પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્ર"ચાવલાકને, ૯૦૭ વધી પડી છે કે માણસે એક પ્રકારે, અમેરિકન ગુલામેના વેપારજે ફરી તાજો કરવા છેછતા હોય એવું જણાય છે. આ દુષ્ટ, અનીતિમય, અને સમાજને હાનિકારક, હૃદયને શુષ્ક કરનાર, વરકન્યાને દુ:ખમાં ડુબાવનાર, રીવાજની સામે જેટલું કહેવામાં આવે તે ઓછું છે. રા. કૃપાશંકરનાં લેખ પ્રાસાદિક, જેસ ભરેલી, અને અસરકારક છે. લાઠીના ઠાકોરસાહેબ સુરસિંહજીએ, આ ગૃહસ્થને આ કાર્યમાં ઉત્તમ મદદ આપી ભાષણા વગેરે આપવાની અનુલતા કરી આપ્યાનું સમજાય છે; રાજકુલને શેભતી સાક્ષરતા અને હૃદયાર્દ્રતાનું' એ પરિણામ છે, અને તેને માટે ઠાકોરસાહેબને ધન્યવાદ ઘટે છે. | માર્ચ–૧૮૯૫ ૧૪૮ ગૂજરાતના શિષ્ઠ કવિઓ:- ગુજરાતના શિષ્ય કવિઓના કવન ઉપર અને તેથી જન મંડલની નીતિરીતિનો જે વિચાર આપણને આવી શકે તેના સ્વરૂપ ઉપર આ નાના સરખા નિબંધ અંગરેજીમાં લખી રા. ગોવર્ધનરામે ગયે વર્ષ વીત્યુસન કોલેજ લીટરરી સોસાઇટી આગળ વાગ્યેા હતા. એમણે ગૃજરાતના રાજકીય ઇતિહાસનું વર્ણન આપી કાવ્યોદ્ગારને તેથી કેવી અસર થયેલી તે જણાવી આરંભ કર્યો છે, અને ગુજરાતના અમે ! તિ પ્રાચીન કે હાલના નવા ઉભયે કવિઓને મૂકી દઈ બાકીના કવિઓ ઉપર અતિ સૂક્ષ્મ અને ઘણા વિચારવા યોગ્ય વિવેક કર્યો છે. તે કવિઓના એમણે ત્રણ વર્ગ માન્યા છે. ભક્ત કવિઓઃ નૃસિંહ, મીરાં, ભાલણ ઈત્યાદિ; કવિઓઃ અખે, પ્રેમાનંદ, શામલ; રસિક તથા નીતિમત્તાના કવિઓ: દયારામ, જૈન સાધુઓ, સ્વામીનારાયણના સાધુઓ ઇત્યાદિ. એકરસ બ્રહ્મ અથવા ઈશ્વરને લીલારૂપે વિલાકી તે સાથે રમનારા કવિઓમાં નૃસિંહાદિને ગપ્યા છે; તેજ વિચારને વેદાન્તમાર્ગનુસાર અનુસરનાર કવિમાં અખાને ગણ્યો છે; જનસ્વભાવનું અવલોકન કરી ભવ્યતા અને સુંદરતામાં પ્રેમાનંદને પ્રધાનપદ આપી, સમાજસ્થિતિને ઉત્તમોત્તમ સ્વરૂપ ઉપર લેઈ જવાના યત્ન કરનારમાં શામલને વિજયી વર્ણવ્યા છે; વલ્લભાચાર્યમાગાનુસારી દયારામને રસિક્તાની પરાકાષ્ટાએ જણાવી તે રસિકતાના ઉછું ખલવની વિરુદ્ધ અનેક સાધુ કવિઓની ગણના કરી છે. આ વિભાગાનુસાર તે તે કવિએના કવિતનું જે પૃથક્કરણ રા. ગોવર્ધનરામે કર્યું છે, ને તે કવિતામાં તે સમયનાં રીતરીવાજ, નીતિધર્મ, આદિનું જે ઉત્તમ પ્રતિબિંબ દર્શાવી આપ્યું છે, તે ખરેખર તેમની વિદ્વત્તાને શાભા આપે તેવું છે, અને એજ પ્રકારે ગુજરાતી ભાષાના લેખકોના ઈતિહાસ લખાવાની પરમ આવશ્યકતાનું સૂચક છે. વ્યાખ્યાનમાં કવિઓ ઉપર વિવેચન કરતાં તે કવિઓની કવિતાથી સમાજ અને નીતિ ઉપર શી અસર થઈ હતી એ બતાવવાનો ઉદ્દેશ છે. અને તે તે કવિના સમયમાં લાકસ્થિતિ કેવી હતી એ બતાવવાને રતિ ઉત્તમ પ્રયાસ છે, પરંતુ પ્રશ્ન એ છે કે એ કવિઓની કવિતાથી તેવી નીતિરીતિ ઉદ્ભવી કે એ ક. વિતા તેવી નીતિ રીતિનું પ્રતિબિંબ હતી ? અમને પિતાનેતો આ પાછલા વિચારને અનુસસ્થાનું કારણ જણાય છે કેમકે એમ ન હોય તો એમણે પોતેજ ગુજરાતી કવિતાના આરંભને વિષે જે ટીકા કરી છે કે તે માત્ર ગૃહસંસર્ગથી યંત્રિત અને સાદામનુષ્યાદ ૧૪૮–ક્ત રા. રા ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી બી, એ એલ. એલ. બી. મુંબઈ, એન. એમ, એન્ડ કંપની. મૂલ્ય. ૦-૪-૦ Galna hifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850