પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, - ૯૭૫ ઉત્તમ લેખકને હાથે એજ વાત લખાઈ હોય, તો જેટલો ઉત્કર્ષ તેમાં આવી શકે તેટલા આ વવાને અવકાશ છે. વાર્તા અતિ ઉત્તમ, બેધદાયક, ને પ્રત્યેક કુટુંબમાં રાખવા લાયક, તથા બાલકાએ અભ્યાસવા લાયક છે. ભાષા પણ શુદ્ધ અને સરલ છે; વાર્તા જવાની ઉત્તમ શક્તિ કર્ધામાં પ્રત્યક્ષ જણાય છે. અનુભવથી અને શિષ્ટ લેખોના પરિચયથી તે પરિપકવ થવાનો સંભવ છે. ફેબ્રુઆરી-૧૮૯૫ ૧૪૦–ઇવેલ્યુશન [ યાને દુનિયા અને માણસની ઉત્પત્તિ ]–મી. નસરવાન. છે બીલીમારીયાએ આપણને એક પછી એક ઘણાં ઉપયોગી એવાં બે ચાર પુસ્તકો આપ્યાં છે, અને એમના લખાણમાં જે વિચારે દર્શાવવામાં આવે છે તે ઉપરથી અમે તેમને ખરેખર ધન્યવાદ આપીએ છીએ. જો કે તે વિચારે એમણે બે થીએરી ” મારો પ્રાપ્ત કર્યો છે; તોપણ તેમાં જે સત્ય છે તે દુનીયાંની આગળ હીમતથી બહાર મૂકવું, અને સ્પષ્ટતાથી સમજાવવું એ તેમની પોતાની કરણી છે ને તે માટે તેમના જાતિભાઈઓએ તેમને આભાર માનવો ઉચિત છે. સામાન્ય રીતે આ વિશ્વની ઉત્પત્તિ આજકાલ મનાય છે તેમ, એટલે કે ડાર્વિન આદિ શોધકોએ સ્થાપિત કરેલા ક્રમથી માનવી કે અન્ય રીતે, એ પ્રશ્નના વિચાર ઉપર આ લેખ લખાયા છે, એમાં હિંદુ તથા વિશેષ પારસી ધર્મશાસ્ત્રને આધારે તેમ બુદ્ધિ અને યુક્તિને અનુસારે, તેમણે ક્રમિક વૃદ્ધિને નિયમ સ્વીકારી સૃષ્ટિક્રમ કોઈ અન્ય પ્રકારનાજ સમજાવ્યા છે. જેમને તરવવિષયનું અધ્યયન કરવાની રુચિ હાય, જેમણે « સપ્તપર્ણ મનુષ્ય ” એ વિષયનું મનન કરવાનો માર્ગ લીધો હોય, તેમને આ લેખ બહુ ઉપયોગી થઈ પડશે. ૧૪૧બ્રાહ્મણધર્મ--મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોરે મૂલ સંસ્કૃતમાં સ્મૃતિનાં સારભૂત એટલે બ્રહ્મોસમાજના સિદ્ધાન્તને અનુકૂળ વચનોને સંગ્રહ કરેલો તે ઉપરથી ગુજરાતી કવિતામાં આ લેખ કરવામાં આવ્યા છે. એમાંની કવિતા પ્રાસાદિક, વાચવા યોગ્ય, અને બ્રહ્માસમાજના સિદ્ધાન્તને સ્વીકારનારને નિત્ય પાઠ કરવા યોગ્ય છે. - ૧૮ર—બાળાપદેશ-પ્રથમ ભાગ-નાનાં બાળકોને નીતિ અને ધર્મનું શિક્ષણ ટુંકી, સરલ, અને ઉપદેશક વાતૉઓ આદિદ્વારા મળી શકે તેની આજ કાલ ઘણી આવશ્યક્તા છે. આ પુસ્તક યોજનાર એક મહેતાજી છે જેથી તેમના અનુભવથી તેમને આ લેખ યોજવાની સારી યોગ્યતા પ્રાપ્ત થઈ છે અને તેમને લેખ શાલાઓમાં શીખતાં બાલકોને ધરો ઉપયોગી છે. ૧૪૩ વર્ણાશ્રમધર્મમર્યાદા-પાશ્ચાત્ય સંસર્ગોથી આપણે આપણી પ્રાચીન મહત્તાનાં જે જે વાસ્તવિક સ્થાને હરો તેમને વીસરી જઈ મૈહમાં પડી ગયેલા હતા, તેમાંથી છેડાંક વર્ષ થયાં આપણે જાગ્રત થતા હોઈએ એવાં ચિન્હા ઠામ ઠામ દેખાય છે એ પરમ સં'. ૧૪૦-રચનાર શેઠ નસરવાનજી બીલીમોરીયા મુંબઈ. ૧૪૧-રચનાર રા. મનમાહાસ રણછોડદાસ ઝવેરી વડોદરા. કીમત ૦-૮-૦ ૧૪ર--કર્તા રા. મુલજી રઘુનાથજી ત્રવાડી તાલુકા ભારતર, ભાલાદ, કીમત ૦-૮-૦ ૧૪૩-રચનાર વે. શા. સ. પાઠક ગેારાભાઈ રામજી. જુનાગઢ. કીમત ૦–૨-૦ Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50