પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ખકના જેવી છે એ તેમને બહુ માન આપનારું છે, કોઈ કોઈ પારસી શબ્દો કે ઇબારતા ક્વચિત જણાય છે પણ તે કટુતા ઉપજાવતી નથી. - “ ધન ગરવી ગુજરાત ” કરીને આરંભે એક કાવ્ય છે તેમાં ગુજરાતને ૧ દેવી ” અને માતા” કહી છે, ને તુરતજ લખ્યું છે કે – જોગ થયે હવા, નહી ભ્રાંત, નાતમ નારીરે, દાબુ છાતી સરસિ એકાંત, યારીમાં તું યારીરે. આ લખવું રસાભાસ ઉપજાવે છે અને જે નાતમનારી ” “ યારી ” “ દાખું' છાતી સસિ એકાંત” એ શબ્દોના રૂઢ ગૂજરાતી અર્થ લક્ષમાં ન રહેવાથી એમ થયું છે, પુસ્તક એટલું ઉત્તમ છે કે પ્રત્યેક વાચનારે પોતાના સંગ્રહમાં તેને રાખવું જોઈએ. નવેમ્બર-૧૮૯૫. ૧૬પ-શિક્ષણનો ઇતિહાસ:–રાજકીય ખટપટોને ચકડોળે ચઢી તદુરસ્તી અને શાતિના વ્યર્થભેગ આપનાર વડાદરાના શ્રીમંતસરકાર ગાયકવાડ મહારાજા સયાજીરાવની કીતિ તેમણે સ્થાપેલા કલાભવનથી અને તેને અંગે ઉત્પન્ન થયેલી આ “ જ્ઞાનમંજુષા ” નામની ગ્રંથશ્રેણિથી અમર રહેશે એ નિઃસંદેલું છે. આખા વડોદરા રાજ્યમાં નવી નવી વ્યવસ્થાઓ અને યોજનાઓ થયાનું સંભળાય છે. બ્રિટીશ સલતનમાં પણ ન હોય તેવી ભવ્ય વાર્તા અને કેળવણી આદિના પ્રયોગોના ભવ્ય “ રીપેર્ટ' બહાર પાડવામાં આવે છે. નવાં નવાં મકાનના ભભકાથી વડોદરામાં વિચરનારને એને એ ઠાઠમાઠ નજરમાં વધારો કરે છે, ને ભારે પગારના કામદારની સવારીઓની દોડાદોડથી જોનારના મનમાં રાજ્યની મહત્તાને અતિ અલૌકિક અ• ભાસ પડી આવે છે. પરંતુ વડોદરામાં મકાન અને અંદરની વ્યવસ્થાને અર્થે, કે આખા આ યવતમાં આજે પાશ્ચાત્ય ઉદ્યોગ અને કલાને પ્રવેશ કરાવનાર ઉત્તમ બીજની ભૂમિકારૂપે, જે સવિશે જોવા લાયક, અવકવા લાયક, અને અધ્યયન કરવાલાયક વસ્તુ છે તે “કલાભવન” અને તેને અંગે ચાલતી પ્રવૃત્તિ એ છે, એની ઠેઠ યુરપ અને અમેરિકા સુધી કીર્તિ થઈ રહી છે, એમાં બનેલા નમૂના ચીકાગોના પ્રદર્શન સુધી હરીફાઈ કરી સ્તુતિ પામ્યા છે. પણ ખાલી ઠાઠમાઠવાળા વડોદરા તલમાં કલાભવનને ઝાઝા લેક પીછાનતા નથી, પીછાનનારા પણ જરાક મિત હાસ્ય કરી ડોકું ધુણાવી પોતાના રાજકીય ડહાપણામાં એવા ધવનિ કરી બનાવે છે કે * ઠીક છે, એ તો એક પિસા ઉડાવાની ગોઠવણ છે.' મહારાજા પોતે પણ પોતેજ હાંસથી કરેલા એ મહાભારત ખર્ચના પરિણામ વિષે શું માનતા હશે તે નિશ્ચયથી કહેવાતું નથી. અન્ય મને પોતાને એ ઉત્તમોત્તમ પ્રયાગનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવાના જે લાંબા પ્રસંગે મળ્યા છે તેથી એટલું જ કહીએ તો પૂર્ણ થશે કે મહારાજાના રાજ્યના આખા ખર્ચને દેઢ કરોડનો આંકડો જે પરિણામ લાવે છે તેને એક તાજવામાં મૂકીએ અને આ અધો પણ લાખના ખર્ચના પરિણામને એક તાજવામાં મૂકીએ તો આ તાજવું નમરો, એમાંજ મહારાજાએ અજાણુતાં કીર્તિ પ્રાપ્ત કરી છે. આશ્રય આપનારને અને મેગ્ય સામગ્રી યોજી લેવામાં બુદ્ધિ વાપરનારને પૂર્ણ માન ૧૬ ૫-રચનાર રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ; શેાધક અને પ્રકાશક રા. રા. ત્રિભુવનદાસ કલ્યાણુદાસના ગર શ્રી સયાજી જ્ઞાનમંજુ'ના તંત્રી. વડાદરા, કલાભવન, કીમત રૂ. ૩-૦-૦ Gandhi. Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50