પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૦૬ સુદર્શન ગદ્યાવલિ, તોષની વાત છે. પ્રાચીન વાતો જાણવાની અભિરુચિ ફેલાઈ છે, અને ધર્મ, તત્ત્વ, યોગ, આદિ વિચારામાં લોકોનાં મન લેભાયાં છે. આ સમયે જયાં કઈ ગુરુ, આચાર્ય, વેદાંત કથનાર, યોગ બતાવનાર, સાધુ, સન્યાસી, મળી આવે છે ત્યાં લકે પ્રવૃત્તિ કરે છે. એ બધું અતિયોગ્ય છે. અમે કાઈને માઠ' લગાડવા કે કોઈની મહત્તા કે પ્રતિષ્ઠાને હાનિ લગાડવા ઈચ્છતા. નથી, ઇચ્છીએ તો પણ તેમ કરવા સમર્થ નથી, છતાં નિષ્પક્ષપાત રીતે અમારે એમ કહેવું પડે છે કે જિજ્ઞાસુઓએ પ્રાચીન લેખોને બનતા સુધી પોતાની જાતે, સુલ કે યોગ્ય ભાષાન્તરદ્વારા સારી પેઠે વિચારવા, અને તે વિચારને અનુસાર બુદ્ધિ રાખીને સારાસારની તુલના કરવી, કેવલ યત્ર તત્ર જે કાઈ કહે તેના વચનનેજ અનુસરવાની પદ્ધતિને બહુ નમતા ચાલવું નહિ. આટલા ઉપધાત કરવાનું કારણ એ છે કે જે મહાત્માઓ અન્ય જનોને મોક્ષ માર્ગે દોરી જવા આગળ પડયા છે તેમને પણ કોઈ કોઈ વાર એવી પ્રવૃત્તિની રુચિ થઈ આવે છે. કે જેમાંથી લાંબા ઝઘડા ઉઠે છે. આ પુસ્તક આવીજ પ્રવૃત્તિમાંથી ઉદભવ્યું છે. કાઠીયાવાડમાં મહારાજ નથુરામેશમાએ ઉપનયનમીમાંસા નામે એક પથી છપાવી, ત્રિવર્ગને જનોઈ દેવાનો આગ્રહ દશાવ્યા, અને તેમ કરવા માંડયું. તે પોથીના ખંડનને અર્થે જુનાગઢના કોઈ નાગર બ્રાહ્મણે આ પુસ્તક પ્રગટ કર્યું છે વળી તેનું કાંઈક ઉત્તર મહારાજ તરફથી થયું હશે જેના ઉત્તરમાં આ પુસ્કે પાછું એક “સેતુ” નામે પુસ્તક પ્રકટ કર્યું છે. આ ચારે પુસ્તકેના વિષય ઉપર નિર્ણય આપ એ અમારું કામ નથી, વાદી પ્રતિવાદી તે માટે જે યોગ્ય હશે તે કરશે, પણ આવી પ્રવૃત્તિ અમને લાભકારક લાગતી નથી. એટલું કહેવાનેજ અમે અત્રે આ પુરતકા ઉપર દૃષ્ટિ કરી છે. ૧૪૪–મોક્ષપાઠ-નિત્ય મનન કરવાને ઉપયોગી થઈ પડે તેવા શ્લોકો રચી તેના ભાષાન્તર સાથે પ્રસિદ્ધ કરેલા છે. પુસ્તક રાખવા લાયક છે. - ૧૪૫-મરણ અને પ્રેતસ્થિતિ-મીસીસ એનીબેસ? મરણ અને તે પછીની દશા સંબંધે અંગરેજીમાં એક લેખ લખેલા છે જેની ઘણી સ્તુતિ થાય છે. એ લેખનું આ ભા...! પાન્તર છે. જેને તવાભ્યાસની રુચિ છે તેવા પ્રત્યેક જિજ્ઞાસુને આ લેખ રાખવાની તથા મનન કરવાની ભલામણ કરવાનું મુખ્ય કારણ એ છે કે “ સતપણે મનુષ્ય ” એ પુસ્તક, આ પુસ્તક, ઈવાયુશન એ પુસ્તક, તથા પુનર્જન્મ વિષે સુદર્શનમાં આવેલા વિષયે એટલું બરાબર સમજતાં વેદાન્ત યાગાદિ અભ્યાસ ઉપર કોઈ નવજ પ્રકાશ પડવાનો સંભવ છે. ' ૧૪૬-ઉન્મતરાધવભાસ્કર કવિએ મુલ સંસ્કૃતમાં રચેલું એકાંઈ નાટક તેનું આ ગૂજરાતી ભાષાન્તર છે. ભાષાન્તર સારું છે, અને નાટકનું વસ્તુ આનન્દકારી છે. ગુજરાતી સાહિત્યમાં આ નાનું પુસ્તક સારો ઉમેરો છે. ૧૪૭–કન્યાવિક્રયની ક્રુરતા-કન્યાવિક્રયની રીતિ કેટલીક નાતામાં એટલી બધી ૧૪૪-રચનાર રા. કાલીદાસ મોતીરામ દવે. છપાવનાર રા. છગનલાલ પુરશોતમ દોસી રાજકોટ. કીમત ૦-૯૨-૦ ૧૪પ-કર્તા એક થીઓસોફીસ્ટ, પ્રસિદ્ધ કર્તા થીઓસોફીકલ સોસાઈટી સુરત. ૧૪૬-ભાષાન્તર કર્તા રા. દુર્લભરામ રામજી જાની, તથા માધવજી પ્રાગજી દવે. ભાવનગર. મુલ્ય ૦-૩-૦૪ ૧૪૭-રચનાર રા. કૃપાશંકર ઝીણાભાઈ પંડ્યા, ચલાલા. કીમત ૦-૬૦ Ganahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50