પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. v3 કલુપિત કરી વિવેકના માર્ગથી પ્રયુત કરે છે. હું સ્ત્રી પુત્ર પરિવારવાળેા થાઉં, મને અનંત સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, મારું શરીર સારું રહે, હુ રૂપાળા સુઘડ કહેવાઉ, લેકમાં મને પ્રતિષ્ઠા મળે, પંડિતોમાં ધામિકામાં મારું નામ પ્રથમ ગણાય, એવી એવી જે નાની મૈટી વાસનાઓ. મનમાં ઉઠે છે અને તેને તેને બલે અનેકાનેક ક્ષક પ્રવૃત્તિઓ કરાવી લક્ષમાં દુર્લક્ષ કરાવે છે, તેમાંથી શમ દમ વડે સુરક્ષિત મન પોતાની મેળે પાછું ફરી જાય છે. એ અથવા એવા કેઈ વિષયમાં પોતાનું સ્થાન શોધતું નથી. ‘ પોતાનું સ્થાન શોધતું નથી' એટલે કોઇ પણ બાહ્ય વિષયમાં રસપૂર્વક પ્રવર્તતું નથી. પ્રવયાં છતાં તેને રસ ચાખવાને તે ઉપર થોભી રહેતું નથી. અવશ્ય કર્તવ્યરૂપે પ્રાપ્ત થતાં કતવ્યને કરીને તેમાં રસ લેવા માટે ઉભું રહેતું નથી, કેમકે એ રસ, ઘણીવાર, કૃતરૂ' જેમ સૂકા હાડકાને ચાવતાં પોતાનાજ ડાચામાંથી નીકળેલા લોહીને ચાખી ચાખી હાડકામાંથી લોહી નીકળે છે એમ સમજી વધારે વધારે ચાવતું જાય છે ને દુ:ખી થાય છે, તેના જેવો હોય છે. વિરાગથી કરીને અનિય એવા આ લેકથી પાક પયેતના ભેગનો ત્યાગ કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા પ્રાદુર્ભાવ પામે છે, ને ઉપશમમાં તે વિરાગની સિદ્ધિ પ્રત્યક્ષ જણાય છે. બાહ્ય વિપામાં જેમ સાંસારિક, પ્રાપંચિક વિષયો આપણે ગણ્યા તેમ શાસ્ત્રાદિ માનસિક આર્ડ'. બરના વિષયોને પણ ગણવા જોઈએ. જગતમાં અનેક શાસ્ત્ર છે, અનેક મત, સંપ્રદાય, ધર્મ, કર્મ, આચરણ આદિના પ્રકાર છે. એકના એક અદ્વૈતાનુભવના માર્ગમાં પણ અનેક પ્રક્રિયાએ છે. એ સર્વ શાસ્ત્ર, મત, પ્રક્રિયા, આદિને જાણવાં, અમુક ધર્મ કર્મના આડંબરમાં નિતાન્ત ગ્રત રહેવું, એ જગતમાં પરમ પ્રતિકાનું નિદાન છે અને પારાકિક સુખને માર્ગ બતાવવાને ઉપયોગી છે. તથાપિ અમેદાનુભવને અર્થે યત્ન કરતા અભ્યાસીને તે બધી પણ બાહ્ય પ્રવૃત્તિજ છે, આંતર અને અભ્યાસમાં લેવા યોગ્ય પ્રવૃત્તિ નથી. અનેક શાસ્ત્રો અને અનેક મતમતાંતરનું જ્ઞાન ધરાવવું, અનેક યોગાદિ પ્રક્રિયાઓના પ્રકારે સમજવા, અનેક મત પંથ સંપ્રદાય ધમી કર્મ આદિના વિવેક કરવા એ બધું" જેણે ધર્મને નામે દુકાનદારી ચલાવવા ધારી હોય તેને ઉપયોગનું છે, સાધકને તે કશા કામનું નથી. ગાંધીની દુકાનમાં અનેક મસાલા ભર્યા હોય છે, તે ગાંધીને પોતાને તો પૈસા પેદા કરવાને ઉપયોગના છે; પણ તેમાંના એક એક મસાલે હરકોઈ રોગીને અમૂલ્ય આધધરૂપ છે. ગાંધી પોતે પણ સારે વૈદ્ય હાય તે પોતાના મસાલાને ઉપગ પોતાને માટે સારી રીતે કરી શકે છે. ને બીજાને પણુ લાભ કરે છે, પણ એવું આવશ્યક નથી કે રોગીએ બધાજ મસાલાનો સંગ્રહ કરવો જોઈએ, ને બધાને ઓળખીને ગાંધી બનવું જોઈએ. આજ કાલ વેદાન્તના અભ્યાસની પ્રવૃત્તિ ગાંધી બનવા જેવી જણાય છે, વેદાન્તની અટપટી શંકાઓ અને તેનાં સમાધાન, મતમતાંતરતા સૂમ ભેદ અને તેના પરિહાર, યુગાદિ પ્રક્રિયાઓનાં સ્વરૂપ અને તેને ઉપગ, એ આદિ વાગૅખરીના છેડે નથી; પણ એ બધા આશ્ચર્યકારક જ્ઞાનરાશિમાંથી આપણે વારંવાર એનું એ પ્રશ્ન ઉઠતુ’ સાંભળીએ છીએ કે વશીકાર શી રીતે આવે ? સાક્ષાતકાર શી રીતે થાય ? એ સમયે પેલી ગધવની કથા સાંભરે છે. ગધવઉપર ભરેલા ચંદનની સુગંધી તેને આવતી નથી, તેને તે માત્ર ભારનું જ ભાન રહે છે; તેમ આટલા બધા જ્ઞાનરાશિના સુગંધ જે વશીકાર કે સાક્ષાત્કાર તે ન આવે તો એ જ્ઞાનમાત્ર એક ભારજ છે. ઘણા બુદ્ધિવિલાસેથી બુદ્ધિ અનેક શંકાઓના વિકાસમાં ઉતરી પડે છે અને જયાં એકાગ્રતા સિદ્ધ કરવી છે ત્યાં sanahi. Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50