પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદન ગદ્યાવલિ, બીજાધાન થતું ચાલે છે, અને ઉપસંહાર કરવા માટે વલન આવ્યું જણાતું નથી, એટલે વાતના ઉપસંહાર કે થાય છે, આભે જે જે રચના ભેજી છે તે અંતગમને કેવી રપુરી આવે છે, પાત્રપરંપરા અને તેમના સંબંધોનો કે નિર્વાહ થાય છે, એ બધું જોયા વિના ઉક્ત પ્રશ્નનું ઉત્તર આપવાનું સાહસ અમે કરીશું નહિ. કતને પિતાને તેમની શક્તિ જે પ્રકારની છે તે પ્રકારે સંભાળથી આગળ વધવાનું પ્રત્સાહક વચન કહેવામાંજ હાલ તો કૃતાર્થતા માનીશું. પરંતુ આ એક ભાગમાં એ કતાની ભાષામાં જે ચમત્કાર જણાય છે તે તે ખરેખર મુંબઈવી વાણીનું તાદશ પ્રતિબંબ દર્શાવે છે એ નિર્વિવાદ છે. એ વિષે થોડીક સૂચનાઓ કરવાનો આ પ્રસંગ છે, શિષ્ટશલી અને ગ્રામ્ય, દેશી, એ આદિ વિશેષણવિશિષ્ટ શૈલી, એ વચ્ચેનું અંતર આપણે સ્પષ્ટ રીતે દૃષ્ટિ આગળ રાખવું જોઈએ, દેશ દેશ એટલે પંદર વીશ કોશના વિભાગે વિભાગે ભાષામાં કાંઇ ને કાંઈ ફેર પડે છે, “ બાર ગાઉએ બોલી બદલાય ” એવી ઉક્તિ પણ છે. એમજ પ્રત્યેક સ્થાને ગૃહવ્યવહારમાંજ અથવા આપ્તાલાપમાંજ વાપરવા જેવા કેટલાક શબ્દો હોય છે જેમાં ગ્રામ્ય, અશ્લીલ, આદિ પદોને પણ પ્રયોગ કવચિત જણાય છે. આ પ્રકારે દેશવૈશિષ્ટયવાળી કે ગ્રામ્ય, અશ્લીલાદિ સંબંધવાળી, જે જે વાણી તેના પરિહાર કરીને સર્વત્ર, જ્યાં એકની એક ભાષા બોલાતી હોય ત્યાં, સમજાય તેવી ભાષા વાપરવી એજ શિષ્ટભાષા છે, શિષ્ટ ભાષાની સાથે વિચાર પણ તેવી શિષ્ટ પદ્ધતિથી દર્શાવાય ( તેમનું સ્વરૂપ ગમે તે હોય ) એને એકંદરે શિખુશૈલી કહેવાય છે, મુંબઇમાં વસતા ગૂજરાતીઓ કોઈ એક સ્થલના રહીશ નથી; કાઠીઆવાડ, કચ્છ, મારવાડ, સુરત, ચરોતર, સિંધ આદિ સ્થાનમાંથી આવેલા લોકો ત્યાં વસે છે; ત્યાંના પારસી લોકો જેમણે ગુજરાતી ભાષા માન્ય કર્યા છતાં તેને કેાઈ અવનવો અટપટી રંગ આપી દીધા છે તે પણ ગુજરાતીવર્ગમાંજ ગણાય છે; અને આ ઉપરાંત દક્ષિણી તથા અંગરેજોના સહવાસ રહેવાથી તેમની શૈલીને પણ રંગ કહી કહીં બેસે છે. આવા સંયોગોમાં ગુજરાતી ભાષા લખનાર વિદ્વાનોએ બહુ સંભાળથી લખવું જોઈએ છીએ કે શિષ્ટરશૈલીથી તેમના લેખના વિરહ થાય નહિ. આવી જાતનું’ નિયામકત્વ ભાષા ઉપર ન રહે અને સર્વે લેખકા સ્વતંત્ર રીતે લખતા ચાલે તે જાતે દિવસે, એક એકને વિચાર દર્શાવવાની છુટ ભાષા કે પરિભાષા રહે નહિ તેમ ઘડાય પણ નહિ. અને અવ્યવસ્થા થઈ જાય. આટલાજ માટે, કેવલ સંસ્કૃત શબ્દજ વાપરવા એવી હીમાયતનો પક્ષ કર્યા વિના, શિષ્ટ શૈલીના આશ્રય કરવાની આવશ્યકતા વિષે બોલવાની અમારી ફરજ સમજીએ છીએ. આવા ગ્રંથનું અનુકરણ થવાનો સંભવ છે, એટલે આ બાલવું વધારે આવશ્યક છે. ૧. આ લેખમાં પ્રથમે તલ મુંબઇના કેટલાક શબ્દો જેમને બહારના શિષ્ટજને તુરત સમજી ન શકે તેવા ધણ વપરાયા છે એ અનિષ્ટ છે. સીત, લાહેર, ધોલા, ધરી (પકડી એ અર્થમાં ), ટાહુ કા, તાપસી ( ટાપસી એ અર્થમાં ), ભિલુ, વરા, ( મુવા પછવાડેની નાત ), ઉલ્લાસ, ચલ, ચલણ, ભલમણેસાઈ, ચલેમ, એકલદે, ઘમઘસ, ધચુપચુ, ઢચુપચુ એ અર્થમાં ), લહાય (લય એ અર્થમાં), ઈત્યાદિ, - ભલમણસાઈ, ચલણ, ચલેમ, ઉલાર, એ શબ્દો તે સામાન્ય છે પણ જુદી રીત લખ્યા છે તેથી વહેમ ઉપજાવે છે. ભલમનસાઈ, ચલણ, ચિલમ અથવા ચલમ, ઉલાળ, એમ Ganaihitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850