હાથે ગુંથાયેલી છે, પણ ગમે તેવી કોમલ નાજુક રમણીય રમણિ પણુ શરીરને રૂએ રૂએ ધરેણાથી ભરેલી હોય તે ગામડીયણ જેવી લાગે છે, ને તે પોતે પણ પરિણામે માંદી પડે છે. જેમ બને તેમ વિષયને અનુકૂલ તર્ક અને ભાષા રાખવાથી સ્વાભાવિક પ્રતિભા વધારે દીપે છે તે વાચકને એવા પ્રસાદથી વધારે રસમય કરી શકાય છે: a ૮૩--કાવ્ય પ્રભાકર:–આ પુસ્તકમાં છૂટક કાવ્યો રચેલાં છે, ને નીતિનો બાધ થાય તેવા ઘણા પ્રસંગે લઇ રચના કરી છે. ટેક બાધ ઉપરાંત ત્રિભુવનશતક તથા અ. કણ સિંહ અને આર્ય સિંહની વાતો વગેરેમાં ક૯૫નાને પણ ઠીક પ્રભાવ દર્શાવ્યા છે. સામાન્ય રીતે દલપતરામ શાહી કવિતા જેવી થાય છે તે આ પ્રયાસ છે અને લખનારને ભાષાની ટ સારી છે, તેને બોધ શુદ્ધ છે, અને સર્વને વાંચવા લાયક છે. માર્ચ-૧૮૮૦. ૮૪–બાહ્ય વસ્તુની સાથે માનવ પ્રકૃતિના સંબંધ વિષે વિચાર:--જેવું” દશ્યમાન ભૌતિક જગત છે તેવુ અપરિદૃશ્યમાન પણ સત્યરૂપ માનસિક અને આત્મિકજગત પણુ છે. જ્યાં સુધી ભૈતિક પદાર્થોને અધ્યાત્મિક (માનસિક તથા આમિક ) પદા સાથેના જે અવિકલ સંબંધ છે તે સમજાતા નથી ત્યાં સુધી સુખની ઉત્પત્તિ થતી નથી. એટલું જ નથી પણ દેશકાલાદિથી પરિમિત થયેલાં પ્રાણી પદાર્થોની પ્રકૃતિ ( કાયિક, માનસિક ) સર્વદા તેમના જે બાહ્ય સંસર્ગ હોય તેને અનુલ થયેલી હોય છે, એજ વિશ્વક્રમને નિયમ છે, ને તેથી તે તે સ્થાને, તે તે અનુકૂલતાથી જે સુતર સુલભ ને સુખપ્રદ હોય તે નિયમની યથાર્થ આલેચના ન કરવી, ને તેથી અવળે રસ્તે જવું, સર્વ દુ:ખનું નિદાન છે. જે ગ્રંથવિષે આપણો બાલીએ છીએ તેમાં જે સિદ્ધાન્ત પ્રતિપાદન કરવામાં આવ્યો છે તે એજ પ્રકારના ૮૩-રચનાર સ. રા. અાઝા લલ્લુભાઈ કાલીદાસ મહુવા કીમત ૧-૪-૦. ૮૪-ભાષાન્તર કરો રા. નારાયણ હેમચંદ્ર, અમદાવાદ યુનિયન પ્રેસ, Gandhi. Heritage. Pori 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17/50