પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 ذی સુદર્શન ગંધાવલિ, આપણા રાજયકર્તાની અનેક ભુલોને વિસારે પાડી, તેમના ઉપર કાંઈક [સ્નેહ કરાવે તેવું છે. અસ્તુ એ વૃતાન્ત સાથે અત્ર આપણને સંબંધ નથી. ગ્રંથ પ્રથમ પ્રસિદ્ધ થયા ત્યારે જ અમારે હાથ આવ્યા હતા, ને અવલોકનની ઇચ્છાથી અમે તે વાંચવા માંડ્યો હતો, પણ જે “પોલીટીકલ” ખટપટ એને અંગે ઉભી થઈ તેને લીધ અવલોકનનું કામ મુલતવી રાખવું પડયું. હવે એ વાતનું નિરાકરણ થઈ ગયું છે, વિરુદ્ધ પક્ષાના આવેશ શાન્ત પડયા છે, તે સમયે અમારે અમારૂં કર્તવ્ય મૂલની ત્રીજી આવૃત્તિ ઉ. પર બજાવવાનું છે. અમે જે લખીએ છીએ તે એ ગ્રંથના રાજકીય ઉદેશ માટે લખતા નથી, અમે તો તેનું સાહિત્ય પક્ષે વિવેચન કરી તેની જગે ગ્રંથસમૂહમાં કયે સ્થાને છે તે જેવા પ્રયાસ કરીએ છીએ. રાજકીય બાબત તરફ જોતાં તે એમજ લાગે છે કે રા. ઈછારામે જે અભ્યાસ કર્યો છે જે વિચાર શક્તિથી વિવેચન કર્યું છે, ને જે નીડરતાથી તરંગને ધુમાવ્યા છે, તે બધુ કાઈ પણુ દેશહિતષીને છાજે તેવું છે. એમણે જે છેવટ આર્યું છે તે સંબંધે મતમતાંતર હોઈ શકે એવાજ એ વિષય છે, પણ તેનું અત્ર આપણે લંબાણ કરવાની જરૂર નથી. | ગ્રંથનું વસ્તુ આ પ્રમાણે છે. વિધ્યાચલના એક પ્રદેશમાં હિંદ અને બ્રિટેનિયાએ” દેવી તથા હિંદની સાથે દેશહિત એટલાં ભેગાં થઈ પરસ્પર વાતચીત કરે છે. મહે શુાં ટાંણાં મારે છે, પરસ્પરનાં કાળાંધળાં બતાવે છે, ને એમ ચડભટે છે. તેમાં સ્વતંત્રતા દેવી આવી બનેને યોગ્ય રતે લઇ જાય છે, તે છેવટ બ્રિટાનિયા પાસે લેર્ડરિપનને હિંદ તરફ મોકલાવરાવી સર્વનું સમાધાન કરે છે. લખનાર પિતે પ્રસ્તાવનામાં કહે છે કે “ માઉન્ટનટોપ ”. નામના અંગરેજી વિષય ઉપરથી આ વસ્તુનો આધાર લીધેલ છે. એ “ માઉન્ટનટોપ ". એ વિષય ભાવનગરના એક પત્રમાં આવતા ને ક્રીચીયન ધર્મમાંથી પલટાઈ મુસ, લમાન ધર્મમાં આવેલા એક યુરોપીય ગૃહસ્થ મિરઝામુરાદ અલિબેગના લખેલ હતો. “ માઉન્ટન ટોપ ” ની યોજનાને રચનાર મુરાદઅલિ જે જીવ્યા હોત, તો તેની અતિ વિશાલ પ્રતિભાએ એ વિષયને કેવો ચીતર્યો હોત તે આપણે એની “ લાલન ધીરાગન” એ કૃતિ ઉપરથી કાંઈક અનુમાની શકીયે. રા. ઈચ્છારામની વસ્તુસંકલના ઘણીજ સાદી છે, તે ઉત્તમ કવિત્વને શાભાવે તેવી તેની યોજના યદ્યપિનથી, તથાપિ તેમણે કદાપિ પોતાના રાજકીય ઉદ્દેશને વધારે ઉપર આણવાના આશયથી એમ રાખ્યું હશે એવું ધારી શકાય. રાજકીય ઉદ્દેશવાળી કથાઓમાં સ્વીફટતી ગુલિયર્સટ્રાવેલ્સ, ડીફોનો રોબીન્સનક, વગેરે ઘણા ગ્રંથ છે, પણ તેમની વસ્તુ યોજના એવી સરસ, કાવ્યચાતુર્યવાળી, અને સુશ્લિષ્ટ છે કે જેથી વાંચનારને એક ક્ષણ પણ કંટાળા થયા વિના આગળને આગળ વાંચતા જવાની મરજી થયાં કરે છે. આ ટલું સાદું જ વસ્તુ લીધું અને પછી તેમાંનાં પાત્રો પાસે ભાષણ કરાવવામાંજ બધા ગ્રંથ ભર્યો ત્યારે, જો કે આપણને રાજકીય બનાનાં રા ઈછારામે આપેલાં વૃત્તાન્તોથી બહુ - રસ પેદા થાય છે, તે પણ કથાને વખતોવખત ઉંચી મુકવાનું કેટલાંક પાનાં છોડી દેવાનું મન થયાવિના રહેતું નથી. આ ખામી વરતુસંકલના ઉપર વધારે 'લક્ષ આપ્યું હોત તો દૂર થાત. | વર્ણન આપવામાં ગ્રંથકારે જે શક્તિ વાપરી છે, તે સારી છે, તેમજ લખવામાં તેના આવેશ અને તેના ભાવ એવા જોસ ભેર ઉછળે છે કે આપણો ઘણીવાર તેમાં તણાઈ આપણા પોતાના નિશ્ચયસ્થાનથી પ્રચુત થઈએ છીએ. લેખકની આ ખૂબી છે, ને તેમાં સ્વતંત્રતાનું anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850