પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચંપાયલકને, ચંદ્ર--ચાર વર્ષથી સુરતમાં પ્રસિદ્ધ થાય છે, કાવ્ય, સાહિત્ય, આદિ વિષયે મુખ્યત્વે કે, on રીતે ચર્ચવા ઉદ્દેશ જણાય છે. સાક્ષરતા સારી છે. વિદ્યક૫તઃ —બે વર્ષથી અમદાવાદમાં આયુર્વેદના વિષય ચર્ચે છે. આઇને ઇસ્લામ:-મહેમદીઅન ધર્મનું વિવેચન કરવાને નડીઆદમાં બે વર્ષથી પ્રકટ થાય છે. પરંધર્મનાં તો સમજ્યા વિના તેમના વિશે નકામું વિવેચન ચલાવવું એ નિંદા કરવા જેવું જણાય છે. એમ કરવા કરતાં સ્વધર્મનેજ સ્પષ્ટ કરવો એ વધારે સારી વાત છે, ને વધારે લાભકારક છે. અવકાશવિલાશ, દિનકર, વિદ્યાર્ક, એ ત્રણે નવાં પડ્યો છે, પ્રથમનાં બેને કોઈ વિ. શિષ્ટ ઉદ્દેશ જણાતો નથી, જે કે છુટ વિષય વાર્તાઓ આદિના લેખ ઠીક છે. વિદ્યાર્કને હેતુ પ્રાચીન મતને અવલંબી કેટલાક ભાષાન્તરે તેમના રહસ્ય સાથે આપવાનો લાગે છે, વિદ્યાર્થી–બે વર્ષથી મુંબઈમાં નીકળે છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉપયોગી એ, વા સાદા વિષયો સરલ ભાષામાં લખાય છે. આ પત્ર સારી સેવા કરે એમ લાગે છે લેઉવા વિજયઃ–પાટીદારોની નાતના સુધારાના ઉદ્દેશથી વર્ષ દિવસ થયાં પ્રસિદ્ધ થાય છે. - પ્રયાસ સારે છે. થીઓસોફિકલ પ્લીનીંગ્ઝ.-અંગરેજી ભાષામાં મુંબઇમાં પાંચેક વર્ષથી પ્રક્ટ થાય છે. થીઓસોફી સંબંધી ઘણા સારા લેખ આવે છે. - ત્રિમાસિક. સમાલોચક-મુંબઇમાં એન. એમ. ઍડ કંપનીએ પ્રકટ કર્યું છે. પ્રથમ અંક મળે છે. વિષયે સારી રીતે યોજેલા છે, ને સાક્ષરોને હાથે લખાયલા છે, પણ આવા પ્રયાસમાં કયા વિશિષ્ટ ઉદેશ છે તે હજી સમજાયો નથી. માર્ચ ૧૮૮૬ ૧૭૬--ગીતગોવિઃ -(મળેલું'.) એ શ્રીજયદેવકવિનું શ્રીકૃષ્ણરાધાના શુંગાર ઉપર રચેલું" એક નાનું સરખું સંગીતકાવ્ય છે. કવિની શક્તિ એના પ્રથમ સર્ગના વસંતવર્ણનમાં, તેમજ ત્રીજા, ચોથા, સાતમા, તથા અગીઆરમા સર્ગમાં સારી રીતે જણાઈ આવે છે, એનું માધુર્ય અતિશય હદયહારક છે, અને આ જોતાં એ “Song of Songs ” ના કીતિ કર નામને પાત્ર થાય એમાં આશ્ચર્ય નથી. કલ્પના પણ કાઈ કાઈ સ્થલે ઘણી રળીઆમણી અને સુકુમાર છે. તેમ છતાં જયદેવ કવિને રઘુવંશ—શાકુન્તલ-મેઘદૂત, ઉત્તરરામચરિત, કાદમ્બરી કિરાતાજુનીયના કર્તાઓ સાથે મૂકી શકાય એમ નથી, કાવ્ય કેવું હોવું જોઈએ એ સંબંધમાં કેટલાક વિચાર ચલાવતાં ગુણ દોષને પરિચય ઠીક થઈ શકશે. (૨) શાથે હારજ્ઞા શાળ્યમ'-કવિના કાટી રસનિષત્તિમાં છે' ખરી પણ અત્રે રસ ' શબ્દનો અર્થ જરા વિચાર પુર:સર લેવાના છે શંગારરસ-સ્થાયી રતિની સંપૂર્ણ જમાવટ થતાંજ, એટલે અમુક હૃદયવાસના જાગૃત કરવાથીજ કવિનું કવિત્વ સિદ્ધ થઈ જતું નથી, એ રસ કેવી રીતે ઉપજાવવામાં આવે છે એ પણ ધ્યાનમાં લેવાની બાબત છે. રસ અથોત આનંદ સર્વત્ર એકરૂપ છે, એમાં સ્વતઃ ઉચ્ચ-નીચતા રહી નથી. ૧૫— ભાષાન્તર ર્તા . ૨. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ. બી. એ. કછ-ભુજ, " sanahillertace Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50